બાળકો ની ખાંસી – ઊટાટીયું
બાળક અને વૃધ્ધ બને એકસરખા. તફાવત માત્ર ચિંતાનો. આદ્ય શંકરાચાર્ય કહે છે ને કે “ બાલ સ્તાવત ક્રીડા સકત: , તરુણ સ્તાવત તરુણી શકત: , વૃધ્ધ સ્તાવત ચિંતા મગ્ન:” પરંતુ બીમારી માં બનેને ખુબ જ સાચવવા પડે. ક્યારે કઈ બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય. ખાંસી – ઉધરસ માટે પણ આવું જ છે. સામાન્યતઃ ખાંસી કફ થી થાય , ગરમી માં કે ગરમી થી પિત ની ખાંસી થાય પરંતુ બાળક ને ઊટાટીયા ની ખાંસી અને ઘરડા માણસો ને ઉમર ના કારણે અથવા રોગ વધી જવાથી થતી ખાંસી તે વાયુ ની. ઊટાટીયું – આધુનિક ભાષા માં હુપીંગ કફ( whooping cough) અથવા તો pertussis તેને કહે છે. આ ચેપી રોગ છે. આ રોગ નું કારણ Bordetella pertussis નામ ના જીવાણું મનાય છે. આ રોગ થાય એટલે ૭ થી ૧૫ દિવસ તાવ રહે છે. તે દસ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. આ રોગ નો ફેલાવો થુંક , શ્વાસ થી થાય છે. ઊટાટીયું થવા પહેલા ઝીણો તાવ આવે છે સાથે સાથે તીવ્ર ખાંસી પણ થાય છે. ખાંસી સુકી હોય છે અને તેનો વેગ ક્યારેક એટલો તીવ્ર હોય છે કે બાળક ખાંસી કરતા ઉલટી પણ કરી દે છે. ઘણું કરી ને ઊટાટીયું ખાંસી રાત્ર...