શરદઋતુની ગરમી
👉🏻 વૈશાખ- જેઠ મહિનાની ગ્રીષ્મઋતુની ગરમી સારી કે ભાદરવો- આસો મહિનાની શરદઋતુની ?. આંખો બંધ કરીને સૌ કહી શકે કે, ભાઈ, ઉનાળાની ગરમી જાણે આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી પડે, શરીરમાં પિત્ત ભેગું થવા અને વધવા લાગે, માથું તપાવે, લૂ લાગે, ઝાડા- ઉલટી થઇ જાય, થાકી જવાય, કોઈપણ કામમાં ઉત્સાહ રહે નહિ, અશક્તિ લાગે એટલે વાયુ પણ વધવા લાગે અને દિવસે ઘરની બહાર નિકળવાનું મન થાય નહી અને ત્યારે વૃક્ષો વધુ ને વધુ વાવવા જોઈએ તેવી વાતો સૌ કોઈ કરવા લાગે.
👉🏻 જીવેમ શરદ: શતમ, મોદામ: શરદ: શતમ. અહીં ઋષિઓએ શરદઋતુમાં સ્વસ્થ રહેવા ઉપર વિશેષ આગ્રહ રાખ્યો છે કારણકે શરદમાં એટલેકે ભાદરવો- આસો મહિનામાં આખા વર્ષમાં સૌથી વધુ પિત્તનો પ્રકોપ થાય છે અને આ પિત્તના પ્રકોપથી તાવ જેમાં મુખ્ય હોય છે તેવા મારક રોગો થાય છે.
👉🏻 શરદમાં ઉનાળાની જેમ આકાશમાંથી અંગારા ભલે વરસે નહિ પરંતુ ચોમાસામાં પડેલા વરસાદ પછી પડતી સૂર્યની ગરમી- પાચનને નબળું પાડે, તાવ અને શરદી થઇ આવે, ઉનાળામાં અને વરસાદના સમયમાં ભેગા થયેલા પિત્તનો પ્રકોપ આ શરદઋતુમાં થાય છે તેથી બળતરા, ચક્કર, ઉલટી, આંખે અંધારા આવે. ડેન્ગ્યું થઇ આવે, લોહી પડે, તાવ- શરદીનાં વાયરલ રોગો ઘર- ઘરમાં શરુ થાય, ચેપી રોગો થાય.
👉🏻 પિત્તનું પાચન થાય તે માટે ઉપવાસ, પિત્ત વધે જ નહિ અને મનને પરમ શાંતિ મળે તે માટે પ્રકૃતિમાં ભ્રમણ અને પગપાળા પ્રવાસ, પિત્તનું શમન થાય તે માટે દૂધ, ઘી, દૂધી, પરવળ, કારેલા, કંકોડાનું સેવનનું મહત્વ આપણા ઋષિઓએ શરદઋતુ માટે આપીને દીર્ઘાયુષ્યનું રહસ્ય આપ્યું અને પિત્ત વધે નહિ તે માટે મરચું, નમક, તીખું, તળેલું, દહીં, છાસ, ટમાટા, રીંગણ, બાજરીનું સેવન કરવું નહીં.
👉🏻 શરદઋતુમાં થતા રોગો-
➖ તાવ મટાડવા માટે ધાણા, ચંદન, સુંગંધી વાળો નાખેલું પાણી પીવું.
➖ ઝાડા મટાડવા માટે આદુનો રસ ડુંટીમાં ભરવો, સૂંઠ, દાડમ, બકરીનું દૂધનું સેવન કરવું.
➖ ડેન્ગ્યું જેવા મારક તાવનો રોગ જે વિશેષ કરીને પિત્તની ગરમીથી થાય છે તેને પણ આયુર્વેદ ઉપાયથી- લીમડાની ગળોના સત્વના ઉપયોગથી ઝડપથી મટાડી શકાય છે. તે માટે અનુભવી વૈદ્યનું માર્ગદર્શન અચૂક લેવું.
➖ પિત્તના પ્રકોપથી શ્વાસરોગ પણ અગાઉથી બીમારને વિશેષ પ્રકોપિત થાય છે ત્યારે તેવી વ્યક્તિને વૈદ્યના માર્ગદર્શનથી વિરેચન કર્મ અને વર્ધમાન માગધી પ્રયોગ કરાવવા જોઈએ.
👉🏻 શરદઋતુ શરુ થાય તે પહેલા આયુર્વેદ તેવા દરદીને માટે અને સ્વસ્થને સ્વસ્થ રહેવા માટે પંચકર્મ પધ્ધતિથી વિરેચન કરાવવાની સલાહ આપે છે.
..........…………
Vd Mahesh Akhani
Vd Parashar Akhani
http://vdmahesh.blogspot.com/
Amrut Ayurveda Kendra & Panchakarma Hospital
🏥 "Ayurveda Sankul"
Near Hanumaan Tekari & Shree Arcade,
Abu highway,
Palanpur(Guj.) – 385001
INDIA
Mo - +91 9428371155
Comments
Post a Comment