Posts

Showing posts from May, 2020

મજબૂત બનો..એ જ ઉપાય.

60 થી વધુ દિવસો ના લોકડાઉન થી ચોક્કસ કોરોના ના વધુ ફેલાવા ઉપર કાબુ રાખી શક્યા…. પરંતુ…શું કોરોના સંપૂર્ણ જશે ? … આ પ્રશ્ન નો જવાબ….. " મજબૂત બનો" આ એક જ આપી શકાય. "વીર ભોગ્યા વસુંધરા" સૂત્ર ને આધાર બનાવીને જીવવાની ટેવ પાડવી પડશે. 👉🏻 આ સૂત્ર માં બીજા ઉપર આક્રમણ ની વાત નથી પરંતુ.. તન ને મન થી મજબુત બનવાની વાત છે. .. નિત્ય નિયમિત વ્યાયામ, આસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર ની સાથે પ્રાર્થના, પૂજા, મૂર્તિપૂજા, ધ્યાન દ્વારા તન ને મન ને મજબૂત બનાવીને વીર બનીશું.. તો જ કોરોના થી દૂર રહી શકીશું. 👉🏻 આજે દુનિયા માં 50 લાખ થી વધુ સંક્રમીત થયા છે તેમાં.. 22 લાખ લોકો સાજા થયા છે. .. એટલેકે રોગ ગંભીર નથી, તેનો ફેલાવો ગંભીર છે.. અને તે તેમને ચોક્કસ થાયછે કે જે લોકો.. માસ્ક પહેરવો, એકબીજા થી સામાજિક અંતર એક મીટર નું જાળવી રાખવું, વારંવાર સાબુ થી અથવા સેનેટાઇઝર થી હાથ ધોવા ની કાળજી જે લેતા નથી તેમને આ રોગ ઝડપથી ફેલાય છે.. આ બધી વાતો તો હવે તો…. નાના ગામડા ની અભણ બહેન થી માંડી ને આરોગ્ય ના નિષ્ણાત સુધી બધાજ જાણતા થયા છે. પરંતુ… 👉🏻 આટલું પૂરતું હવે નથી.. જેને આજની ભાષા માં હર્ડ ઇમ્...