Posts

Showing posts from September, 2024

શરદઋતુની ગરમી

👉🏻 વૈશાખ- જેઠ મહિનાની ગ્રીષ્મઋતુની ગરમી સારી કે ભાદરવો- આસો મહિનાની શરદઋતુની ?. આંખો બંધ કરીને સૌ કહી શકે કે, ભાઈ, ઉનાળાની ગરમી જાણે આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી પડે, શરીરમાં પિત્ત ભેગું થવા અને વધવા લાગે, માથું તપાવે, લૂ લાગે, ઝાડા- ઉલટી થઇ જાય, થાકી જવાય, કોઈપણ કામમાં ઉત્સાહ રહે નહિ, અશક્તિ લાગે એટલે વાયુ પણ વધવા લાગે અને દિવસે ઘરની બહાર નિકળવાનું મન થાય નહી અને ત્યારે વૃક્ષો વધુ ને વધુ વાવવા જોઈએ તેવી વાતો સૌ કોઈ કરવા લાગે.    👉🏻 જીવેમ શરદ: શતમ, મોદામ: શરદ: શતમ. અહીં ઋષિઓએ શરદઋતુમાં સ્વસ્થ રહેવા ઉપર વિશેષ આગ્રહ રાખ્યો છે કારણકે શરદમાં એટલેકે  ભાદરવો- આસો મહિનામાં આખા વર્ષમાં સૌથી વધુ પિત્તનો પ્રકોપ થાય છે અને આ પિત્તના પ્રકોપથી તાવ જેમાં મુખ્ય હોય છે તેવા મારક રોગો થાય છે.   👉🏻 શરદમાં ઉનાળાની જેમ આકાશમાંથી અંગારા ભલે વરસે નહિ પરંતુ ચોમાસામાં પડેલા વરસાદ પછી પડતી સૂર્યની ગરમી- પાચનને નબળું પાડે, તાવ અને શરદી થઇ આવે, ઉનાળામાં અને વરસાદના સમયમાં ભેગા થયેલા પિત્તનો પ્રકોપ આ શરદઋતુમાં થાય છે તેથી બળતરા, ચક્કર, ઉલટી, આંખે અંધારા આવે. ડેન્ગ્યું થઇ આવે, લોહી...