પૂર – મૃત્યુ – કારણ- રોગ અને ઉપાય
બનાસકાંઠા માં
દાંતીવાડા ડેમ માંથી એકાએક [જો કે ૩ કલાક પહેલા સૌને જાણ સરકારે કરેલી] પાણી
છોડવાથી થયેલી હોનારત તેમાં હજારો પશુઓ અને ૬૫ થી અધિક માણસો મૃત્યુ પામ્યા તેનું
અત્યંત દુઃખ સૌને થાય તે સ્વાભાવિક છે. ત્યારે આ વિષે આયુર્વેદ માં ચરક સંહિતા માં
ઋષિ ને પણ ચિંતા થઈ છે ને તેના ઉપાય બતાવ્યા છે.


·
સૌએ
સુંઠ, ધાણા થી ઉકાળેલું પાણી જ આખો દિવસ પીવું. ભૂખ થી ઓછું ખાવું, ખોરાક માં આદુ
નો ઉપયોગ વધુ કરવો. દૂધનો ઉપયોગ ઓછો કરવો, દૂધ પણ સુંઠ, હળદર વિના પીવું નહિ.
કોઇપણ બીમારી આવે કે તરતજ લંઘન એટલેકે ભૂખ થી અડધું જ ખાવું. મગ, મગ નું પાણી, ભાત નું ઓસામણ, આદું સાથે ના
મગ- ભાત જ ખાવા અને તરતજ વૈદ્ય ને મળી ને
આયુર્વેદ ઔષધ લેવા.
·
ઘર માં
ઔષધ પેટી માં ચાર ‘સ’ કાર સંઘરી રાખવા.
૧, સુંઠ.. જેનું બીજું નામ છે વિશ્વ ભેષજ એટલેકે તમામ દર્દો ની તે દવા
છે. શરદી, અપચો, ઝાડા, છાતી માં દુખાવો, માથાનો દુઃખાવો, હેડકી જેવા અનેક દર્દ તે
દૂર કરનાર મહાન ઔષધ છે.
૨, સંજીવની વટી... અપચો, મરડો, ઝાડા, ઉલટી માં આદુ અને લીંબુ ના રસ
સાથે વારંવાર ૧-૧ ટીકડી આપવી.
૩, સુદર્શનઘનવટી..... તાવ,
શરદી, હાઈ બી.પી, સાંધા નો દુઃખાવો માં તાત્કાલિક પરિણામ આપતું ઔષધ છે.
૪, શંખવટી.... અપચો, ઉબકા, ઉલટી, અમ્લપિત, પેટ નો દુઃખાવો, ગેસ-વાયુ ને દુર કરનારછે.
આ ચારેય ઔષધ તાત્કાલિક માં ઉપયોગ લઈ ને નજીક ના વૈદ્ય નો સંપર્ક કરવો.
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
visit & Subscribe - http://www.amrutayurvedkendra.com/
Comments
Post a Comment