પ્રસન્નતા નો પર્યાય --- રક્ત સાર
કોઈપણ
બાળક દિવસ માં ૨૦૦ થી વધુ વખત હસે છે. જયારે પુખ્ત વયની વ્યક્તિ દિવસમાં
મુશ્કેલી થી ૨૦ વખત હસે છે. .
.. ભૂલી જવું, હસતા રહેવું અને વિકાસ કરવો આ બાળક નો સહજ સિદ્ધાંત છે અને તેથી જ
તેની બુદ્ધી સત્તેજ હોય છે, તેનું મુખ પ્રસન્ન હોય છે એટલેકે બાળક
ને તંદુરસ્તી સહજ હોય છે ને બીમારી ક્ષણિક હોય છે.
આવી પ્રસન્નતા જેમ હાસ્ય થી આવે છે અને
પ્રસન્નતા થી તંદુરસ્તી આવેછે તેમ શુદ્ધ રક્ત થી પણ પ્રસન્નતા અને તંદુરસ્તી સહજ
આવેછે તેથી એમ કહી શકાય કે હાસ્ય થી રક્તશુદ્ધિ થાયછે.
હસે તેનું ઘર વસે, હસતા ના સૌ મિત્રો બને ને રડતા નો તો
રામ પણ નથી. દીવેલ પીધેલા જેવા મોઢા વાળાને રક્તદોષ જન્ય રોગો થાય. અરે ! સોરાયસીસ
જેવા ચામડી ના મોટા રોગો થવાનું મુખ્ય કારણ ચિંતા ને વિચારો છે. હસતા ને ખીલતા
માણસ ને ચામડીના તો શું અન્ય હાર્ટ એટેક જેવા રોગો પણ તેની પાસે આવતા નથી.
રોગ ના સ્થાન બે. શરીર અને મન. કોઈપણ રોગ શરીર ને થાય તો તેની મન ઉપર
અસર થાય જ. અને મન માં થયેલા તમામ રોગો ની અસર શરીર ઉપર થાય જ.
તેથી મન ને સ્વસ્થ રાખવા માટે બાળક
પાસે થી શીખવા જેવું છે..... ભૂલી જવું, હસતા રહેવું ને
વિકાસ કરવો. આ ગુણો જીવન માં લાવવા ને ટકાવી રાખવા નિત્ય- નિયમિત સ્વાધ્યાય જરૂરી
છે.
ચિંતા, અનિંદ્રા, કબજીયાત, અપચો, મોઢામાં ચાંદા, ખસ, ખરજવું, ખંજવાળ, તમામ ચામડીના રોગો, સોરાયસીસ, શીળસ, પાંડુ, કમળો, સફેદ દાગ, શ્વાસરોગ, ખોડો, ખરતા વાળ... આ બધાજ રોગો લોહીના બગાડથી
કે લોહી ઘટવાથી થાયછે. ત્યારે તંદુરસ્તી
માટે રક્ત સાર હોવું તે જરૂરી છે. લોહી શુદ્ધ અને પ્રમાણસર હોવું એ જરૂરી છે.
રક્ત સાર નું લક્ષણ : આવી વ્યક્તિ નો વર્ણ, દશેય ઇન્દ્રિયો ને મન પ્રસન્ન હોયછે. બધી જ ઇન્દ્રિયો તેના વિષયો માં પ્રવૃત હોયછે
એટલેકે તે માણસ સ્ફૂર્તિ, શક્તિ ને ચૈતન્ય થી ભરેલો હોયછે. ઉત્સાહ અદ્ભુત હોયછે, તે સતત સ્ફૂર્તિ થી સત્તકાર્ય કરી શકવા માટે ઉત્સાહી ને સક્ષમ હોયછે.
.. તેના મળ, મૂત્ર, પરસેવો અને જઠરાગ્ની સહીત બધાજ અગ્નિ
યોગ્ય રીતે પોતાનું કાર્ય કરેછે. ... એટલેકે જે સુખ, શાંતિ ને સમાધાન થી યુક્ત હોયછે તેનું બળ ને પોષણ ઉત્તમ પ્રકારે
થાયછે
આજે દિવસે ને દિવસે વધતા જતા હોર્મોન
ની ઉણપ થી થતાં રોગો— થાયરોડીઝમ, વંધ્યત્વ કે જેમાં આર્તવ ની દુષ્ટિ અને
અંત:સ્ત્રાવ ની ખામી જવાબદાર હોયછે, મધુમેહ, હાઈ બી.પી જેવા રોગોમાં પણ મુખ્ય કારણ રક્તદોષ હોયછે કે જે રક્તદોષ
આજની લેબોરેટરી માં પૂરેપૂરુ ધ્યાનમાં આવતું નથી.
આવા રક્તદોષ જન્ય રોગો માં પંચકર્મ
વૈદ્ય પાસે – વિરેચનકર્મ વિધિવત્ કરાવવા માં આવે અને સાથે મજીઠ, હળદર, લીમડો, જેઠીમધ જેવા ઔષધો વૈદ્ય ના માર્ગદર્શન થી લેવામાં આવે તો રક્ત શુદ્ધિ
થાયછે ને તેના થી થતાં દર્દો દૂર થાયછે કે કાબુ માં આવેછે. કડવા દ્રવ્યો થી સિદ્ધ
કરવામાં આવેલું ઘી- અમૃતા ઘૃત, પંચતિક્ત ઘૃત જેવા ઘી લોહીને શુદ્ધ
કરેછે.
પરંતુ રક્ત સાર વ્યક્તિ માં તો આ સહજ જ હોયછે.
આવી સહજતા જન્મ થી હોયછે કે ઘણા લાંબા સમય સુધી ના પ્રયત્ન ને કાળજી થી, સાધના થી આવેછે. સતત સ્વાધ્યાય થી—અપેક્ષા રહિત જીવન થી આવેછે.
Comments
Post a Comment