Posts

બાળકો ની ખાંસી – ઊટાટીયું

બાળક અને વૃધ્ધ બને એકસરખા. તફાવત માત્ર ચિંતાનો. આદ્ય શંકરાચાર્ય કહે છે ને કે “ બાલ સ્તાવત ક્રીડા સકત: , તરુણ સ્તાવત તરુણી શકત: , વૃધ્ધ સ્તાવત ચિંતા મગ્ન:”   પરંતુ બીમારી માં બનેને ખુબ જ સાચવવા પડે. ક્યારે કઈ બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય. ખાંસી – ઉધરસ માટે પણ આવું જ છે. સામાન્યતઃ ખાંસી કફ થી   થાય , ગરમી માં કે ગરમી થી પિત ની   ખાંસી થાય પરંતુ બાળક ને ઊટાટીયા ની ખાંસી અને ઘરડા માણસો ને ઉમર ના કારણે અથવા રોગ વધી જવાથી થતી ખાંસી તે વાયુ ની. ઊટાટીયું  –  આધુનિક ભાષા માં હુપીંગ કફ( whooping cough) અથવા તો pertussis  તેને કહે છે. આ ચેપી રોગ છે. આ રોગ નું કારણ Bordetella pertussis નામ ના જીવાણું મનાય છે. આ રોગ થાય એટલે ૭ થી ૧૫ દિવસ તાવ રહે છે. તે દસ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. આ રોગ નો ફેલાવો થુંક , શ્વાસ થી થાય છે. ઊટાટીયું થવા પહેલા ઝીણો તાવ આવે છે સાથે સાથે તીવ્ર ખાંસી પણ થાય છે. ખાંસી સુકી હોય છે અને તેનો વેગ ક્યારેક એટલો તીવ્ર હોય છે કે બાળક ખાંસી કરતા ઉલટી પણ કરી દે છે. ઘણું કરી ને ઊટાટીયું ખાંસી રાત્ર...

વાંઝીયા મહેણું ભાંગે – રસોનતેલ

સ્ત્રી જીવન નું પરમોરસ સુખ એટલે અપત્ય.   કુળ ના સંસ્કારો ને વધારી ને તેની સુગંધ પ્રસરાવે છે તે એટલે સંતાન. પૂર્વજોની કીર્તિ વધારે તે પુત્ર. આ બધી વ્યાખ્યા અને ભાવનાઓ ને  કારણે ખોળોનો ખુંદનાર ની ઝંખના એટલી તીવ્ર હોય છે કે તે વિના નું જીવન અધૂરું કે મહેણું લાગે છે. વંધ્યત્વ એટલે કે વાંઝીયા પણું મુખ્યત્વે પુરુષ ના કારણે થાય છે અને તેના કારણ ની તપાસ અને સારવાર પણ સહેલી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં સ્ત્રી પણ વંધ્યત્વ નું કારણ હોય છે સ્ત્રી વંધ્યત્વ ના કારણો માટે આયુર્વેદ  માં એક સ્વતંત્ર અધ્યાય લખ્યો છે અને તેના ૩૦ કારણો જણાવ્યા છે. તેમના કેટલાક કારણો અને તેના ઘરેલું ઉપચાર વિષે અહી શાસ્ત્ર નો વિચાર અને અમારા અનુભવ વાગોળીએ. ૧. વામીની   યોની  – એટલે કે જે યોની શુક્રધાતુ નું વમન- ઉલટી કરી નાખે તે વામીની યોની. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ નો વ્યવાયિક સબંધ થયા પછી દોઢ કલાક પછી શુક્ર અને આર્તવબીજ (રજ) નું ફેલોપીયન ટયુબ માં મિલન થતું હોય છે. તેથી જો યોની શુક્રધાતુ નું દોઢ કલાક ની પહેલા વમન – ઉલટી કરી નાખે તો ગર્ભપ્રાપ્તિ સંભવ નથી. અહી શુક્ર ધાતુ નું વમન થવું એ ય...

જીર્ણાતિસાર માં માત્રા બસ્તિ

गुदेन बहु द्रव मल सरणमतिसार – मधुकोष ગુદામાર્ગ થી અધિકમાત્રા માં દ્રવપ્રધાન મળપ્રવૃત્તિ થવી અર્થાત વધુ વખત અને વધુ માત્રા માં શરીર ની પ્રવાહી ધાતુ પુરીષ ની સાથે મળી ને ગુદામાર્ગથી બહાર નીકળે છે તેને અતિસાર – ઝાડા-ડાયેરિયા કહે છે.     અતિસાર માં અગ્નિની મંદતા અને વાયુ નો પ્રકોપ થાય તે મુખ્ય છે. આજકાલ લોકો અજીર્ણ , અધ્યસન ( વારંવાર નું ભોજન અને ટેન્શન સાથે લોકો જીવે છે. ફાસ્ટફૂડ , દુષિતાહાર અને પૈસા ની પાછળ દોડતો રહેલો માનસ શું થયું અને શું થશે ની ચિંતા અને ભય ની સાથે જીવે છે. તેની સાથે દિવસ માં ૨-૪ વખત મળ પ્રવૃત્તિ માટે જવું , ભૂખ ન લાગવી , અપચો યા વેગો ને રોકવાથી આનાહ – આટોપ (ગેસ-આફરો-કબજીયાત) થાય છે અને તે દર્દો કાયમીના બની જાય છે ત્યારે લોકો કઈ ન કઈ ઔષધી લઇ ને તત્કાળ ફાયદો લઇ લે છે. પરંતુ મંદાગ્ની માં અહિતાશન – અહિત આહાર વિહાર ના સેવન થી અજીર્ણ અને અતિસાર જીર્ણ બની જાય છે અને ત્રણેય દોષ ના પ્રકોપ સાથે રોગ બળવાન બને છે ત્યારે ઋતુ , પ્રકૃતિ , આહાર અને અવસ્થાના કારણે આમાતિસાર , પિતાતિસાર , ભય-શોકાતિસાર , ગ્રહણી ના રોગો ઉત્પન્ન થાય છે. જીર્ણાતિસાર ના સામાન્ય લ...

હાર્ટ બ્લોકેજ માં આયુર્વેદ (Heart Blockage - Ayurveda )

ભગવાન કહે છે કે, હું બધા ના હૃદય માં રહેલો છું. તેથી જેમ આપણા સાચા-ખોટા કાર્યો નો પ્રભુ સાક્ષી છે તેમ આપણી ચિંતા, ભાગ દોડ કે સારું ખરાબ ખાવા ની ટેવ અને રહેણી કરણીની બધી જ અસર-આડઅસર પણ ભગવાન ને દુઃખી કે સુખી કરે છે અને તેના કારણે હૃદય ના કાર્ય અને તેની સાથે જોડાયેલા શરીર ના અંગો ફેફસાં, મગજ ના રોગો થાય છે.                 આજે થતા મૃત્યુ માં ૧૫% થી વધુ મૃત્યુ હૃદયના કારણે થાય છે જેમાં હાર્ટ એટેક મુખ્ય છે. હાર્ટ એટેક થવા માં મુખ્ય કારણ – મહેનત, શ્વાસ રોગ કે લોહી ની ઉણપતા કદાચ ઓછુ હશે. પરંતુ વિશેષ કારણ છે – આળસ, ઓછી મહેનત, ચિંતા, ભૂખ વગર નું ભોજન, સંચય નો અભાવ, વિરુદ્ધાહાર નું વધુ સેવન, ખાધા પછી પણ ખાવાની ટેવ, અપચો, વધુ પાણી પીવાની ટેવ, વ્યાયામ નો અભાવ, ગળ્યું – ખાટું – પ્રવાહી – ચીકણું – તલ + ગોળ વધુ ખાવા ની ટેવ, મહેનત વધુ ને ખોરાક ઓછો, ચિંતા, ભય, ખોટી દવાઓ, પંચકર્મ ના પણ ખોટા ઉપચાર કે અયોગ્ય પધ્ધતિ થી થતા પંચકર્મ ની આડઅસર, મળ – મૂત્ર ના વેગ રોકવામાં આવે, વધુ પ્રમાણમાં થતા ઉપવાસ કે શારીરિક – માનસિક આઘાત થી હૃદ...

કર્ણ પૂય - કાન માં રસી આવવી

આયુર્વેદ ના આચાર્ય જયારે એમ કહે કે ,” चक्षुषो विशेषात् श्लेष्मतो भयम् |”  એટલેકે આંખ ને વિશેષ કરીને કફ નો ભય હોયછે. આ સૂત્ર વૈદ્ય વાંચી ને વિચાર કરેછે કે અહીં આંખ ની સાથે કાન , નાક , ગળું , દાંત , પેઢા , જીભ અને તમામ માનસિક રોગો થવામાં મુખ્ય કારણ કફ નો સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ. આંખ માં તેજ મહાભૂત છે તો કાન માં આકાશ મહાભૂત નું સ્થાન છે. પૃથ્વી અને જળ પકડી શકાય , તેજ ને જોઈ શકાય , વાયુ નો અનુભવ કરી શકાય જયારે આકાશ નો અનુભવ પણ કરી શકતા નથી તો પછી કાન ના રોગો ને સમજવા , સારવાર કરવી ને મૂળ થી મટાડવા તે આકાશ ને સ્પર્શ કરવા જેટલું અઘરું છે ને તેથી જ કાન ના રોગો નથી તો ઓપરેશન થી સંપૂર્ણ મટતા કે નથી બહેરાશ કે નથી કાન માં અવાજ આવવો જેવા રોગો ની થતી મૂલગામી સારવાર.   પરંતુ જયારે શરદી થાય કે અપાન વાયુ અવળો થવાથી કાન , નાક , આંખ ની કુદરતી ચિકાશ બહાર ના કચરા સાથે કે કફ સાથે બહાર નીકળે છે તેને સાદી ભાષા માં કાન , નાક કે આંખ ની શરદી કહીએ તોય ખોટું નથી. એટલેકે કાન માં થી રસી આવે , ખંજવાળ આવે , નાક બંધ થાય , છીંકો આવે , નાક માં સોજો આવે , નાક નો પડદો વાંકો થાય , આંખ માં ખજવાળ , પાણી ...

વિષચક્ર નું ભેદન કરે આયુર્વેદ

આયુર્વેદ અમૃતમય છે , જે મૃત્યુ માં થી ઉગારે , જેના સંસર્ગ થી મૃત્યુ દુર જાય છે , જેના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવવાથી તેજસ્વી , નિરામય , દીર્ઘાયુ , શતાયુ જીવન જીવી શકાય છે તે અમૃત છે. તેથી જ આજે એલોપથી ને આધુનિકતા નો ઝાકઝમાળ હોવા છતાંય સૌ કોઈ નું આયુર્વેદ , જૈવિક ,   પ્રાચીન , કુદરતી જીવન પદ્ધતિ પ્રત્યે આકર્ષણ એટલુ જ છે જેટલું પહેલા હતું બલ્કે આજ ની જીવન પદ્ધતી ને આધુનિકતા ની આડઅસરો ના કારણે આકર્ષણ વધ્યું છે. રોગ થવા ના સ્થાન બે: શરીર અને મન. શરીર માં થતો કોઈપણ રોગ સપ્તાહ પછી મન માં સ્થાન આવે છે , મન માં થતો કોઈપણ રોગ સપ્તાહ પછી શરીર માં થાય છે. તેમ વિચારીએ તો પ્રત્યેક વ્યક્તિ બિમાર છે. આચાર્ય સુશ્રુતે કહેલી સ્વસ્થ ની વ્યાખ્યા અહી સારી રીતે સમજાય છે કે પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન: સ્વસ્થ ઇતિ અભિધીયતે .   હમણાં એક ભાઈ આવ્યા , તેમને કૌટુંબિક વિચારો ના કારણે ઉંઘ ઓછી થઇ તેની સારવાર કરાવતા તે દવાઓ ની ટેવ પડી ગઈ અને તેની આડઅસર થવાથી ભૂખ ઓછી થઇ , પાચન નબળું થયું , કબજિયાત રહેવા લાગી , જાતીય નબળાઈ આવી , થાક અને અશક્તિ લાગે , કામ કરવાની સ્ફૂર્તિ રહે નહિ , યાદ શક્તિ ઘટવા લા...

ઠંડી માં વજન વધારો

૩૪ વર્ષ ની ઉમર ને ૩૫ કી , ગ્રા . વજન હોય તેવી કોઈપણ બિમારી વિના ની પત્ની ની સાથે જવામાં કેટલાક ને શરમ આવે તેથી એકલા જ વૈદ્ય પાસે આવી ને પૂછે .. સાહેબ , વજન વધારવું હોય તો શું કરવું ? અને માતા તેવી દીકરી ૧૧ વર્ષ ની દીકરી નું વજન પણ ૩૦ કી . ગ્રા . ... ત્યારે તેમને જે સલાહ આપી તે તમે પણ વાંચો ....   ●        વજન ઘટવાના કારણો ......             દર્દ નથી તેવું ભલે લાગે , પરંતુ જેવી રીતે કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી . તેવી રીતે દર્દ વિના વજન ઘટવાનું બને જ નહિ . જે કારણો આપણને જલ્દી દેખાતા ના હોય જે અમને વૈદ્યો ને દેખાય ... જેમકે ... ૧ ) જીર્ણ તાવ . જેમાં ઉતરોતર રસ , લોહી , માંસ એમ સાતેય ધાતુ ઓ ઘટવા માંડે એટલે શરીર વળે નહિ બલકે ક્ષય થતાં વાર ના લાગે . ૨ ) “ સંયમ નો અભાવ ” પણ વજન ઘટવા નું   મુખ્ય કારણ છે . સંયમ થી જ શક્તિ નો સંચય થાયછે . ૩ ) માનસિક કારણો .. ચિંતા , ઉજાગરો , ક્રોધ , મ...