માંસલ શરીરધારી – દીર્ઘજીવી


    કોઈ કલાકાર કે વ્યાયામ વીર જીમખાના માં જઈ ને અતિભારે કસરત કરીને અને સાથે યોગ્ય આહાર – વિહાર થી સિક્સ પેક જેવું માંસલ શરીર બનાવે, રથયાત્રા ના જૂલુસ માં જયારે આપણે વ્યાયામ વીરો ના માંસલ શરીર ના અંગ પ્રદર્શન જોઈએ છીએ ત્યારે આપણ ને તેમના માટે કેવો સરસ અહોભાવ થાયછે.
 વ્યાયામ અને યોગ્ય આહાર – વિહાર થી માંસલ શરીર બને તે ચોક્કસ છે, સાથે તેનો સંબંધ માતા – પિતા સાથે, સ્વભાવ ને રહેણીકરણી સાથે, સહનશીલતા ને તેના સત્વ- આત્મબળ સાથે પણ તેટલો જ સંકળાયેલો છે.

 જેઓના શરીર માંસલ છે એટલેકે જેમની માંસ ધાતુ શુદ્ધ સ્વરૂપ માં છે તેઓના કપાળ, કપાળ નો મધ્ય ભાગ, બંને કાન ની પાસેનો લમણા નો ભાગ, ગળાનો ભાગ, બંને આંખો, ગાલ, હડપચી, ડોક, ખભા, પેટ, બગલ, છાતી તથા હાથ, પગ ને બધાજ સાંધાઓ સ્થિર, ભારે, માંસ થી ભરાવદાર પુષ્ટ હોયછે, ઉત્તમ હોયછે.

આવી વ્યક્તિઓ નો સ્વભાવ ક્ષમા આપવાને યોગ્ય, સહનશીલ તથા ધીરજ યુક્ત  હોયછે. તેઓ એકદમ સરળ, કપટરહિત હોયછે . આવા લોકો સુખ, શાંતિ, સમાધાની ને તંદુરસ્ત હોયછે. તેઓ ઉત્તમ બળવાળા તથા દીર્ઘજીવી હોયછે.

 મન ની શાંતિ, સમાધાની સ્વભાવ અને સતત આધ્યાત્મિકતા ની અસર ને કારણે આવી વ્યક્તિ સહનશીલ બનેછે . તથા દરરોજ માલીશ, વ્યાયામ ને ઘી, દૂધ,કઠોળ, લીલા- સૂકા ફળ ના સેવન ના કારણે પણ સહનશીલતા વધેછે, ઉગ્રતા ઘટેછે અને તેથી પણ માંસ ધાતુ ની પુષ્ટિ થાયછે.

ઉત્તમ પાચનશક્તિ અને દ્રષ્ટા બનીને થતી જીવન ની નિરીક્ષણ કરવાની ટેવ, બહુશ્રુત – સતત ચિંતનાત્મક સાંભળતા રહીને ચિંતન કરવાનો સ્વભાવ, સહુને સાથે રાખીને આગળ વધવાનો સ્વભાવ જેમકે શિવાજી એ માંસ સાર  પુરુષ નું લક્ષણ છે.

 આપણી સરકાર નો નારો –  સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. આ નારો દેશ  ની એકતા માટે નો નારો છે. જેમ માંસ શરીર ને મજબૂત બનાવીને બાંધી રાખેછે તેમ.
આજે માંસલ શરીર ને માટે લોકો માંસાહાર કરેછે તે નુકશાનકારક છે. માંસ એ જંગલી  હિંસક કે કુતરા, બિલાડી જેવા પ્રાણી નો ખોરાક છે. માણસ તેને પચાવી શકતો નથી.  માંસ ખાનાર ની માનસિક વૃતિ હિંસક બનેછે.

 ગાયનું દૂધ, ગાય નું ઘી, ચણા, ખજુર, અડદ, લસણ, ડુંગળી, ઘઉં, બાજરી, ગોળ ને ઘી, મગ આ બધા ખોરાક ઉપરાંત વૈદ્ય ના માર્ગદર્શન થી અશ્વગંધા, શતાવરી, વિદારીકંદ, કૌચા, જંગલી અડદ, બૃહણ બસ્તિ આ બધા પ્રયોગો થી માંસ નો વધારો થાયછે. આ  પ્રયોગોથી મન ને શાંતિ મળેછે. સાથે વ્યાયામ ને અધ્યાત્મ સાથે ભળે તો માંસ સાર – દીર્ઘજીવી બનેછે.

 નીરોગી જીવન ને માટે શરીરની સાતેય ધાતુઓ પરિપૂર્ણ હોવી જોઈએ. શુદ્ધ પણ હોવી જોઈએ.

પરંતુ વિરુદ્ધાહાર, ચિંતા યુક્ત જીવન, કપટ બરેલું જીવન, આળસ અને અનિયમિતતા, જીવન વ્યવહાર માં થી થતો જતો જતો ધર્મ ની લોપ, પાચન ની નબળાઈ એ ધાતુઓ ને બગાડનારા મુખ્ય કારણો  છે.  રાસાયણિક ખાતર અને ઝેરી તત્વો થી બરેલી દવાઓ છાંટ્યા બાદ બનતા ખોરાક ખાવાથી અને પ્રદુષણ, અસ્વસ્છતા થી ધાતુઓ બગડેછે.

 પ્રાણાયામ, જીવન ની નિસ્ચીન્તતા, સૂર્યનમસ્કાર, સતત સૌને મદદ ની ભાવના પણ સ્વાસ્થ્ય પ્રદાન કરેછે .    
શ્રદ્ધા, વિશ્વાસ ને ભક્તિ થી પણ તંદુરસ્તી સહજ સાંપડે છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ઘરેલું ઉપચાર..... ઝાડા