Posts

સ્વાઇન ફ્લુ ના ઘરેલું ઔષધો - Indian herbs for swine flu

દર્દ કરતા પણ દર્દ નો ભય વધુ મોટો હોય છે. સર્પદંશ થી પણ જેને મૃત્યુ  ની સજા આપવાની છે તેવા કેદી ને અંધારી રાત્રે જયારે માત્ર સાપ નો ફુંફાળો સંભળાવી ને  ટાંકણી મારવા માં આવે ત્યારે તેનું મૃત્યુ થાય અને તેના લોહી માં સર્પ નું ઝેર આવે કારણ કે તે ઝેર તેના ભય થકી આવેલું હોય છે. विष्णो: पद निर्भयम | આજે માણસ ભય થી જ જીવતો રહેલો છે. સુખ ના શોફા ઉપર બેસી ને પણ જેમ ઉંદર ભય થી જ મીઠાઈ ખાતો હોય છે તેમ આજે માણસ અનેક પ્રકાર ના ભય હેઠળ જ  જીવતો રહેલો છે. તમામ પ્રકાર  ના ભય ને દૂર કરવા માટે માત્ર ને માત્ર ઈશ્વર નું ચિંતન, મનન અને ધ્યાન જ મદદરૂપ થાય. આયુર્વેદ વનસ્પતિ ના ઔષધો પ્રભુ ના પ્રતિનિધિ છે તેમ સમજી ને તેનો ઉપયોગ થશે તો દર્દ મટશે, દર્દ નો ભય જશે, ભક્તિ થશે, ભાવ વધશે , આરોગ્ય સુધરશે અને દીર્ઘાયુ પ્રાપ્ત થશે. ૧. તુલસી – વિષ્ણુ પ્રિયા તુલસી સૌની જાણીતી છે, જ્યાં હોય તુલસી ત્યાં પ્રભુ નો વાસ હોય. તુલસી સ્વાદ માં તીખી છે, કડવી છે, હૃદય ને ગમે તેવી છે, ગુણ માં ગરમ છે, ભૂખ લગાડનાર છે, પિત કરનાર છે, બળતરા કરે છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો મટાડે છે. પેશાબ ની અટકાવત ને દુર ...

મહામારી સ્વાઇન ફ્લુ ને અટકાવો

તમે રાત્રે રમાતી ક્રિકેટ મેચ જોઈ હશે, હજારો વોલ્ટ ના હેલોજન બલ્બ ના પ્રકાશ પાસે માણસ જાય તો શેકાઈ જાય પરંતુ તે બલ્બ પાસે અસંખ્ય જીવાત ઉડતી આપણને જોવા મળે. જયારે હજારો કી.મી દૂર રહેલા સૂરજદાદા ના પ્રકાશ થી બધીજ જીવાત દૂર થઈ જાય. મંદાગ્ની, કફ ને જીવાત જન્ય રોગો દૂર થઈ જાય. તેથીજ તો સૂર્ય એ માત્ર પ્રકાશ નો ગોળો નથી, તે તો છે જ્ઞાન, હુંફ- ઉષ્મા ને જીવન દાતા દેવ છે. દરરોજ સૂર્ય નમસ્કાર પ્રત્યેક વ્યક્તિએ કરવા એ ઉપાસના છે, કૃતગ્નતા છે, માણસાઈ છે. સતત વરસાદ ના વાતાવરણ થી ચારેબાજુ ફેલાતી ગંદકી ને જીવાત અને જયારે સૂર્ય ના દર્શન દુર્લભ થાય ત્યારે નીતનવા રોગો ફેલાય.  અગ્નિ નબળો પડે, પાચન બગડે, વાતાવરણ માં આખા વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ થાય નર શરીર માં કફ નો પ્રકોપ થાય તેથી વાતકફ થી થતા રોગો થાય.  ફ્લુ ને આયુર્વેદ માં વાતકફજ જવર કહે. સ્વાઇન ફ્લુ એટલે  H1 N1   નામના વાયરસ થી ફેલાતો વ્યાધી . તેથી આપણે વાત કફ જવર ને સમજીએ ને  તો પણ સ્વાઇન ફ્લુ ને અટકાવી શકીએ.  વિશેષ કરી ને જયારે ઠંડી થી આવતો તાવ, ખાંસી, શરદી, ગળા માં અવરોધ સ્વરૂપે દેખાય છે તેને આપણે ફ્લુ કે વાત ક...

પૂર – મૃત્યુ – કારણ- રોગ અને ઉપાય

Image
બનાસકાંઠા માં દાંતીવાડા ડેમ માંથી એકાએક [જો કે ૩ કલાક પહેલા સૌને જાણ સરકારે કરેલી] પાણી છોડવાથી થયેલી હોનારત તેમાં હજારો પશુઓ અને ૬૫ થી અધિક માણસો મૃત્યુ પામ્યા તેનું અત્યંત દુઃખ સૌને થાય તે સ્વાભાવિક છે. ત્યારે આ વિષે આયુર્વેદ માં ચરક સંહિતા માં ઋષિ ને પણ ચિંતા થઈ છે ને તેના ઉપાય બતાવ્યા છે.         વડ નું બીજ વાવ્યું હોય તો તેને મોટું થતાં સમય લાગે તેમ આજની સ્થિતિ માટે કારણ ઘણું જુનું હોય. જો રાજા અધર્મ નું આચરણ કરે તો મંત્રીઓ, નોકર અને પ્રજા પણ અધર્મ નું આચરણ કરે છેવટે લોકો ના સમૂહ નો નાશ થાય. આજ વાત ને મહાભારત પણ કહેછે કે   राजा कालस्य कारणं | જો કે અત્યારના આપણા દેશ અને રાજ્ય ના P.M અને  C.M  બંને ધાર્મિક છે પરંતુ સ્થિતિ વડ જેવી છે. રોગ બહુ જુનો છે. તેથી આજે હવે માત્ર ધાર્મિક હોવું પૂરતું નથી સાથે પ્રત્યેક વ્યક્તિ માં મારામાં રામ, તારામાં રામ, સૌના હૃદય માં વસે છે ઘનશ્યામ. આ ભાવના પ્રત્યેક દેશવાસીઓ માં સાકાર થાય તેવો પ્રયત્ન સૌ તરફ થી થાય ત્યારે પ્રકૃતિ પણ અનુકુળ બની રહે, કોઈ નું અકાળ મૃત્યુ થાય નહિ. આ જ વાત ને શ્રીમદ ભગવત ગીતા सर्वस्यचाह...

રોગો નો રાજા – ક્ષય

જન્મ થી યુવાની સુધી વૃદ્ધિ, યુવાની માં સ્થિરતા અને ઘડપણ માં ક્ષય થાય તે સ્વાભાવિક છે. નાનું બાળક સૌને વહાલું લાગે કારણકે તેમાં દિવસે ને દિવસે નિત નવી વૃદ્ધિ દેખાય છે. વિકાસ દેખાય છે. વિકાસ થાય નહિ તો તે બીમારી છે. યુવાની માં સ્થિરતા છે, ધાતુઓ માં સ્થિરતા છે, જોશ છે, જોમ છે, ઉત્સાહ છે, કશુંક નવું જ કરવાની તેનામાં ધગસ છે. ... આ બધાજ ગુણોમાં વૃદ્ધિ છે. આ જો નથી તો તે યુવાન નથી, તે અકાળે બની ગયેલો ઘરડો છે. અને વૃદ્ધાવસ્થા માં તે અનુભવથી, જ્ઞાનથી, વિચારોથી ખુબજ વધી ગયેલો છે પરંતુ તેનામાં ધાતુઓ નો ક્ષય સહજ થતો જોવા મળે છે. આ બધું પ્રાકૃતિક છે, સાહજિક છે. આથી ઉલટું અકાળે ધાતુઓ નો ક્ષય જોવા મળે તો તેને રોગો નો રાજા ક્ષયરોગ, શોષરોગ, યક્ષ્માં કે રાજ્યક્ષમાં કહેછે. જે ચેપી છે. જેમાં શરીર ની રસ થી શુક્ર સુધી ની બધીજ સાતેય ધાતુઓ નો ક્ષય થાય છે. જેને આજે ટી.બી સાથે સરખાવવામાં આવે છે. ટી. બી માં ટ્યુબરક્યુંલસ બેસિલસ જંતુ ને મુખ્ય કારણ માનેલ છે. ·          ક્ષય ના કારણો અને લક્ષણો: ૧, વેગો ને રોકવાથી;.. મળ, મૂત્ર, વાયુ, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ખાંસી, ...

લોહી વહી જાય તે – “રક્તપિત”

શરીર માં થી કોઇપણ માર્ગ થી લોહી વહી જાય તેને આયુર્વેદે રક્તપિત કહ્યો છે. લોહી પ્રવાહી, ગરમ ને ખાટું છે. પિત પણ તેવું જ છે. બંને એક જેવા ભેગા થાય પછી શું થાય? પૂર જોશ માં વહેતી બે નદી ભેગી થાય ત્યાં ભમરી ઉભી થાય. આ ભમરી માં ભલભલો તરવૈયો પણ ડૂબી જાય. સંસાર માં પણ બેઉ ગરમ મિજાજ ના હોય તો શું થાય? ખટપટ બંધ જ ના થાય, સંસારિક જીવન જોખમ માં મુકાઈ જાય. એક વ્યક્તિએ તો બીજી માં સમર્પણ કરવું જ પડે તો જ સંસાર ચક્ર બરાબર ચાલે. ખારું, ખાટું, તીખું, તળેલું, જંકફૂડ,   દારૂ, તમાકુ, બીડી ને તડકા નું સેવન વધુ થતું હોય ને   ગરમ સ્વભાવ હોય, હાઈ એન્ટીબાયોટીક, સ્ટીરોઇડ ને પેઇનકિલર દવાઓ નું સેવન અધિક થાય ત્યાં પિત થી લોહી બગડે અને લોહી ના રક્તકણ, પ્લેટલેટ તૂટે, લોહી ની સંધાવાની પ્રક્રિયા અટકે તેથી લોહી વહેવા લાગે. લોહી ના આધારે તો જીવન ટકી રહ્યું હોયછે તેથી જીવન જોખમ માં મુકાય. તેથી   લોહી ને શુદ્ધ કરવું પડે, પિત નું વિરેચન કરવું પડે અને લોહી ના કણ સંધાય તેવા કડવા, તૂરા ને મધુર રસ વાળા ઔષધો ને ખોરાક નું સેવન કરવું જોઈએ તો જ આરોગ્ય ચક્ર બરાબર ચાલે. “નવ દ્વારે પૂરે દેહી”   આ શરીર મ...

કમળો મટાડવો સહેલો

                     એક યુવાન ની આંખો, ચામડી, નખ, મોઢું બધું જ હળદર સમાન હતું. એકાદ માસથી સારવાર ચાલતી હતી, છેવટે વૈધ ને બોલાવવાની સામાજિક ટેવ પ્રમાણે જવાનું થયું. જ્યારે એક માસથી તેના હળદર જેવા રંગમાં કોઈ ફાયદો ન હતો ત્યારે કંઈક ચમત્કાર કરવાનો વિચાર આવ્યો અને દ્રોણપુષ્પી ના ફળ નું પાણી ના નાકમાં ટીપા અમે સતત વારંવાર નાખતાં રહ્યા. એક વખત પાંચ સાત ટીપાં બને નાક માં નાખીએ એટલે પાંચ – દસ મિનીટ માં જ પીળા પાણી ની ધાર નાક માંથી થવા લાગે. આવું અમે દસ – દસ મિનીટ ના અંતરે કલાકેક સુધી ટીપા નાખ્યાં અને આંખ, મોંઢા ની સંપૂર્ણ પીળાશ તરત જ  ચાલી ગઈ. આ પ્રયોગના સાક્ષી મારા મિત્ર તે સમય ના જીલ્લા આયુર્વેદ અધિકારી મહેડું સાહેબ હાજર હતા.                    વડગામ તાલુકા ના એક યુવાન નું કુટુંબ સંપૂર્ણત: આયુર્વેદ ને જ સમર્પિત . યુવાન ને કમળો થયો જેનું Total Bilirubin Level નોર્મલ કરતા ઘણું જ વધારે આવેલું. તે યુવાન ને માત્ર સાત દિવસ માં જ રીપોર્ટ નોર્મલ આવ્યો તેની સારવાર મા...

એક કીડની માં દસ લાખ નેફ્રોન

ઈશ્વર આપણી ચોવીસે કલાક સેવા કરે છે બદલામાં કશું જ તે માંગતા નથી. નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ, આવો પ્રેમ હું સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કરતાં જાંઉ તો માનવતા કહેવાય. ઈશ્વર ની સેવા ને સમજવા મટે તેના ગુણો ગાઈએ તેટલા ઓછા પડે છતાં આજે આપણે કીડની ને સમજવા નો પ્રયત્ન કરીએ.         ચાર ઇંચ લાંબી, અઢી ઇંચ પહોળી અને દોઢ ઇંચ ઉંચી આવી નાનકડી એક કિડનીમાં ભગવાને લોહીને શુદ્ધ કરવા માટે સુક્ષ્માતિસુક્ષ્મ નલિકાઓ ના સમૂહનાં બનેલાં અને વાંકાચૂકા ગૂંચળામાં ગોઠવાયેલા  બે ઇંચ લંબાઈ ના નેફ્રોનની સંખ્યા એક કીડનીમાં દસ લાખ ની છે એટલે કે બે કીડનીની બધી નેફ્રોનની લંબાઈ ની ગણતરી કરીએ તો આશરે એંસી કિ.મી. લાંબી નળી થાય અને નેફ્રોનની ચારેબાજુ ધમનીની કેશવાહીની વીંટળાઈ ને લોહી ચોખું કરે છે.                  લોહી ફરતું ફરતું કેશવાહીનીઓ માં આવે એટલે નેફ્રોન તેમાંથી પાણી અને ક્ષાર ગાળી લે છે. જે દોઢથી બે લીટર સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એમોનીયા ના ક્ષાર ને મીઠું હોય છે ઉપરાંત યુરિક એસીડ, પણ હોય છે.      ...