Posts

અમ્લપિત્ત ? ? ? Acidity

એસીડીટી   નામ થી પ્રચલિત , સાચો કે ખોટો છતાં ઘર- ઘર માં દરેક ને પજવતો વ્યાધી , સામાન્ય પાણી , દૂધ , સાકર કે આદુ , મરી , લીંબુ થી કાબુ માં આવતો છતાં ભલ ભલા તબીબો થી ય નહિ મટતો ને ક્યારેક હાર્ટ એટેક નું પૂર્વરૂપ બતાવતો અમ્લપિત્ત- એસીડીટી એક સામાન્ય છતાં મહારોગ પણ છે.                   છાતી માં બળતરા થવી , તરસ વધુ લાગવી , ચક્કર આવવા , ઉબકા- ઉલટી થવી , ગભરામણ થવી ...... આ બધા જ લક્ષણો વિદગ્ધાજીર્ણ , અમ્લપિત્ત , સગર્ભાવસ્થા , હાઈ બી.પી ને હૃદયરોગ માં જોવા મળેછે. જેને અનુભવી ને અભ્યાસુ વૈદ્ય જ પારખી શકેછે. સામાન્ય લોકો તો આ બધું જ એસીડીટી સમજી ને ચૂસવા ની એન્ટાસીડ થી શરૂ કરી ને પેન્ટાપ્રાઝોલ સુધી ની દવાઓ કાયમી ચણા- મમરા ની જેમ ખાતા થઈ ને બીજા અનેક ઉપદ્રવો ના શિકાર થાયછે. અને આજની દવાઓ પણ એવી ગરમ હોય છે કે મોટા ભાગ ની દવાઓ ની સાથે તે ગરમ પડે નહિ તે માટે સાથે એન્ટાસીડ આપવી પડતી હોયછે.     આખરે તો.... માણસ ની પાચન શક્તિ નબળી પડી તેથી તો તે બીમાર થયો હોયછે ને તેમાં વણ જોઈતી દવાઓ નો મારો... પછ...

ત્રિફળા રસાયન

આજ નો યુવાન જાણે ઘરડો થયો છે. અકાળે સફેદ વાળ થઇ જાય.... તે તો જાણે આજના રાસાયણિક આહાર ને ભેળસેળિયા જમાના ના કારણે હશે , પરંતુ ઋષિ ની કલ્પના મુજબ ..... निस्कारनेन् षडंगो वेदाध्ययन .... કારણ વિના અભ્યાસ ની વૃતિ જ જાણે ચાલી ગઈ છે. આજે ભારતીય સંસ્કૃતિ રડતી રહેલી છે. આજે મંદિર , મૂર્તિપૂજા , યજ્ઞ , એકાદસી જેવા સંસ્કૃતિ ના સાધનો માં થી તેનું સત્વ ને તત્વ ચાલ્યું ગયું છે..... તેને હું ઉભું કરીશ.... આવું વિચારનાર ને ૧૦૦ સૂર્ય નમસ્કાર કરનાર કોઈ યુવાન છે ખરો ? આજે આપણા પ્રધાન મંત્રી , ક્રિકેટર વિરાટ કોહલી ને કેન્દ્રીય મંત્રી રાજવધઁનસિહ રાઠોડ .. શરીર , મન ની તંદુરસ્તી માટે યોગ-આસન ના પોતાના વીડીઓ બહાર પાડી ને સૌને કૈક અંશે યુવાન બંનાવવાની પ્રેરણા આપી રહ્યાછે. આયુર્વેદ માં આવી સમજણ ને જીવન માટે આચાર રસાયણ કહ્યું છે. તથા ઔષધ રસાયણ એટલે..... ત્રિફળા જેવા અનેક પ્રયોગો આપ્યા છે.       👉🏼 હરડે , બહેડા અને આમળા ના મિશ્રણ ને આયુર્વેદે ત્રિફળા કહ્યા છે. જેના થી સૌ કોઈ પરિચિત છે. આયુર્વેદ નું આ ઔષધ સામાન્ય રીતે કબજિયાત , હાઈ બી.પી , હરસ-મસા , વાઢીયા , આંખ ના , વાળ ના રોગો માટે...

સાંધા નો દુઃખાવો ..... દૂધ, કેળાં થી મટે ?

બાળપણ માં શરદી - કફ થાય , યુવાની માં ખીલ ને ગરમી થાય અને ઘડપણ માં સાંધા ના દર્દો ને “વા” – વાયુ ના રોગો જેવા કે .... મધુમેહ , અનિદ્રા , માનસિક રોગો , રાંઝણ , લકવો , હાઈ બી.પી , હૃદય રોગો થાય. ...... પરંતુ આ બધી જૂના જમાના ની વાતો થઈ ........ આજ નો બાળક મેગી , ચોકલેટ , આઈસ્ક્રીમ ખાઈ ને ટી.વી સામે બેસી રહે ને દડા જેવું શરીર બનાવે છે.   યુવાન પણ આઠ વાગે ઉઠતો ને ઝટપટ તૈયાર થઈ ને સ્કૂલ , ટ્યુશન કે કમાવા ભાગતો ને ટેન્શન માં દિવસ- રાત વિતાવતો તે અકાળે ઘરડો થઈ જતો જોવા મળેછે.   જો બાળક ને યુવાન આવા આળસુ બની જાય તો   આ દેશ ની આવતીકાલ ઘરડી જ હશે.   શું થયું માજી ને ? શું થયું દાદા ને ? .... આ શબ્દો જૂના થઈ જશે. ૨૫ વર્ષ ના યુવાન- યુવતી પણ ઘડપણ ના રોગો- સાંધા ના દુખાવા ના દર્દ થી દુઃખી જોવા મળશે. અને પછી તો એવું ભવિષ્ય માં કહેવાશે કે જે યુવાન કે બાળક ને સાંધાનું દર્દ કે ઘડપણ રોગો ના હોય તેને એવોર્ડ આપવો... શું આવું ભવિષ્ય જોવું છે આપણે ? ... આવું ભવિષ્ય , આવો મારો માયકાગલો ભારત ના જોવો હોય તો .... નિયમિત વ્યાયામ કે સૂર્ય નમસ્કાર ને વેદ- વિચારો નો અભ્યાસ- સ્વાધ્યાય ની પ્રત...

મરડો માઠો રોગ (Irritable bowel syndrome (IBS))

👉🏻 ગરમી   કે વરસાદી વાતાવરણ માં પાચન બગડે. તરસ થી અધિક કે પાચન શક્તિ થી અધિક પાણી કે પ્રવાહી લેવામાં આવે ત્યારે અતિસાર એટલેકે ઝાડા થાય. પાચન બગડ્યું તેથી ઝાડા થયા હોય , તે અતિશય વધુ પ્રમાણ હોય તો તાત્કાલિક ઝાડા બંધ થાય ને સૂંઠ ની જેમ પાચન સુધારે , ભૂખ ઉઘાડે   તેવી સારવાર   થવી જ જોઈએ. અને જ્યાં સુધી પાચન સુધરે નહિ ત્યાં સુધી ખોરાક કે બાટલા ચડાવવા જોઈએ નહિ અન્યથા પાચન બગડે ને મરડો થાય જેને સંસ્કૃત માં પ્રવાહિકા કે ગ્રહણી કહેવાય. 👉🏻 આયુર્વેદ ના આચાર્ય ચરક કહેછે કે अतिसारे निवृते अपि ,   मंदाग्ने अहितासन |   भूयः संदुसितो वह्निं: ,   गृहणीम अभी दूषयेत || •   અતિસાર :  જેમાં અધિક માત્રા માં પ્રવાહી મળ પ્રવૃત્તિ થાય તેને અતિસાર એટલેકે ઝાડા કહેછે. •   પ્રવાહિકા :  જેમાં પેટ માં ચૂંક વધારે આવે , સંડાસ જતી વખતે જોર ઘણું કરવું પડે ને તોય મળ બકરી ની લીંડી જેવો , ચિકાશ યુક્ત આવે ને વારંવાર સંડાસ જવા ની ઈચ્છા થાય તેને પ્રવાહિકા – મરડો કહેછે. •   ગ્રહણી :  આપણા   શરીર માં મોઢા નું કામ ખોરાક ને ચાવવાનું છે , હોજરી ...

શ્રીખંડ, આઈસ્ક્રીમ....... ના લાભાલાભ

👉🏻 ઉનાળો ધોમ ધખે છે , ગરમી સતત આપણ ને સૂચવે છે કે વૃક્ષ વાવવાની વાતો હવે બંધ કરો ને ઓછા નામે વૃક્ષો જે કઈ બચ્યા છે તેને કાપશો નહી ને તોય કૈક ધરતી માતા ની સેવા કરી ગણાશે અને વ્યક્તિ દીઠ એક વૃક્ષ નું ભક્તિ ભાવ થી જતન કરીશું  તો... તો.. ઘણું મોટું પુણ્ય નું કામ કહેવાશે , તેની નોધ ભગવાન લેશે. 👉🏻 આવી ગરમી માં આપણે સૌ ઠંડક માટે સરબત , આઈસ્ક્રીમ , શ્રીખંડ , લસ્છી જેવા દ્રવ્યો નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના લાભાલાભ પણ જાણવાનું મન થાય તે સહજ છે. શ્રીખંડ:    શ્રીખંડ દહીં માં થી બનેછે પરંતુ દહીં ગરમ છે તેથી તેમાં ખાંડ કે સાકર ઉમેરવાથી ગરમી દૂર થાય , દહીં અભિસ્યન્દી છે એટલેકે શરીર ના સ્રોતસ ને રોકનાર છે. સાંધા નો દુઃખાવો કે હાઈ બી.પી , હાઈ કોલેસ્ટેરોલ , સોજા , શરદી , સાયનસાયટીસ , કાકડા નો સોજો , ચામડી ના તમામ રોગો..... આ .. દહીં થી થઇ શકેછે , તેથી શ્રીખંડ બનાવવા માં તેને કાપડ ઉપર ઘસી ને કે કાપડ થી નિચોવી ને તેમાં તજ , એલચી , લવિંગ નાખવા માં આવે જેથી દહીં નો તે અવગુણ દૂર થાય ને ઉનાળા ની ગરમી માં ગુણકારી બને. તેથી જેમને બરાબર ભૂખ લગતી હોય , શરીર ભારે ના હોય , ચામડી નો રોગ...

નાના સાંધા માં થતો ગાંઠિયો..“વા“- વાતરક્ત (Gout)

👉🏻 જ્યાં જ્યાં દુઃખાવો ત્યાં ત્યાં વાયુ છે તેમ સમજો. વાયુ સંપૂર્ણ શરીર માં ફરતો રહેલો છે. પરંતુ જયારે તેને ફરવા ની ગતિ માં અવરોધ આવે ત્યારે તે દુઃખાવો કરે છે. વાયુ ની ફરવા ની ગતિ માં સાંધા ના સ્થાને આમદોષ થી કે કોઈપણ દોષ થી બગડેલા લોહી થી સોજો થઇ જાય ત્યારે ત્યાં વાયુ ની ગતિ માં અવરોધ આવે ને ત્યાં દુઃખાવો , લાલાશ , બળતરા , સોજો થઈ આવે તેને ગાંઠિયો વા કે વાતરક્ત અમે વૈદ્યો કહીએ છીએ જેને કેટલાક ગાઉટ કે યુરિક એસીડ નું પ્રમાણ વધવાથી થયેલો સોજો કહેછે અને ક્યાંક તો વિટામીન બિ.૧૨ ની ખામી નો રોગ કહેછે...  પરંતુ તે નિદાન બરાબર બંધબેસતુ નથી તેથી અમને તો લોહી બગાડ થી થયેલો વા નામનો રોગ જ લાગેછે. કારણકે નિદાન થી જ સાચી સારવાર શક્ય બનેછે. અંગમર્દ અરુચિ તૃષ્ણા આલશ્યમ ગૌરવમ જવર: | અપાક: શુનતામ  અંગાનામ આમવાતસ્ય લક્ષણમ || 👉🏻 જયારે ખાધેલો ખોરાક પચે નહિ ને તેમાંથી બનતો કાચો રસ સાંધામાં જમા થાય ત્યારે સોજા થઈ આવે છે. જે મોટા સાંધામાં થાયછે જેને આમવાત કહીએ.  પરંતુ તીખા , તળેલા , ખાટા કે ગરમ ખોરાક થી , ચિંતા , ક્રોધ થી લોહી બગડે છે  ત્યારે તેનાથી જે સોજા આવેછે તે નાના સ...

ધોળો કોઢ.... શ્વિત્ર કેવી રીતે મટે ? (Vitiligo treatment - Ayurveda)

કોઢ શબ્દ સાંભળતાજ જ્યાં આંખો ભારે થઇ જાય ત્યાં ધોળો કોઢ સાંભળતા જ શું થતું હશે ? એ તો જેમને થયો હોય તે જ સમજી શકે ! આયુર્વેદ દ્રષ્ટિ થી તો જ્યાં ચામડી નો વર્ણ બગડે તેને કોઢ કહ્યો છે. ચામડી ના રોગો માટે આયુર્વેદ માં ઘણું ખેડાણ થયું છે.  તેથી જ સમાજ માં છાપ છે કે સૌંદર્ય માટે , ચામડી ના રોગો મટાડવા માટે આયુર્વેદ પાસે જ જવાય.  લઘુ કુષ્ઠ -૧૧ , મહાકુષ્ઠ - ૭ , ક્ષુદ્ર રોગો-૪૨ , ત્રીદોષ જ , અન્યોન્ય દોષ જ , દોષ ધાતુ જન્ય , ઉપરાંત કાળો કોઢ , ધોળો કોઢ , લાલ કોઢ , આવા અસંખ્ય પ્રકાર ના ચામડી ના રોગો નું વર્ણન અને સારવાર એ આયુર્વેદ ની ઉપલબ્ધી છે. આ બધાજ ચામડી ના રોગો માં માત્ર ધોળો કોઢ એક એવો રોગ છે કે  જેમાં ખંજવાળ નહિ હોવા છતાં તથા ઘણું કરી ને પાક , પરુ , સોજા નહિ હોવા છતાં તે રોગ ગમતો નથી. ચીતરી ચડે છે. કારણકે તેનાથી સૌંદર્ય ઘટેછે. તડકો સહન થઈ સકતો નથી. રોગ પ્રતિકાર શક્તિ ઘટે છે. ઘણો જુનો હોય તો તે વારસા માં આવે છે. તેથી તેને મટાડવા માટે સૌ કોઈ તત્પર રહેછે. પરંતુ જે સફેદ દાગ- ધોળો કોઢ એક વર્ષ જુનો હોય તે સરળતા થી મટે છે. એક વર્ષ થી જ્યાં વધુ સમય થયો હોય તે મુશ્કેલી ...