કાર્ડિયાક એરેસ્ટ – 4

આપણું હૃદય ચોવીસે કલાક કામ કરે છે, સતત કામ કરી રહેલ હૃદય પણ ચોવીસ કલાકમાં છ કલાક આરામ કરી લ્યે છે. “શ્રમમાં પણ વિશ્રામ” એ હૃદયની આપણને શિખામણ છે. આ શિખામણને આપણે અવગણીએ તો સ્વાભાવિક છે કે, હૃદય થાકી જાય અને હૃદય બંધ થઇ જાય જેને આપણે કાર્ડિયાક  એરેસ્ટ કહીએ છીએ.

 

ઊંઘની વ્યાખ્યા છે કે, જ્યારે મન પોતાના કામથી થાકી જાય છે ત્યારે તે તે કામથી પાછું વળે છે અને બધાજ વિષયોમાંથી મન બધીજ ઇન્દ્રિયોને સમેટી લ્યે છે ત્યારે આપણને ઊંઘ આવે છે. અહી જાણવા જોગ છે કે, મનનું સ્થાન હૃદય છે.

  

ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય એ જેમ યુવાનની વ્યાખ્યા છે તેવીરીતે તંદુરસ્ત મન હોવા માટે પણ આ જ ગુણો જરૂરી છે. સ્વાર્થ વિના જ્યારે કામ કરવાની ટેવ આપણને પડવા લાગે અને તે માટેનો ઉત્સાહ સતત વધતો રહે તો તે યુવાન છે અને તેમનું મન સ્વસ્થ બની રહે એટલેકે હ્રદય પણ સ્વસ્થ બને.


મન બિમાર થાય એટલે બ્લડપ્રેસર પણ હાઈ થાય અને તેની સીધી અસર હૃદય ઉપર થાય સાથે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં જ્યારે અવરોધ આવે એટલેકે કોલેસ્ટેરોલ વધી જાય ત્યારે અને  કિડની પોતાનું કામ ઓછું કરે કે બંધ કરે ત્યારે બી.પી વધી જાય છે. કિડનીની બીમારી અને ધમનીમાં અવરોધ પાછળના ઘણા કારણોમાં મુખ્ય કારણ પાચનની નબળાઈ અને વ્યાયામનો અભાવ છે.

 

અત્યારે ચાતુર્માસ – ચોમાસુ શરુ થયું છે. ચાતુર્માસના દિવસો એટલે સંયમના દિવસો, મંદાગ્નીના દિવસો, વાયુ પ્રકોપના અને પિત્તનાં સંચયના દિવસો. 

ભૂખ લગાડવા આદું ખાવું. પાચન સુધારવા સૂંઠ, મરી, લીંડીપીપર, વરીયાળીનું સેવન કરવું. 

ભૂખથી અડધું ખાવું, રાત્રી ભોજનનો ત્યાગ કરવો. મગ, મધ, લસણનો ઉપયોગ વધુ કરવો, શાકભાજી ઓછી ખાવી. 

હળવો વ્યાયામ નિયમિત કરવો જ જોઈએ. આસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવા.   

શરીર, મન, બુદ્ધિ અને આત્માના કલ્યાણને માટે- સ્વાસ્થ્યને માટે ઘર- ઘરમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ લઇ જવાનો અભ્યાસ સતત કરતા રહેવું જોઈએ. આ કાર્ય સ્વાર્થ વિના જ કરવું જોઈએ છતાં તેની સારી અસર તરીકે હ્રદય અને સંપૂર્ણ શરીર સ્વસ્થ રહે છે. ઘર- ઘરમાં જવાનું એટલે હળવો વ્યાયામ થાય અને સ્વાર્થ વિના સંસ્કૃતિની વાતો કરવાથી મન સ્વસ્થ રહે અને તેથી હૃદય પણ સ્વસ્થ.  

વિશેષ કરીને હૃદયરોગ માટે ઔષધિની એટલી આવશ્યકતા છે જેટલી આહારની. પરંતુ તે ઔષધિથી શરીરમાં ઝેર ઉત્પન્ન થવું જોઈએ નહિ અન્યથા તેથી વિશેષ હાની થાય છે. જેમકે બી.પી માટેની લેવાતી દવા “રક્ષક જ ભક્ષક” બને તેમ ક્યારેક મારક બને છે. તેથી હૃદયરોગ માટે આયુર્વેદના ઔષધો લેવાનો આગ્રહ રાખવો જોઈએ.         

......................................... 

Vd Mahesh Akhani

Vd Parashar Akhani

You can also join our broadcast list - Please click here

For More Info

Amrut Ayurveda Kendra & Panchakarma Hospital  

"Ayurveda Sankul" Near Hanumaan Temple & Shree Arcade, Hanumaan Tekari, Abu highway, Palanpur(Guj.) - 385001 INDIA

Mo - 9428371155



Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)