કેન્સર ને ઓળખો
જંગલની ગાઢ ઝાડીની વચ્ચે જ્યાં પાણી ભરાઈ રહે ત્યાં શરીર પર ચોંટી જનાર કરચલા ને તમે જોયો હશે. તેને અંગ્રેજી માં CANCER કેન્સર કહેછે. આપણા શરીર માં થતા આવા જ રોગ ને કેન્સર કહેછે. તેના માટે આયુર્વેદ માં અર્બુદ શબ્દ છે. અર્બુદ એટલે આબુપર્વત. જેને TUMOUR કે NEOPLASM કહેછે. જે સોજો ઉપસી ગયેલ હોય , કઠણ હોય , પાકવાવાળો ના હોય , ધીરે- ધીરે વધતો હોય ને માંસ ધાતુ માં સ્થિર થયેલ હોય તેને અર્બુદ કહેછે. પ્રકાર: ૧. વાતજ , ૨. પિત્તજ , ૩. કફજ , ૪. મેદજ અર્બુદ ના લક્ષણો ADENITIS થી મળતા આવેછે. ૫.રક્તજ અર્બુદ , ૬. માંસ અર્બુદ એ MALIGNANT TUMOR થી મળતા આવેછે. જ્યારે ૭.અધ્યાર્બુદ અને ૮.દ્વિરાર્બુદ આ બંને METASTATIC અને MALIGNANT TUMOR કહેવાય છે. આમ , શરીરમાં થતાં કોઈપણ અર્બુદ કે ગાંઠ ની જ્યારે શરૂઆત થાય ત્યારે તેનાં વાત , પિત્ત , કફ કે મેદજ ના આધારે પ્રકાર પાડી ને સમજીને આયુર્વેદની યોગ્ય સારવાર લેવામાં આવેતો... અર્બુદ ની પ્રાથમિક અવસ્થા-ગ્રંથી અવસ્થા ADENITIS ની સ્થિતિમાં જ કાબુમાં લઈ શકાય કે મટાડી પણ શકાય અન્યથા આ રોગ ઉત્તરોત્તર ઝડપ થી MALIGNANT ની ...