બાળકો ની ખાંસી – ઊટાટીયું
બાળક અને વૃધ્ધ બને એકસરખા. તફાવત
માત્ર ચિંતાનો. આદ્ય શંકરાચાર્ય કહે છે ને કે
“બાલ સ્તાવત ક્રીડા સકત:, તરુણ સ્તાવત તરુણી શકત:, વૃધ્ધ સ્તાવત
ચિંતા મગ્ન:”
પરંતુ બીમારી માં બનેને ખુબ જ સાચવવા પડે.
ક્યારે કઈ બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય.
ખાંસી – ઉધરસ માટે પણ આવું જ છે.
સામાન્યતઃ ખાંસી કફ થી થાય, ગરમી માં કે ગરમી થી પિત ની ખાંસી થાય પરંતુ બાળક ને ઊટાટીયા ની ખાંસી અને ઘરડા માણસો ને ઉમર ના
કારણે અથવા રોગ વધી જવાથી થતી ખાંસી તે વાયુ ની.
ઊટાટીયું – આધુનિક ભાષા માં હુપીંગ કફ(whooping cough) અથવા તો pertussis તેને કહે છે. આ
ચેપી રોગ છે. આ રોગ નું કારણ Bordetella pertussis નામ ના જીવાણું મનાય છે. આ રોગ થાય એટલે ૭ થી ૧૫ દિવસ તાવ રહે છે. તે
દસ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. આ રોગ નો ફેલાવો થુંક, શ્વાસ થી થાય છે.
ઊટાટીયું થવા પહેલા ઝીણો તાવ આવે છે
સાથે સાથે તીવ્ર ખાંસી પણ થાય છે. ખાંસી સુકી હોય છે અને તેનો વેગ ક્યારેક એટલો
તીવ્ર હોય છે કે બાળક ખાંસી કરતા ઉલટી પણ કરી દે છે. ઘણું કરી ને ઊટાટીયું ખાંસી
રાત્રે વધુ થાય છે. દમ – શ્વાસ રોગ અને અધિક સુકી – ઉતાવળી – સતત ખાંસી થાય છે
તેથી બાળક ને શ્વાસ લેવા માં પણ તકલીફ પડે છે તેથી બાળક મોંઢું ખોલી ને શ્વાસ લે
છે, જીભ બહાર કાઢે છે અને મોંઢું લાલાશ પડતું થઇ
જાય છે. તેની બે અવસ્થા હોય છે.
પ્રથમ – આ અવસ્થા માં શરદી ની જેમ આંખ, નાક અને ગળા માંથી ચિકાસ આવે, સાધારણ તાવ, શ્વાસ ચડે, મોઢા ઉપર સોજા ચડે, ગળા માં સોજો, નાક માંથી લોહી પણ પડે. આ લગભગ અધ્વાદીયું છળે છે. આમાં ખાંસી સમયે
એવો અવાજ થાય છે જેવો કુતરા ને ખાંસતી સમયે થાય.
બીજી – અવસ્થા માં મુશ્કેલી થી શ્વાસ અને ખાંસી થાય, ચાર – પાંચ વખત ખાંસી બાદ વાયુ બહાર નીકળે, ઉધરસ શાંત થાય અને શ્વાસ લે છે ત્યારે વિશેષ અવાજ થાય છે અને ઉલટી
થાય ત્યારે શાંત થાય છે. આ વખતે મોંઢું લાલાશ પડતું કાળું થાય. આંખો ખુલ્લી થાય,
ઉલટી માં ચીકણો ખોરાક અને કફ નીકળે છે. ત્યારે બાળક
ભયભીત થાય છે. ત્યારે તેને હુંફ જોઈએ છે. ક્યારેક આ રોગ ત્રણ મહિના સુધી ચાલે છે
અને તેના ઉપદ્રવ સ્વરૂપ આંતરડા, પેટ ના પણ ઘણા દર્દ થઇ આવે છે.
સારવાર – આ રોગ માં બાળક દુર્બળ થઇ જાય છે, થાકી જાય છે તેથી બળદાયક ખોરાક અને દાડમ આપવા જોઇએ
👉🏻મગ, ભાત નું પાણી, ફળો નો રસ, મગ, ભાત, મધ જેવો ખોરાક આપતા રહેવું જોઈએ.
👉🏻બાળક ને પ્રકાશ અને સૂર્ય કિરણો ની પાસે વધુ ને વધુ રાખવો.
👉🏻આ ચેપી રોગ હોવાથી અન્ય બાળકોથી દુર રાખવો.
👉🏻ઠંડો પવન અને ઠંડક થી, ઠંડા ખોરાક થી
દુર રાખવો. ગરમ કપડા પહેરાવવા, છાતી ઉપર કપૂર, સિંધવ મિશ્રિત ઘી કે તેલ નું માલીશ કરવું, સુંઠ – ધાણા થી ઉકાળેલું પાણી પીવડાવું.
👉🏻પાન ખાવાના પાન ના રસ સાથે કાળામરી ને મધ સાથે ચટાડવું.
👉🏻તમાકુ ના પાન ની ડીટી ને બાળી ને તેને મધ સાથે ચટાડવું.
👉🏻ફુલાવેલો ટંકણ પણ મધ સાથે આપી શકાય.
👉🏻અંજીર ને દૂધ માં ઉકાળી ને આપવા થી ઊટાટીયા માં લાભ થાય છે.
👉🏻સિતોપલાદી ચૂર્ણ ને મધ સાથે ૧ થી ૨ ગ્રામ ની મત્ર માં આપવું.
👉🏻સુવર્ણ યુક્ત શ્વાસ કાસ ચિંતામણી રસ ૧ – ૧ ટીકડી મધ સાથે આપી શકાય.
👉🏻કનકાસવ કે સોમસવ ની ૨ થી ૩ ચમચી પાણી સાથે વારંવાર આપી શકાય.
આવા દરદીને માટે નિષ્ણાત વૈદ્ય ને
બતાવી ને જ સારવાર લેવી જોઈએ.
Comments
Post a Comment