Posts

Showing posts from July, 2023

કાર્ડિયાક એરેસ્ટ – 4

આપણું હૃદય ચોવીસે કલાક કામ કરે છે, સતત કામ કરી રહેલ હૃદય પણ ચોવીસ કલાકમાં છ કલાક આરામ કરી લ્યે છે. “શ્રમમાં પણ વિશ્રામ” એ હૃદયની આપણને શિખામણ છે. આ શિખામણને આપણે અવગણીએ તો સ્વાભાવિક છે કે, હૃદય થાકી જાય અને હૃદય બંધ થઇ જાય જેને આપણે કાર્ડિયાક  એરેસ્ટ કહીએ છીએ.   ઊંઘની વ્યાખ્યા છે કે, જ્યારે મન પોતાના કામથી થાકી જાય છે ત્યારે તે તે કામથી પાછું વળે છે અને બધાજ વિષયોમાંથી મન બધીજ ઇન્દ્રિયોને સમેટી લ્યે છે ત્યારે આપણને ઊંઘ આવે છે. અહી જાણવા જોગ છે કે, મનનું સ્થાન હૃદય છે.    ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય એ જેમ યુવાનની વ્યાખ્યા છે તેવીરીતે તંદુરસ્ત મન હોવા માટે પણ આ જ ગુણો જરૂરી છે. સ્વાર્થ વિના જ્યારે કામ કરવાની ટેવ આપણને પડવા લાગે અને તે માટેનો ઉત્સાહ સતત વધતો રહે તો તે યુવાન છે અને તેમનું મન સ્વસ્થ બની રહે એટલેકે હ્રદય પણ સ્વસ્થ બને. મન બિમાર થાય એટલે બ્લડપ્રેસર પણ હાઈ થાય અને તેની સીધી અસર હૃદય ઉપર થાય સાથે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં જ્યારે અવરોધ આવે એટલેકે કોલેસ્ટેરોલ વધી જાય ત્યારે અને  કિડની પોતાનું કામ ઓછું કરે કે બંધ કરે ત્યારે બી.પી વધી જાય છે. કિડનીની બ...