Posts

કબજીયાત ની કઠણાઈ

  આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ ઉપકુલપતિ રાજવૈદ્ય રસિકભાઈ પરીખ ઘણીવાર કહેતા કે , “ હું બુદ્ધિશાળી તેને જ કહું કે જેને સવારે ઉઠતાંની સાથે જ જેમ કાચની સપાટી પરથી તેલ સરી જાય   તેમ તેને મળ સરી જાય.” સંત વિનોબાજી કહેતા કે , સવારે ઉઠતાં ની સાથે જ મળ નું દર્શન કરવું જોઈએ. મળ તરે તો તંદુરસ્તી ને ડુબે તો બીમારી. આયુર્વેદ માં પણ અષ્ટાંગ હૃદય માં લખ્યું છે કે , પ્રત્યેક વ્યક્તિએ સવારે ઉઠતાં ની સાથે જ વિચાર કરવો જોઈએ કે મને આગળ ના દિવસ નું ખાધેલું પચ્યું છે કે નહિ ?. જો યોગ્ય રીતે આગલા દિવસ નું પચ્યું નથી તો સવારે કશું જ નહિ ખાતા ને સુંઠ થી ઉકાળેલું પાણી પીવાથી ખોરાક નું યોગ્ય પાચન થશે. જૈન સિદ્ધાંત પ્રમાણે રાત્રી ભોજન નહિ કરવાનું કારણ આ જ છે કે જેથી ખોરાક નું યોગ્ય પાચન થાય. બધાજ રોગો થવાનું મૂળ છે ભૂખ- પાચન ની નબળાઈ. જેમને ભૂખ સારી રીતે લાગતી હોય , યોગ્ય સમયે તેનું પાચન બરાબર થતું હોય , છ એ રસ યુક્ત ખોરાક યોગ્ય રીતે લેવાતો હોય , ખોરાક ના જેટલું   જ પાણી , છાસ કે દાળ પીવાતી હોય , દિવસ દરમિયાન પણ જરૂરીયાત પ્રમાણે પાણી વારંવાર પીવાતું હોય , શરીર ના બધાજ અંગો ને માટેનો વ્યાયા...

ચામડીના રોગો હઠીલા શા માટે ?

  તુલસીકૃત રામાયણમાં લખ્યુંછે કે , “ ભય વાત , ક્રોધ પિત્ત , કફ લોભ અપારા....” ભય થી વાયુ વધે , ક્રોધ થી પિત્ત વધે , લોભ થી કફ વધે છે. બીજા બધા માનસિક દોષો દૂર કરવા સહેલા છે પરંતુ લોભી માણસ માં થી લોભ નામનો અવગુણ કાઢવો અતિશય અધરો છે. અહી , સંત તુલસીદાસજીનો કહેવાનો મતલબ કફ પ્રકૃતિ નો માણસ લોભી હોય તેવો નથી પરંતુ લોભ એ કફ જેવો જલ્દી થી ના જાય તેવો છે. કફ એ ચોંટી જનાર ચીકણો છે. વાયુ અને પિત્ત ની સારવાર સહેલી છે પરંતુ કફ ની સારવાર અતિશય અઘરી છે કારણકે કફ એ ઠંડો , ભારે , ચીકણો ને   દુર્ગંધી છે. કફ પ્રાકૃત હોય તો તે બળ આપેછે. પરંતુ તે જયારે વિકૃત થાયછે ત્યારે શરદી , ખાંસી , શ્વાસ , ખોડો , ખંજવાળ , સફેદ દાગ , તમામ ચામડીના રોગો , શરીર ની અંદર ને બહાર સોજા , સાંધા ના સોજા , પાક , પરુ , મળ માં ચિકાશ , આંખ- કાન- દાંત ના રોગો , કાકડા , કેન્સર જેવા બધાજ રોગોમાં કફ જ મુખ્ય કારણભૂત છે. ચામડીના જ નહિ આ તમામ કફ ના રોગો લોભની જેમ હઠીલા છે.   આપણે સામાન્ય રીતે નાક કે મોઢા માં થી કફ- ચિકાશ આવેછે તેને જ કફ કહીએ છીએ. જયારે આયુર્વેદમાં છાતી નું બળ- અવલંબક કફ , સાંધાઓ નું ઉંજણ- શ્લેષક કફ...

મહાન ઔષધ --- સૂંઠ + હરડે

ખૂબજ સમજી વિચારીને એક- એક અક્ષરનો ઉપયોગ કરનારા ઋષિઓએ સૂંઠ ને મહૌષધ- મહાન ઔષધ , વિશ્વભેષજ- દુનિયાના તમામ દર્દોની દવા જેવા શબ્દો આપ્યા છે. જે ભૂખ લગાડે , ખાધુપચાવે , આમદોષ નું પાચન કરે , શરદી , ખાંસી , તાવ , ઝાડા , મરડો , અપચો , ચિકાશ જેવા દર્દો મટાડે છતાં ગરમ ના પડે , સૌને ગમે , સૌને પરવડે , ઘર-ઘર માં વપરાય , વૈદ્ય ના દવાખાનામાં ય વપરાય , મશ્કરીમાં ય બોલાય કે સૂંઠ ના ગાંગડે વૈદ્ય ના થવાય છતાંય મહાન ઔષધ નું બિરૂદ મળે.... તે સૂંઠ કેટલી મહાન છે તેની જરા કલ્પના તો કરી જુઓ !!!   હરડે પણ આવું જ ઔષધ છે. જેની માતા ઘરે ના તેની માતા હરડે કહેવાય. ➖ હરિના સ્થાન માં જેની ઉત્પતિ છે તે હરડે. જે બધા દર્દો નું હરણ કરેછે- દૂર કરેછે તે હરડે. હરડે ઝાડા કરનાર છે તે માન્યતા ખોટી છે. હરડે પાચન કરનાર છે. અપચાના કારણે જો ઝાડા થયા હોય તો તેમાય હરડે આપી શકાય. હરડે વાયુ નું અનુલોમન કરનાર છે- વાયુ ની અવળી ગતિ- ઉપર તરફ ની ગતિ ને સુધારી સવળી ગતિ કરનાર- વાયુને નીચે ઉતારનાર છે. આજના ખરેખર જોવા મળતા હાર્ટ એટેક ના રોગોના ઘણા કારણો માં – કૃમિ , વાયુની અવળી ગતિ , અપચો , હાર્ટ બ્લોકેજ , આમદોષ- જેને આજે ખરાબ ક...

ॐ અર્કાય નમ : ||

ભગવાન સૂર્ય નારાયણ ના બાર નામો માં એક નામ છે.. “ અર્ક ”. જે યુવાન છે તે , દરરોજ સવારે   સૂર્ય નમસ્કાર કરતાં આ મંત્ર નું ઉચારણ કરે જ છે. સૂર્ય ની સામે સવારે બેસવાથી જેમ ઠંડી , કફ , શરદી , ખંજવાળ   દૂર થાય ને સ્ફૂર્તિ આવે , પાચન સુધરે. વાતાવરણ માં થી જીવાત - મચ્છર- કૃમિ દૂર થાયછે. સૂર્ય ના પ્રતિનિધિ બનવાનું સૌને ગમે. સૂર્ય પાસે જવાથી જેમ રોગ જાય તેમ હુંફ ને સ્ફૂર્તિ મળે. જે   માણસો   એક- બીજાને હુંફ આપવા માટે સતત પ્રયત્નશીલ છે તે બધાજ   સૂર્ય ના   પ્રતિનિધિ છે તેમ સમજી શકાય.   વૃક્ષ- વનસ્પતિ પણ સૂર્યનું કામ કરનાર છે. તે સૌમાં અર્ક- એટલેકે આપણો સૌનો પરિચિત "આકડો" એ અગ્રેસર છે. તો આવો આજે આપણે આક્ડાભાઈ ને ઓળખીએ- સમજીએ. 😀   આકડો એટલે દુઃખાવાનો ને કફ ના રોગોનો દુશ્મન. શરીરના કોઈપણ ભાગમાં દુઃખાવો થાય કે ક્યાંય ક્ફના રોગો- ખંજવાળ , પાક- પરુ , સોજા , દમ નું દર્દ , કૃમી હોય ત્યાં આકડો અકસીર છે. અરે !! ખેતીમાં પણ આકડો ખેડૂત નો મિત્ર છે.   ખેતર માં પાક ઉપર જીવાત થાય કે હિમ પડવાથી પાક બળવાની સ્થિતિ ઉભી થાય , ઉધઈ થાય કે છોડ નો યોગ્ય વિકાસ થાય ...

ઓકી દાતણ જે કરે..........

જૂના જમાના ની કહેવત છે કે...... " ઓકી દાતણ જે કરે , નરણા હરડે ખાય. દૂધે વાળું જે કરે તે ઘર દર્દ ના જાય." . . આ જ વિષયને મહર્ષિ વાગભટ્ટ સરસ સમજાવેછે કે.... “ શીતોદ્ભવમ દોષચયમ વસન્તે | વિશોધયન ગ્રીષ્મજમભ્ર કાલે ||”   હેમંત ઋતુ ( ઠંડીમાં ) માં ચોંટી ગયેલા કફને વસંત ઋતુ ની શરૂઆત માં શોધન કરીને , નિષ્ણાત પંચકર્મ વૈદ્ય પાસે વમનકર્મ- ઉલટી નું કર્મ કરાવવું જોઈએ. ગ્રીષ્મઋતુ ( ગરમી ) માં ભેગા થયેલા વાયુને ગરમી ઓછી થતાં જ એટલેકે ચોમાસાની વર્ષાઋતુ આવે તે પહેલા જ બસ્તિ કર્મ થી વાયુનું શમન કરાવવું જોઈએ. તથા વર્ષાઋતુ માં પાચન અને અન્ન- પાણી ભારે થવાથી ને બગડવાથી ભેગા થયેલા પિત્તને વર્ષાઋતુ પૂરી થયા બાદ એટલેકે શરદ પૂનમ ની આસપાસ પિત્ત નું પદ્ધતીસર વિરેચન કરાવવું જોઈએ. .................. આવું કરવાથી માણસ ઋતુઓથી થતી બીમારીઓથી દૂર રહે છે ને સંપૂર્ણ તંદુરસ્ત રહે છે.   સામાન્ય રીતે દરરોજ સવારે , ભોજન પછી તરતજ અને રાત્રીની શરૂઆતમાં સૌને કફ વધે , બપોરે મધ્યાહ્ન કાળે , ભોજન પચવાના સમયે અને મધ્ય રાત્રીએ પિત્તનો વધારો થાય જ અને સાંજના સમયે , ભોજન પછી ગયા પછી અને સૂર્યોદયના બે થી ત્રણ કલ...

આજ થી ઉતરાયણ ........

ઋતુ કેટલી ? આ પ્રશ્ન ના ત્રણ જવાબ છે. ૧ , ઉતરાયણ અને દક્ષિણાયન.. ૨ ,   શિયાળો , ઉનાળો અને ચોમાસું... ૩ , શિશિર , વસંત , ગ્રીષ્મ , વર્ષા , શરદ અને હેમંત. .......... અત્યારે હવે ઉતરાયણ શરુ થશે. સૂર્ય મકર રાશી માં પ્રવેશ કરશે તેથી મકરસંક્રાંતિ. હવે દક્ષિણાયન ઋતુ પૂરી થઈ અને ઉતરાયણ ઋતુ શરુ થઈ. આ એક- એક ઋતુ છ- છ મહિના ની હોય. એટલે અત્યારનો સમય ઋતુસંધી- સંધ્યાનો એટલેકે સંક્રાંતિ નો સમય કહેવાય. અને હંમેશા રોગો , જીવાત અને શારીરિક- માનસિક નબળાઈ આ સંધીકાળમાં જ વિશેષ આવેછે.. તેથી આ સમય માં આપણે વિશેષ દક્ષ બનીને રહેવું જોઈએ.     કોઈએ સરસ કહ્યુંછે કે... “ સંક્રાંતિ નો કાળ ખરેખર ક્રાંતિ કેરો કાળ છે , ભક્તિ ની શક્તિ ધરસું આ વિશ્વ ઘણુંજ વિશાળ છે.... વંદે જગદગુરુમ... વંદે જગદગુરુમ ”.       અત્યારે શિયાળો , શિશિર ઋતુ ચાલેછે અને હવે ઉતરાયણ શરુ થશે. આજથી.. સૂર્ય પૃથ્વીથી ધીરે ધીરે નજીક આવશે , તેથી સૂર્યનારાયણ નું સ્વાગત કરવામાટે શાળા- મહાશાળાઓમાં ને સરકાર ને સંસ્થાઓ દ્વારા સમૂહમાં સૌ યુવાનો સૂર્યનમસ્કાર કરશે. એમ કહેવું હોયતો કહી શકાયકે.. જે સુર્યનમ...