Posts

લાભ પાંચમ – જ્ઞાન પંચમી

નવા વર્ષ માં નથી નવું કઈ બધું પુરાણું ભાસે છે. એ જ સૂર્ય ને એ જ ચંદ્ર છે , એ જ ઘટમાળ ચાલે છે. નવું વર્ષ , ભાઈબીજ , લાભપાંચમ – જ્ઞાન પાંચમ... આ બધા ઉત્સવો એ ..... સૌના જીવન માં , મન માં , બુદ્ધિ અને ભાવ માં ઉત્સાહ નો સંચાર કરવા માટે , તેજસ્વી જીવન જીવવાને માટે દ્રષ્ટિ આપનાર છે.                  આજે સૌની નજર લાભ –ફાયદા તરફ છે તેથી જ્ઞાન નું મૂલ્ય ઘટ્યું ને વિત નું મૂલ્ય વધ્યું અને તેમાં લાભ જોવાની દ્રષ્ટિ થી લાભ પંચમી આવી. આયુર્વેદ માં ચરક સંહિતા માં લખ્યું છે કે.... “ શરીર ઇન્દ્રિય સત્વ આત્મા સંયોગો ધારિ જીવીતમ |” ➖ અર્થાત માણસ , પશુ , પક્ષી પ્રત્યેક ના જીવન માં શરીર , ઇન્દ્રિયો , મન અને આત્મા નો સંયોગ છે. આ બધા જ અંગો નું સ્વાસ્થ્ય ટકી   રહે , તંદુરસ્ત બની રહે તે માટે વિચારવાનો સમય છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તી શબ્દો કેવળ બિમાર ન પડવું એ અર્થ માં જ નથી , કારણકે આજે આયુર્વેદ ની સ્વાસ્થ્ય ની વ્યાખ્યા પ્રમાણે તો બધા જ બિમાર છે. કારણકે તેમાં પ્રસન્નતા ઉપર ભાર મુક્યો છે.     ...

વિશ્વ આયુર્વેદ દિન... ધનતેરસ

આજે ચારેબાજુ ધન એટલે રૂપિયા , પૈસા જ સમજાય. કારણકે બધાના મગજમાં તેના જ બટાકા બફાતા હોયછે. જયારે આપણા ઋષીઓ એ શ્રીસૂક્તમ માં અગ્નિ , વાયુ , સૂર્ય , પૃથ્વી , પ્રકૃતિ , માતા- પિતા આ બધું જ ધન કહ્યુછે. તેમ આરોગ્ય પણ આપણું આદર્શ ધન છે. જો કે બીમારી આવે ત્યારે રૂપિયા ખર્ચાઈ જાય તેથી આરોગ્યને આપણે ધન માનવા લાગ્યા છીએ. પરંતુ આપણા ઋષીઓની આવી ટૂંકી કે સ્વાર્થી દ્રષ્ટી નથી રહી.   ઋષિ કહેછે........ મારે તંદુરસ્ત રહેવું છે કારણકે મારે ખૂબજ પ્રભુનું કાર્ય કરવું છે. મારે ધર્મ કાર્ય કરવું છે. આયુર્વેદ ની ઉત્પતિ નો હેતુ પણ આ જ છે ને !!!. હિમાલય ની તળેટી માં વિશ્વ ની પ્રથમ મેડીકલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે તેમાં પ્રમુખ વિષય જ આ હતો કે આજે લોકોને ધર્મ કાર્ય કરવા માટે અવરોધ રૂપ માત્ર રોગો જ છે. અને આ રોગો ની સારવાર નું જ્ઞાન દેવો પાસે છે છે તો તેમની પાસે થી જ્ઞાન કોણ લેવા જશે ? અંત માં ભરદ્વાજ ઋષિ પોતાની ટીમ સાથે તે જ્ઞાન લેવા માટે ગયા છે. જે આપણને આજે ચરક સંહિતા , સુશ્રુત સંહિતા સ્વરૂપે સર્વત્ર સુલભતાથી પ્રાપ્ય છે. આજે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્ર ભારત માં પ્રથમ વખત આયુર્વેદ ને આટલું સન્માન મળ્ય...

કાનની સંભાળ

આપણો આરોગ્યનો વારસો – આયુર્વેદ , તેના આઠેય અંગોથી વિભૂષિત છે. ..તેના આઠ અંગોમાં ઉર્ધ્વાંગ એટલેકે શાલાક્ય તંત્ર એટલેકે આંખ , નાક , કાન , ગળું , દાંત , મગજ અને માથા ને લગતાં તમામ રોગોને સમાવતો વિભાગ. અહી આટલા બધા અંગોના રોગો એકજ વિભાગ માં શા માટે ઋષીએ મુક્યા હશે ?  ૧ , આંખ , કાન વિગેરે બધાજ અંગોના રોગ અને આરોગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. ૨ , આ બધાજ અંગોના રોગોમાં મુખ્ય કારણ કફ છે. ૩ , આ બધાજ અંગો ની સારવાર માં સાધન તરીકે નાના સળી જેવા યંત્ર નો ઉપયોગ વિશેષ થાયછે અને તે યંત્ર ને સંસ્કૃતમાં શલાકા કહેવાય તેથી આ વિભાગ ને શાલાક્ય તંત્ર કહેછે અને આ બધાજ અંગો શરીરમાં ઉપરની તરફ હોવાથી તથા ગાડીમાં એન્જીન જેટલા મહત્વના હોવાથી તેને ઉર્ધ્વાંગ કહેછે.   તત્વજ્ઞાનની ની ભાષામાં કહેવું હોયતો , “ માથાથી ચાલે તે માણસ અને પગથી ચાલે તે પશુ.” તેથી ઉર્ધ્વાંગ નું વિશેષ મહત્વ છે. ઉર્ધ્વાંગ ના અંગોમાં... તેજ મહાભૂત નું સ્થાન આંખમાં , જલ મહાભૂતનું સ્થાન કંઠમાં , વાયુ ને આકાશ મહાભૂતનું સ્થાન કાનમાં છે. એટલેકે મહાભૂતની દ્રષ્ટીએ પણ કાનનું વિશેષ મહત્વ છે. વાયુ બધામાં બળવાન છે ને આકાશ ની સારવાર કરવ...

હૃદય ની સારવાર, શરીર નો સાર.... ઓજસ

  સંતો , ભગવંતો ના શિર ની પાછળ બતાવાતું વલય- એ ઓજ નું પ્રતિક. પ્રત્યેક વ્યક્તિ માં ઓછા- વત્તા અંશે અન્યને ખેંચવાની શક્તિ રહેલીછે તે ઓજ છે. શરીર ની સાતેય ધાતુઓ નો સાર એટલે ઓજસ. જેમ શેરડી ના કણ-કણ માં રસ ભર્યો છે તેમ શરીર નો પ્રત્યેક અંશ ઓજ થી સમાયેલો છે. જેમ ભમરાઓ બધાજ પુષ્પોમાં થી સારરૂપ મધ એકત્ર કરેછે તેમ માણસ ના ગુણ , કર્મ , આહાર , આચાર માંથી ઓજ વિકસીત થાયછે.   સગર્ભાવસ્થા ના આઠમા મહિના માં ગર્ભ અને માતા માં ઓજ નું આદાન- પ્રદાન થાયછે. ત્યારે જો પ્રસુતિ થાય અને ઓજ બાળક માં હોય તો માતા નું મૃત્યુ થાય ને ઓજ જો માતામાં હોય તો બાળક નું મૃત્યુ થાયછે. તેથી એક વાત ચોક્કસ છે કે ઓજ છે તો જ જીવન છે ને ઓજ નથી તો મૃત્યુ છે. સગર્ભા ના સાતમાં માસ માં પ્રસુતિ થાય તો માતા ને બાળક બંને જીવેછે પરંતુ આઠમા માસ માં એક નું મૃત્યુ થાય આ હકીકત હોવાથી આજના પ્રત્યક્ષવાદી વિજ્ઞાનને આયુર્વેદ ની આ ઓજ ની વાત માન્ય વિના છૂટકો નથી.     આ ઓજસ શરીર માં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં તેનું મુખ્ય સ્થાન હૃદય હોવાથી હૃદય ની તંદુરસ્તી એ ઓજસ ને આધારિત છે   એટલેકે   સત્ય , સંતોષ , સેવા , જ્...

રાત્રી ભોજન દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.

જાણ્યું છતાં અજાણ્યું.   આપણે આજે   ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાંય કરતા નથી. અને ના કરવાના ઘણા કામ કરીએ છીએ. આરોગ્યના અને ધર્મના વિષય માં આવું વિશેષ જોવા મળેછે. લગ્ન સમારંભ હોય કે મિત્રો ની પાર્ટી માં જાણતા હોવા છતાં ના ખાવા નું ખાઈએ છીએ ને બહાનું આપીએ કે મિત્રો ને ખરાબ લાગે , તેમનો આગ્રહ ખૂબ જ હતો. બધાજ પારકા છે , પેટ પોતાનું છે. અંદર ભગવાન બેઠો છે. તે ભૂલી જઈએ છીએ.   ઉણોદરી અને ચૌવિહાર એ જૈન ધર્મ ના આયુર્વેદ માન્ય સિદ્ધાંતો સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. ચૌવિહાર એટલે સૂર્યાસ્ત પછી પાણી કે ખોરાક નું સેવન કરવું નહિ. અને ઉણોદરી એટલે ભૂખ થી અડધું ભોજન કરવું.   કમળ સમાન અંગ: આપણા શરીર માં હૃદય અને હોજરી આ બંને અંગો એવા છે કે જેને કમળ સાથે સરખાવી શકાય. કાદવ માં ઉગતું ને લક્ષ્મીજી નું આશ્રયસ્થાન એવું કમળ એ સુર્યમુખી છે. સૂર્યાસ્ત પછી તેનું પોયણું બંધ થઈ જાય ને સૂર્યોદય પછી જ તે ખીલે છે. તેવી જ સ્થિતિ આપણા આ બંને અંગો ની છે. સૂર્યાસ્ત પછી હોજરી ને નાના આંતરડા ખોરાક ને વલોવવા નું ને પચાવવાનું કામ ધીમું કરી દેછે. અને સૂર્યાસ્ત પછી હૃદય ની ગતિ એક્દમ મંદ કે ધીમી થઈ જ...

તાવ એક – રૂપ અનેક...

જેમ ઈશ્વર એક છે પરંતુ તેને સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે સ્વરૂપ આપીને પૂજા કરેછે. કહ્યું છે ને કે ,” કબીરા કૂવા એક હૈ , પનિહારી અનેક. બરતન સબકે ભિન્ન હૈ , પાણી સબકા એક. .............. તેવીજ રીતે પ્રત્યેક વ્યક્તિ , ઋતુ , સ્થિતિ પ્રમાણે તાવ દેખાય આપણ ને જુદો જુદો પરંતુ કોઈપણ તાવ નું મુખ્ય કારણ તો એક જ છે. આયુર્વેદ માં તાવ ના ૬૪ પ્રકાર બતાવ્યા છે. તાવ ને તમામ રોગો નો પર્યાય બતાવ્યો છે. તાવ વિષયે  આયુર્વેદ માં ઘણું જ ખેડાણ થયું છે. છતાં પણ હજુ તે વિષય માં કૈક ખૂટતું હોય તેવો ભાસ આયુર્વેદ અને તમામ પેથી ના તમામ તબીબો ને થઈ રહ્યો છે. આજે આપણે તેના મૂળભૂત સિદ્ધાંત ને સમજવા નો પ્રયત્ન કરીએ. તાવ ની વ્યાખ્યા:..... પાચનશક્તિ , ઋતુ , ઉંમર , સ્વભાવ થી વિરુદ્ધ જઈ જયારે માણસ અયોગ્ય આહાર કે વિહાર અપનાવે છે ત્યારે પાચન શક્તિ નબળી પડેછે. ત્યારે વાયુ , પિત્ત , કફ માંથી કોઈપણ એક , બે કે ત્રણેય દોષો નો એકસાથે કે અલગ- અલગ રીતે જયારે પ્રકોપ થાયછે. તે પ્રકુપિત થયેલા દોષો કોઠા માં રહેલા અગ્નિ ને બહાર ફેંકી દે છે. તે અગ્નિ ચામડી ને રસ , લોહી વિગેરે સાત ધાતુઓ માં આવી ને ફરેછે જેને આપણે   તાવ કહીએ ...

વંધ્યત્વ નું કારણ: ડેરી નું દૂધ કે કૃત્રિમ બીજદાન

કૃત્રિમ બીજદાન એટલેકે ટેસ્ટ ટ્યુબ બેબી , આજની બહુ વખણાયેલી IVF કે   IUI પદ્ધતિ. જે આજે વંધ્યત્વ ના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે. જેમ માણસ માં તેમ પશુઓ માં પણ આવી જ પદ્ધતિ પ્રચલિત છે જેને A.I કહેછે.   હવે પ્રશ્ન થાય કે દિવસે ને દિવસે વંધ્યત્વ ના દરદીઓ શા માટે વધતા જ જાયછે. જો કે આવો પ્રશ્ન સામાન્ય માણસ ને તો થતો જ નથી કે નથી થતો ગતાનુગતિક પ્રેક્ટીસ કરતાં તબીબોને.!! આવો પ્રશ્ન અને તે વિષે વિચાર કરતાં જે કેટલાક ચોકાવનારા તથ્ય સામે આવ્યા છે તે અહી વાંચક ને વિચારક પાસે રજુ કરુંછુ. ડેરી નું દૂધ: જો કે હવે ડેરીઓ જાગૃત બની છે કે દેશી ગાય નો પ્રચાર કરેછે. જાગ્યા ત્યાર થી સવાર. પરંતુ હજુ પણ ડેરી માં પુષ્કળ પ્રમાણ માં સંકર ગાય નું દૂધ આવેછે. જે સંકર ગાય ના દૂધ થી વંધ્યત્વ- વાંઝીયાપણું અને કેન્સર જેવા રોગો થાયછે તેવું સંશોધન માં આવ્યા પછી ગુજરાત હાઈકોર્ટે ડેરી ને સરકાર ને ચેતવણી આપેલી પણ સંકર ગાયો સર્વત્ર પથરાઈ ગયા પછી સરકાર પણ લાચાર બની ગઈ છતાં હવે ઘોડો છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા નો પ્રયત્ન થઈ રહ્યોછે.. પશુઓ માં A.I એટલેકે કૃત્રિમ બીજદાન:   માણસ એ બુદ્ધિશાળી ...