મહામારી સ્વાઇન ફ્લુ ને અટકાવો

તમે રાત્રે રમાતી ક્રિકેટ મેચ જોઈ હશે, હજારો વોલ્ટ ના હેલોજન બલ્બ ના પ્રકાશ પાસે માણસ જાય તો શેકાઈ જાય પરંતુ તે બલ્બ પાસે અસંખ્ય જીવાત ઉડતી આપણને જોવા મળે. જયારે હજારો કી.મી દૂર રહેલા સૂરજદાદા ના પ્રકાશ થી બધીજ જીવાત દૂર થઈ જાય. મંદાગ્ની, કફ ને જીવાત જન્ય રોગો દૂર થઈ જાય. તેથીજ તો સૂર્ય એ માત્ર પ્રકાશ નો ગોળો નથી, તે તો છે જ્ઞાન, હુંફ- ઉષ્મા ને જીવન દાતા દેવ છે. દરરોજ સૂર્ય નમસ્કાર પ્રત્યેક વ્યક્તિએ કરવા એ ઉપાસના છે, કૃતગ્નતા છે, માણસાઈ છે.
સતત વરસાદ ના વાતાવરણ થી ચારેબાજુ ફેલાતી ગંદકી ને જીવાત અને જયારે સૂર્ય ના દર્શન દુર્લભ થાય ત્યારે નીતનવા રોગો ફેલાય. અગ્નિ નબળો પડે, પાચન બગડે, વાતાવરણ માં આખા વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ થાય નર શરીર માં કફ નો પ્રકોપ થાય તેથી વાતકફ થી થતા રોગો થાય. ફ્લુ ને આયુર્વેદ માં વાતકફજ જવર કહે. સ્વાઇન ફ્લુ એટલે H1 N1 નામના વાયરસ થી ફેલાતો વ્યાધી.તેથી આપણે વાત કફ જવર ને સમજીએ ને  તો પણ સ્વાઇન ફ્લુ ને અટકાવી શકીએ. વિશેષ કરી ને જયારે ઠંડી થી આવતો તાવ, ખાંસી, શરદી, ગળા માં અવરોધ સ્વરૂપે દેખાય છે તેને આપણે ફ્લુ કે વાત કફજ જવર કહીએ છીએ. વિશેષ માં માસપેશીઓ માં દર્દ, અકળાઈ જાય, માથામાં અતિશય દુઃખાવો, સતત ખાંસી રહે, કામ વગર પણ થાક લાગે, તાવ સતત વધતો  જાય ત્યારે સ્વાઇન ફ્લુ જાણી શકીએ.

આ રોગ ને આવતો અટકાવવા ના કેટલાક આયુર્વેદ ઉપાય આ પ્રમાણે છે.

1.  પાંચ પાન તુલસી ના, પાંચ ગ્રામ આદુ, ચપટી કાળા મરી નો પાવડર અને તેટલી જ હળદર એક કપ ગરમ પાણી માં ઉકાળી ને દિવસ માં બે થી ત્રણ વખત પીવું.

2. લીમડાના વૃક્ષ ઉપર ની ગળો ની વેલ ના એક વેંત જેટલા ટુકડા ને વેંઢાં જેવડા ટુકડા કરી ને – કુટી ને રાત્રે પાણી માં પલાળી સવારે ઉકાળી ને પીવું. અને તે રીતે સવારે પલાળી ને સાંજે ઉકાળી ને પીવું જોઈએ.

3.ગળો સત્વ પણ અડધો ગ્રામ ની માત્રા માં મધ સાથે દિવસ માં ત્રણ વખત લેવું .

4. હળદર અડધી ચમચી મધ કે દૂધ ( ગાયનું ) સાથે પીવું.

5. અડધી ચમચી આમળા ચૂર્ણ અડધો કપ પાણી માં મેળવીને સવારે સાંજે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

6. કપૂર અને ઈલાયચીના પાવડરની પોટલીને વારંવાર સુંઘવા થી સ્વાઇન ફ્લુ ના જંતુ ઓ દુર થાય છે.

ઘરેલું ઔષધ કે જે નિયમીત દર્દ વિના પણ લઇ શકાય જેથી રોગ આવે જ નહિ.

સુદર્શન ઘનવટી કે સુદર્શન ચૂર્ણ ૧-૧-૧ ટીકડી અથવા ચૂર્ણ અડધી – અડધી ચમચી ગરમ પાણી સાથે ઘરના બધા સભ્યો એ સાથે લેવાથી વાત કફ જવર નો પ્રતિકાર થશે.

 અન્ય ઔષધો લક્ષ્મીવિલાસ રસ , ત્રિભુવન કીર્તિ રસ, સીતોપલાદી ચૂર્ણ, યષ્ટિમધુ ચૂર્ણ, અભ્રક ભસ્મ, પ્રવાલ પીષ્ટિ, શ્રુંગ ભસ્મ, વસંતમાલતી રસ, શ્વાસ કાસ ચિંતામણી રસ જેવા ઔષધો નિષ્ણાંત વૈધ ના માર્ગદર્શન થી લઇ શકાય.

ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને ૭૧ માં સ્વાતંત્ર્ય દિવસ ના સૌને જય શ્રી કૃષ્ણ. 


More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)