સ્વાઇન ફ્લુ ના ઘરેલું ઔષધો - Indian herbs for swine flu
દર્દ કરતા પણ દર્દ નો ભય વધુ મોટો હોય છે. સર્પદંશ થી પણ જેને મૃત્યુ ની સજા આપવાની છે તેવા કેદી ને અંધારી રાત્રે જયારે માત્ર સાપ નો ફુંફાળો સંભળાવી ને ટાંકણી મારવા માં આવે ત્યારે તેનું મૃત્યુ થાય અને તેના લોહી માં સર્પ નું ઝેર આવે કારણ કે તે ઝેર તેના ભય થકી આવેલું હોય છે. विष्णो: पद निर्भयम | આજે માણસ ભય થી જ જીવતો રહેલો છે. સુખ ના શોફા ઉપર બેસી ને પણ જેમ ઉંદર ભય થી જ મીઠાઈ ખાતો હોય છે તેમ આજે માણસ અનેક પ્રકાર ના ભય હેઠળ જ જીવતો રહેલો છે. તમામ પ્રકાર ના ભય ને દૂર કરવા માટે માત્ર ને માત્ર ઈશ્વર નું ચિંતન, મનન અને ધ્યાન જ મદદરૂપ થાય. આયુર્વેદ વનસ્પતિ ના ઔષધો પ્રભુ ના પ્રતિનિધિ છે તેમ સમજી ને તેનો ઉપયોગ થશે તો દર્દ મટશે, દર્દ નો ભય જશે, ભક્તિ થશે, ભાવ વધશે , આરોગ્ય સુધરશે અને દીર્ઘાયુ પ્રાપ્ત થશે. ૧. તુલસી – વિષ્ણુ પ્રિયા તુલસી સૌની જાણીતી છે, જ્યાં હોય તુલસી ત્યાં પ્રભુ નો વાસ હોય. તુલસી સ્વાદ માં તીખી છે, કડવી છે, હૃદય ને ગમે તેવી છે, ગુણ માં ગરમ છે, ભૂખ લગાડનાર છે, પિત કરનાર છે, બળતરા કરે છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો મટાડે છે. પેશાબ ની અટકાવત ને દુર ...