Posts

વંધ્યત્વ નું કારણ: ડેરી નું દૂધ કે કૃત્રિમ બીજદાન

કૃત્રિમ બીજદાન એટલેકે ટેસ્ટ ટ્યુબ બેબી , આજની બહુ વખણાયેલી IVF કે   IUI પદ્ધતિ. જે આજે વંધ્યત્વ ના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે. જેમ માણસ માં તેમ પશુઓ માં પણ આવી જ પદ્ધતિ પ્રચલિત છે જેને A.I કહેછે.   હવે પ્રશ્ન થાય કે દિવસે ને દિવસે વંધ્યત્વ ના દરદીઓ શા માટે વધતા જ જાયછે. જો કે આવો પ્રશ્ન સામાન્ય માણસ ને તો થતો જ નથી કે નથી થતો ગતાનુગતિક પ્રેક્ટીસ કરતાં તબીબોને.!! આવો પ્રશ્ન અને તે વિષે વિચાર કરતાં જે કેટલાક ચોકાવનારા તથ્ય સામે આવ્યા છે તે અહી વાંચક ને વિચારક પાસે રજુ કરુંછુ. ડેરી નું દૂધ: જો કે હવે ડેરીઓ જાગૃત બની છે કે દેશી ગાય નો પ્રચાર કરેછે. જાગ્યા ત્યાર થી સવાર. પરંતુ હજુ પણ ડેરી માં પુષ્કળ પ્રમાણ માં સંકર ગાય નું દૂધ આવેછે. જે સંકર ગાય ના દૂધ થી વંધ્યત્વ- વાંઝીયાપણું અને કેન્સર જેવા રોગો થાયછે તેવું સંશોધન માં આવ્યા પછી ગુજરાત હાઈકોર્ટે ડેરી ને સરકાર ને ચેતવણી આપેલી પણ સંકર ગાયો સર્વત્ર પથરાઈ ગયા પછી સરકાર પણ લાચાર બની ગઈ છતાં હવે ઘોડો છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા નો પ્રયત્ન થઈ રહ્યોછે.. પશુઓ માં A.I એટલેકે કૃત્રિમ બીજદાન:   માણસ એ બુદ્ધિશાળી ...

અજા રક્તબસ્તિ

  એઈડ્ઝ , ઝેરી કમળો- હીપેટાઈટીસ-બી પોઝીટીવ ... જેવા ચેપી ને જીવનભર સાથે રહેનારા રોગો થવાના ઘણા કારણો માં એક કારણ છે – ચેપી લોહી એકનું બીજાને ચડાવવાથી આ ગંભીર રોગો ફેલાય છે. લેબોરેટરી ની પૂરી ચકાસણી છતાંય માનવ સહજ ભૂલ થાય એટલે તે- તે દર્દી ને તો જીવનભર ની સજા. अहिंसा प्राण वर्धनानाम || આયુષ્ય આયુષ્ય વધારવા માટે અહિંસા થી શ્રેષ્ઠ એક પણ ઔષધ નથી. અહિંસા એટલે પ્રેમ કરવો. જીવ , જગત ને જગદીશ ઉપર પ્રેમ કરવાનું શિક્ષણ જે આયુર્વેદ આપેછે તે જ આયુર્વેદ માણસ નો જીવ બચાવવા માટે માણસ નું નહિ પણ વહી જતા બકરી ના લોહી નો ઉપયોગ કરવાની ભલામણ કરેછે.   ત્યારે આયુર્વેદની આ... બકરી ના લોહી ની ગુદા માર્ગ થી આપવામાં આવતી બસ્તિ ની પદ્ધતિ નો પ્રયોગ સરળ છે , ચેપ રહિત છે , west માં થી best છે , ખર્ચાળ નથી , કોઈ આડઅસર નો ભય નથી , ઝડપી ને ઉત્તમ પરિણામ આપનારો આ પ્રયોગ છે અને આજના સમય માં સંપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો માં થી પસાર થયેલ છે. અમદાવાદ ની અખંડાનંદ આયુર્વેદ કોલેજ માં વૈદ્ય અતુલ ભાવસાર ના પ્રયત્નો થી   છેલ્લા લગભગ દસ થી અધિક વર્ષ થી અજા રક્તબસ્તિ દ્વારા અનેક દરદીઓને જીવનદાન મળેલ છે. ચરક સંહિ...

વર્ષા માં વાયુ

  મહર્ષિ ચરક ને વાયુ માં પ્રભુ દેખાયો. જેમ પ્રભુ સમગ્ર સૃષ્ટિ નું ધારણ , પોષણ અને વિસર્જન કરેછે તેવી જ રીતે વાયુ પણ તેવું જ કામ કરતો હોવાથી   વાયુ: પ્રભુ: | વિશેષ માં ઋષિ કહેછે કે......   પિત: પંગુ , કફ: પંગુ , પંગવો મલધાતવ: | વાયુનામ યત્ર નિયન્તે તત્ર ગચ્છન્તિ મેઘવત ||   આપણા    શરીર માં રહેલા બધાજ વાયુ સિવાય ના દોષ- પિત્ત અને કફ બંને પાંગળા છે , સાતેય સાત ધાતુઓ પાંગળી છે , મળ-મૂત્ર ને પરસેવો એ ત્રણેય મળ પણ પાંગળા છે. બળવાન છે એકમાત્ર- વાયુ. અને આખા વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ વર્ષાઋતુ માં થાયછે અને પાચન ની નબળાઈ   પણ આ જ ઋતુ માં વિશેષ થાયછે જેમાં થી બધા જ રોગો ઉત્પન્ન થાયછે. रोगाः सर्वे अपि मन्देग्नौ || તેથી સાજા માણસે સાજા રહેવા માટે અને બિમાર ની બિમારી વધે નહિ તે માટે જ આ ઋતુ માં ઋષિ એ ઉપવાસ , લંઘન અને સંયમ નું વિશેષ મહત્વ સમજાવવા માટે ચાતુર્માસ , ભગવાન ના સુઈ જવાની કલ્પના અને પર્યુષણ દ્વારા જીવન જીવવાની કળા શીખવેછે.   પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન એ વાયુ ના પાંચ પ્રકાર છે. જે નામો ને આપણે પૂજા ના વિધિ- વિધાન માં બોલીએ ...

વિટામીન...B 12.. ની ખામી અને તેના ઉપચાર

વિટામીન એટલે જીવનીય તત્વ. જેનું કામ છે પાચન માં ને શરીર ના વિકાસ ને ઉપયોગી અંતઃસ્ત્રાવ ને ઉત્પન્ન કરવામાં મદદ કરવાનુ. વિટામીન B12 એ શરીર ના Nervous System ઉપર અસરકર્તા પરિબળ છે.   B12 જો ઘટે છે તો તેનાથી નર્વસ સિસ્ટમ નું કાર્ય ખોરવાય છે.   કારણ વિના થાક લાગવો , શરીર દુઃખવું , ભૂખ ઓછી થઈ જવી , શરીર માં હાડ નો તાવ- જીર્ણજ્વર રહેવો , આંખ ની દ્રષ્ટિ નબળી પડવી , ચિંતા સતત રહ્યા કરે , માનસિક થાક લાગે , ઉત્સાહ- સ્ફૂર્તિ નો અભાવ. આવા બધા લક્ષણો જોવા મળે એટલે તબીબ ને દર્દી બધા જ એક મતે આવી જાય કે , આ ભાઈ કે બહેન ને B12 ની ખામી છે , અને પછી ચક્કર ચાલુ થઈ જાય તેના ઈન્જેકશન કે ટીકડી નો વારંવાર નો કોર્ષ કરવાનો... પરંતુ આથી દર્દ દૂર થતું નથી પણ થોડા સમય માટે સારું લાગે... ખરેખર આ B12 ઘટવાનું કારણ શું છે ? તેનો વિચાર થવો જોઈએ. માંસાહારને પ્રકૃતિદત પાણી માં આ વિટામીન હોયછે. જે શાકાહારી ને મિનરલ પાણી પીવાથી આની ખામી ઉત્પન્ન થાયછે. આ કારણો   સાચા છે તે ચોક્કસ પરંતુ આયુર્વેદ કહેછે કે છ રસ યુક્ત ખોરાક તે સંપૂર્ણ ખોરાક છે , તથા તે તે ખોરાક- પાણી નું પાચન કરે તેવો અગ્નિ- ભૂખ પ્...

ક્ષય ભગાવે સિતોપલાદિ

આયુર્વેદ ના ઔષધો ની મસ્તી જ કૈક અનેરી છે. જેમકે....અરડુષી માટે રાજનિઘંટુ માં લખ્યું છે કે... વાસાયામ વિદ્યમાનાય , આશાયામ જીવિતસ્ય ચ | રક્તપિત ક્ષયી કાસી , કિમર્થમવસીદતી ||   આપણા ઋષિ કેટલા વિશ્વાસ થી કહેછે કે... જ્યાં સુધી અરડુષી તમારી પાસે હોય ત્યાં સુધી લોહી પડતું હોય તેમણે , ક્ષય કે ઉધરસ હોય તેમણે ગભરાવાની જરૂર નથી.   આવો જ મિજાજ.... ડોડી , ગળો , આમળા , હરડે , બ્રાહ્મી , કુંવારપાઠું , લીમડો... એમ બધાજ ઔષધો નો છે. ... આવા જ કેટલાક ઔષધો ના મિશ્રણ પણ છે... તેમાંનું એક એટલે.. સિતોપલાદી ચૂર્ણ છે.   જે ક્ષય નો પણ ક્ષય કરનાર છે. જેમાં સાકર અડધો- અડધ આવેછે , ઉપરાંત માં ક્રમ થી અડધા- અડધા ભાગ માં ... વંશલોચન , લીંડીપીપર , એલાયચી ને તજ આવેછે.   સાવ સામાન્ય જણાતું , ઘરે જાતે જ બનાવી શકાય તેવું , બજાર માં સર્વત્ર સરળતાથી મળતું તેવું આ ઔષધ છે. જેનો સામાન્ય રીતે લોકો ખાંસી માટે જ ઉપયોગ કરેછે અને તેનાથી ખાંસી ના મટે ત્યારે જાણે સંપૂર્ણ આયુર્વેદ વિશ્વ ને બદનામ કરતા હોય તેમ કહે , અમે , દેશી દવા પણ કરી તો પણ અમારું દર્દ ના મટ્યું !!.. તેથી આ ને આવા લેખ વાંચી ને જાતે દવા ...

અનેક રોગો માં ઉપયોગી---- પંચગવ્ય

હે , ગાય માતા , તારા થકી મારા દેશવાસી ઓ નું શરીર વજ્ર સમાન , મનોબળ સિંહ સમાન , બુદ્ધિ સૂર્ય સમાન , હૃદય ગંગા સમાન અને આત્મા પરમ તત્વનો તેજ પૂંજ થાઓ !     બ્લડપ્રેશર , આંખના નંબર , કબજીયાત , કમજોરી , હૃદયરોગ , ખરાબ કોલેસ્ટેરોલ , અનિંદ્રા , કેન્સર , ચામડીના રોગો , પેટ ના રોગો , કમળો , મલેરિયા , માનસિક રોગો- ખેંચ , વાઈ , ગાંડપણ ...જેવા અનેક રોગો નું અક્સીર ઔષધ ગાય નું દૂધ , દહીં , ઘી , મૂત્ર ને છાણ છે જેને આપણે પંચગવ્ય કહીએ છીએ. જે આપણને હાથવગું છે. પરંતુ આપણે દેશી ગાયને દૂર કરીને જાતે જ આપણે આપણા પગ પર કુહાડો માર્યો છે. રૂપિયા ની પાછળ પડી ને શંકર કે H.F. ગાય લાવી ને આપણે આપણું , લોકોનું , સમાજનું , રાષ્ટ્રનું અને ભગવાનનું અહિત કરી રહ્યા છીએ. જે દર્દો દેશી ગાય થી મટે તે બધાજ આ વિદેશી ગાય થી ઉત્પન્ન થાયછે ઉપરાંત માં કેન્સર ને વાંઝીયાપણા ની ભેટ મળેછે. આજના જમાનામાં માનવી ની રોગ પ્રતિકાર શક્તિ ઘટતી જાયછે અને નવા નવા રોગો તેથી ઉભા થતાં જાયછે. ત્યારે પવિત્ર ગણાતી આ ગાય ના પંચગવ્ય નો ઉપયોગ અક્શીર ઈલાજ છે.   •          ...