Posts

સુકુમાર એટલે શુદ્ધ મેદ

નિંદા કરવા જેવી સ્થિતિ એટલે મેદસ્વી , સ્થૂળતા , જાડિયાપણું અને કૃશતા , સુકલકડી શરીર પણ. આયુર્વેદે આ બંને સ્થિતિ ને નિંદ્ય ગણી છે. અહી નિંદ્ય કે નિંદા કરવી નો અર્થ... ચારે-બાજુ તેની ટીકા કરવી તેવો નથી પરંતુ આ સ્થિતિ અનારોગ્યકારક છે. તેથી વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક શરીર ની સ્થૂળતા કે કૃશતા થાય નહીં તે રીતે આહાર , વિહાર ની વ્યવસ્થા કરવી જોઈએ.    વખાણવા જેવી સ્થિતિ એટલે શુદ્ધ મેદ. શરીર માં મેદ- ચરબી હોવી તે સારી નિશાની છે. તે પ્રમાણસર હોવો જોઈએ. શુદ્ધ મેદ કે મેદ સાર તે છે કે , જે સૌંદર્યવાન છે , તે દાનેશ્વરી છે , તે સુખ ભોગવી શકેછે , સ્વભાવ માં સરળ છે , સુકુમાર છે , આરામપ્રિય છે , પરિશ્રમ કે મુશ્કેલી કે દર્દ- દવાની તીક્ષ્ણતા સહન કરી શકતા નથી , શરીર માં સ્નીગ્ધતા- ચીકાશ વ્યાપેલી હોયછે , શરીર નો રંગ- વર્ણ , સ્વર , આંખો , વાળ , રૂવાંટા , નાખ , દાંત , હોઠ , મળ તથા મૂત્ર માં ચીકાશ જોવા મળેછે.    પરંતુ આવી વ્યક્તિ જયારે આળસુ બની જાય , તેમનો મધુર રસ- મીઠાઈ ખાવા નો સ્વભાવ હોય , પરિશ્રમ કે વ્યાયામ માં આળસ હોય , ખાઈ- પી ને નિરાંતે ઊંઘવાનો સ્વભાવ હોય તો આ શુદ્ધ , સાર રૂપ , ...

માંસલ શરીરધારી – દીર્ઘજીવી

    કોઈ કલાકાર કે વ્યાયામ વીર જીમખાના માં જઈ ને અતિભારે કસરત કરીને અને સાથે યોગ્ય આહાર – વિહાર થી સિક્સ પેક જેવું માંસલ શરીર બનાવે , રથયાત્રા ના જૂલુસ માં જયારે આપણે વ્યાયામ વીરો ના માંસલ શરીર ના અંગ પ્રદર્શન જોઈએ છીએ ત્યારે આપણ ને તેમના માટે કેવો સરસ અહોભાવ થાયછે.   વ્યાયામ અને યોગ્ય આહાર – વિહાર થી માંસલ શરીર બને તે ચોક્કસ છે , સાથે તેનો સંબંધ માતા – પિતા સાથે , સ્વભાવ ને રહેણીકરણી સાથે , સહનશીલતા ને તેના સત્વ- આત્મબળ સાથે પણ તેટલો જ સંકળાયેલો છે.   જેઓના શરીર માંસલ છે એટલેકે જેમની માંસ ધાતુ શુદ્ધ સ્વરૂપ માં છે તેઓના કપાળ , કપાળ નો મધ્ય ભાગ , બંને કાન ની પાસેનો લમણા નો ભાગ , ગળાનો ભાગ , બંને આંખો , ગાલ , હડપચી , ડોક , ખભા , પેટ , બગલ , છાતી તથા હાથ , પગ ને બધાજ સાંધાઓ સ્થિર , ભારે , માંસ થી ભરાવદાર પુષ્ટ હોયછે , ઉત્તમ હોયછે. આવી વ્યક્તિઓ નો સ્વભાવ ક્ષમા આપવાને યોગ્ય , સહનશીલ તથા ધીરજ યુક્ત   હોયછે. તેઓ એકદમ સરળ , કપટરહિત હોયછે . આવા લોકો સુખ , શાંતિ , સમાધાની ને તંદુરસ્ત હોયછે. તેઓ ઉત્તમ બળવાળા તથા દીર્ઘજીવી હોયછે.   મન ની શાંતિ , સમ...

શક્તિ મેળવો.... ક્ષય ભગાવો, સ્વસ્થ રહો.

તપસ્વી , કર્તૃત્વવાન , સૌને સુખ , શાંતિ ને સમાધાન આપવા માટે સતત પ્રયત્નશીલ એવા ચંદ્ર રાજા નું બહુમાન સ્વરૂપે લોકોએ આકાશ ના ચંદ્ર સાથે સરખાવી ને તેને અમર બનાવી દીધો. આવા ચંદ્ર રાજા ને ક્ષય લાગુ થયો ત્યારે તેને શક્તિ આપવા સૌરાષ્ટ્રે સોમ[ચંદ્ર]નાથ – મહાદેવ પ્રગટ થયા પુષ્ણામિ: ચૌશધી: સર્વાં , સોમો ભૂત્વા રસાત્મક: || ગીતા || પ્રત્યેક વનસ્પતી - ઔષધી માં રસ ચંદ્ર પૂરો પાડે છે. તેથી જયારે શરીર નબળું પડે , અશક્તિ જણાય એટલેકે ધાતુઓ નો ક્ષય જણાય ત્યારે પાચક શક્તિ ને ધ્યાન માં રાખી યોગ્ય આહાર , આયુર્વેદ ની વનસ્પતિ ના ઔષધો નો ઉપયોગ કરવો. શરીર ની રસ , રક્ત , માંસ , મેદ , અસ્થિ , મજ્જા , શુક્ર ધાતુ. આ સાતેય ધાતુ માંથી કોઈ એક ધાતુ કે પછી બધી જ ધાતુ નો ક્ષય થવાથી પણ ટીબી કે ક્ષય રોગ ની ઉત્પતિ થતી હોય છે. ક્ષય યુક્ત ધાતુ ના જોવા મળતા લક્ષણો રસ ધાતુ – શરીર માં રુક્ષતા , થાક લાગી જવો , ગળા માં શોષ પડવો , ગ્લાની તથા કોઈની પણ જોડે વાતચીત કરવી ન ગમે. રક્ત ધાતુ – ખાટા પદાર્થો કે ઠંડા પદાર્થો ના સેવન કરવાની ઈચ્છા વધુ થાય. આ ઉપરાંત શરીર ની શિરાઓ માં શિથીલતા થઇ જાય અને શરીર માં રુક્ષતા...

પ્રસન્નતા નો પર્યાય --- રક્ત સાર

કોઈપણ   બાળક દિવસ માં ૨૦૦ થી વધુ વખત હસે છે. જયારે પુખ્ત વયની વ્યક્તિ દિવસમાં મુશ્કેલી થી ૨૦ વખત હસે છે. . .. ભૂલી જવું , હસતા રહેવું અને વિકાસ કરવો આ બાળક નો સહજ સિદ્ધાંત છે અને તેથી જ તેની બુદ્ધી સત્તેજ હોય છે , તેનું મુખ પ્રસન્ન હોય છે એટલેકે બાળક ને તંદુરસ્તી સહજ હોય છે ને બીમારી ક્ષણિક હોય છે. આવી પ્રસન્નતા જેમ હાસ્ય થી આવે છે અને પ્રસન્નતા થી તંદુરસ્તી આવેછે તેમ શુદ્ધ રક્ત થી પણ પ્રસન્નતા અને તંદુરસ્તી સહજ આવેછે તેથી એમ કહી શકાય કે હાસ્ય થી રક્તશુદ્ધિ થાયછે.   હસે તેનું ઘર વસે , હસતા ના સૌ મિત્રો બને ને રડતા નો તો રામ પણ નથી. દીવેલ પીધેલા જેવા મોઢા વાળાને રક્તદોષ જન્ય રોગો થાય. અરે ! સોરાયસીસ જેવા ચામડી ના મોટા રોગો થવાનું મુખ્ય કારણ ચિંતા ને વિચારો છે. હસતા ને ખીલતા માણસ ને ચામડીના તો શું અન્ય હાર્ટ એટેક જેવા રોગો પણ તેની પાસે આવતા નથી.   રોગ ના સ્થાન બે. શરીર અને મન. કોઈપણ રોગ શરીર ને થાય તો તેની મન ઉપર અસર થાય જ. અને મન માં થયેલા તમામ રોગો ની અસર શરીર ઉપર થાય જ. તેથી મન ને સ્વસ્થ રાખવા માટે બાળક પાસે થી શીખવા જેવું છે..... ભૂલી જવું , હસતા રહેવ...

સુકુમાર સૌંદર્ય એટલે રસ સાર

નાના બાળક માં સૌને ભગવાન દેખાય. બાળક નિર્દોષ છે , નિષ્પાપ છે , સરળ છે , સૌને તે પ્રેમ કરેછે... તે તો છે જ.. પરંતુ તેનું સૌંદર્ય સુકુમાર છે. સૌંદર્ય જ્યાં જ્યાં છે ત્યાં મન સહજ જ ખેંચાઈ જાય. સીતા માતા ના સૌંદર્ય માટે   “સૌંદર્ય ખનીચી”   શબ્દ વપરાય. તેમના થી અધિક સૌંદર્ય વિશ્વમાં કોઈનું નહિ.   મૂર્તિપૂજા એટલા માટે છે કે તેમાંથી પ્રેરણા મળે કે , ‘ મારે સુંદર રહેવું છે’ ... કારણ મારો ભગવાન સુંદર છે. કૃષ્ણ કનૈયો સુંદર છે.   સુંદરતા એ સાપેક્ષ છે. પ્રત્યેક માતા ને પોતાનો બાળક સુંદર જ લાગે. થોડોક આધ્યાત્મિક વિચાર કરીએ તો...   જેમનું કર્તુત્વ , બુદ્ધિમતા અને કુશળતા પ્રત્યેક માણસ સુખી થાય તે માટે વપરાય છે તે વ્યક્તિ મનોહારી છે , તે સૌને માટે સુંદર છે. આવું વર્ણન ભાગવત માં રાજસૂયયજ્ઞ ના સમય માં ઉદ્ધવજી એ કૃષ્ણપ્રભુ ને માટે મનોહારી સૌંદર્ય શબ્દ નો ઉપયોગ કર્યો છે.   સુકુમાર સૌંદર્ય એટલે સાતેય ધાતુઓ જેની પરિપૂર્ણ છે તે પરંતુ વિશેષ કરીને જે રસધાતુ થી પુષ્ટ છે , રસધાતુ એ હૃદય ની તંદુરસ્તી નું પણ સૂચક છે. રસધાતુ નો ક્ષય થાય તો હૃદય ના ધબકારા વધી જાય....

ભગવાન ( અગ્નિ ) સૂઈ જાય ત્યારે...

કેયુર ભોજન કરતા સમયે ભગવાન ને યાદ કરે , ભોજન ને પણ વંદન કરે ને પછી જ ભોજન કરે. એક સમયે કેયુર તેના શાળાના મિત્રો સાથે વરસાદ ના આહલાદ્ક વાતાવરણમાં કેદાર- જેસોર ના જંગલોમાં ફરવા ગયા , સાથે ટીફીન લઈને ગયા. ત્યાં જંગલ માં સમૂહ માં ભોજન કરતાં પહેલાં કેયુરે આંખો બંધ કરીને ,   “ અહં વૈશ્વાનરો ભૂત્વા....” ને    “ઔમ સહનાવવતુ ...” ની પ્રાર્થના બોલ્યો.   ત્યાં તેનો મિત્ર મનન કહે , અરે ! કેયુર.. તું આ શું બોલ્યો ? કેમ ! હું નિયમિત ત્રિકાળ સંધ્યા કરુંછુ. સવારે ઉઠીને , ભોજન કરતા સમયે અને રાત્રે સૂતા સમયે. ત્રિકાળ સંધ્યા એટલે ભગવાન ને થેંક્યું કહેવું. અરે , વાહ બહુ સરસ.   પરંતુ આ ભોજન કરતાં સમયે જે બોલ્યો તેનો અર્થ શું ?...   ભગવાન ગીતા માં કહે , હું પ્રત્યેક ના શરીર માં   અગ્નિ- જઠરાગ્ની- ભૂખ સ્વરૂપે રહીને , ખાવામાં આવતો   ખોરાક-   ચાવવો , ચૂસવો , ચાટવો અને પીવો   એમ ચારે ય પ્રકાર ના ખોરાક નું હું પાચન કરુંછું પરંતુ તેની એક શર્ત છે કે માણસે પ્રાણ , અપાન , વ્યાન , સમાન ને ઉદાન એમ પાંચ પ્રકારના વાયુ ની જો સમાન ગતિ રાખશો તો જ. ...