બાળ તંદુરસ્તી
તંદુરસ્ત શરીર ને મન નો પાયો માતાના ઉદરમાં અને બાળપણ માં નંખાય છે. જેમકે સગર્ભાવસ્થામાં ત્રીજો મહિનો પૌરુષત્વ નો , ચોથો- હૃદયનો, પાંચમો- મનનો, છઠો- બુદ્ધિનો, સાતમો- સર્વાંગી વિકાસનો, આઠમો- ઓજો વર્ધનનો મહિનો હોયછે. એટલેકે તે- તે મહિના માં તે- તે ગુણ નો વિકાસ થતો હોવાથી તે પ્રકારનું આયુર્વેદ નું માર્ગદર્શન, આહાર ને ઔષધ સેવન કરવામાં આવે તો ઉત્તમ , નીરોગી, બળ- બુદ્ધિમાં શ્રેષ્ઠ બાળક મેળવી શકાય છે. તેના માટે જ ઋષીઓએ ગર્ભાધાન સંસ્કાર અને માસાનુંમાસિક પરિચર્યા સમજાવી છે. તેવી જ રીતે બાળકના જન્મ પછી ની પ્રત્યેક પળ, દિવસો ને મહિના બાળકના ભવિષ્યના વિકાસ માટેના પાયાના પરિબળો છે. જેમકે બાળકનો જન્મ થાય ત્યારે તેની અવલોકન શક્તિ ખૂબજ ત્તેજ હોયછે. તે જે કઈ જુએછે, સાંભળેછે, તેના વિષે તે વિચાર કરેછે. તેના સુષુપ્ત મનમાં તે છાપ અંકિત થાયછે. જો બાળકના જન્મ સમયે બિલકુલ અવાજ કરવામાં આવે નહિ તો તેની અવલોકન ને બુદ્ધી શક્તિને વિકસવાનો માર્ગ મળશે. અત્યારે અહી આપણે જન્મ થી પાંચ વર્ષ સુધી...