માંસલ શરીરધારી – દીર્ઘજીવી
કોઈ કલાકાર કે વ્યાયામ વીર જીમખાના માં જઈ ને અતિભારે કસરત કરીને અને સાથે યોગ્ય આહાર – વિહાર થી સિક્સ પેક જેવું માંસલ શરીર બનાવે , રથયાત્રા ના જૂલુસ માં જયારે આપણે વ્યાયામ વીરો ના માંસલ શરીર ના અંગ પ્રદર્શન જોઈએ છીએ ત્યારે આપણ ને તેમના માટે કેવો સરસ અહોભાવ થાયછે. વ્યાયામ અને યોગ્ય આહાર – વિહાર થી માંસલ શરીર બને તે ચોક્કસ છે , સાથે તેનો સંબંધ માતા – પિતા સાથે , સ્વભાવ ને રહેણીકરણી સાથે , સહનશીલતા ને તેના સત્વ- આત્મબળ સાથે પણ તેટલો જ સંકળાયેલો છે. જેઓના શરીર માંસલ છે એટલેકે જેમની માંસ ધાતુ શુદ્ધ સ્વરૂપ માં છે તેઓના કપાળ , કપાળ નો મધ્ય ભાગ , બંને કાન ની પાસેનો લમણા નો ભાગ , ગળાનો ભાગ , બંને આંખો , ગાલ , હડપચી , ડોક , ખભા , પેટ , બગલ , છાતી તથા હાથ , પગ ને બધાજ સાંધાઓ સ્થિર , ભારે , માંસ થી ભરાવદાર પુષ્ટ હોયછે , ઉત્તમ હોયછે. આવી વ્યક્તિઓ નો સ્વભાવ ક્ષમા આપવાને યોગ્ય , સહનશીલ તથા ધીરજ યુક્ત હોયછે. તેઓ એકદમ સરળ , કપટરહિત હોયછે . આવા લોકો સુખ , શાંતિ , સમાધાની ને તંદુરસ્ત હોયછે. તેઓ ઉત્તમ બળવાળા તથા દીર્ઘજીવી હોયછે. મન ની શાંતિ , સમ...