જીર્ણાતિસાર માં માત્રા બસ્તિ
गुदेन बहु द्रव मल
सरणमतिसार – मधुकोष
ગુદામાર્ગ થી અધિકમાત્રા માં
દ્રવપ્રધાન મળપ્રવૃત્તિ થવી અર્થાત વધુ વખત અને વધુ માત્રા માં શરીર ની પ્રવાહી
ધાતુ પુરીષ ની સાથે મળી ને ગુદામાર્ગથી બહાર નીકળે છે તેને અતિસાર – ઝાડા-ડાયેરિયા
કહે છે.
અતિસાર માં અગ્નિની મંદતા અને વાયુ નો
પ્રકોપ થાય તે મુખ્ય છે.
આજકાલ લોકો અજીર્ણ, અધ્યસન ( વારંવાર નું ભોજન અને ટેન્શન સાથે લોકો જીવે છે. ફાસ્ટફૂડ,
દુષિતાહાર અને પૈસા ની પાછળ દોડતો રહેલો માનસ
શું થયું અને શું થશે ની ચિંતા અને ભય ની સાથે જીવે છે. તેની સાથે દિવસ માં ૨-૪
વખત મળ પ્રવૃત્તિ માટે જવું, ભૂખ ન લાગવી, અપચો યા વેગો ને રોકવાથી આનાહ – આટોપ (ગેસ-આફરો-કબજીયાત) થાય છે અને
તે દર્દો કાયમીના બની જાય છે ત્યારે લોકો કઈ ન કઈ ઔષધી લઇ ને તત્કાળ ફાયદો લઇ લે
છે. પરંતુ મંદાગ્ની માં અહિતાશન – અહિત આહાર વિહાર ના સેવન થી અજીર્ણ અને અતિસાર જીર્ણ
બની જાય છે અને ત્રણેય દોષ ના પ્રકોપ સાથે રોગ બળવાન બને છે ત્યારે ઋતુ, પ્રકૃતિ, આહાર અને અવસ્થાના કારણે આમાતિસાર,
પિતાતિસાર, ભય-શોકાતિસાર, ગ્રહણી ના રોગો ઉત્પન્ન થાય છે.
જીર્ણાતિસાર ના સામાન્ય લક્ષણો –
અજીર્ણ, ઉદરગૌરવ (પેટ ભારે થવું), મંદાગ્નિ,
અબદ્ધમલ પ્રવૃત્તિ, મુત્ર પુરુષ નું સાથે આવવું. અપાન વાયુ – મળનું સાથે આવવું, વિબધ્ધ વાત, વિબધ્ધ વર્ચ, પ્રવાહણ(કુંથન થવું), મુત્રલ્પતા, શુલ, સરકત મલ પ્રવૃત્તિ, ભોજનોતર મલ પ્રવૃત્તિ, શીતદ્વેષી,
સ્વેદ અલ્પતા, હૃદ પ્રવૃત્ય, ત્વક રુક્ષતા, પાંડુતા, ક્લમ, મુખે વિવર્ણતા, મુખે નીલિમા.
જીર્ણ અતિસાર ના દર્દીને ખોરાક
ખાવાપ્રતિ રૂચી થાય છે પરંતુ ભોજન કાર્ય બાદ મળત્યાગની ઈચ્છા થાય છે, કુંથન ક્યારેક થાય છે, પ્રવાહી ધાતુ
ઓછી થવાથી અને રોગ ની જીર્ણતા થી સરકત ,અલ પ્રવૃત્તિ
થવાથી દર્દી થાકી જાય છે, મનોબળ તૂટી જાય છે અને યુવાની માં ઘડપણ
નો અનુભવ થાય છે.
આજે જોવા મળતો અલ્સરેટીવ કોલાઈટીસ નું
વર્ણન આ જીર્ણાતિસાર ની સમાન જણાય છે તેમાં ભય- શોક- જેવા માનસિક આવેશ થી અને
તીક્ષ્ણ ઉષ્ણ આહાર થી પક્વાશય માં વ્રણ અને ક્ષત ઉત્પન્ન થઇ ને મલ ની સાથે રક્ત
અને કફ ની પ્રવૃત્તિ થયા કરે છે.
સારવાર– મહર્ષિ ચરકે વિરેચન પછી સંસર્જન કરાવ્યા બાદ પણ દોષો ની શુદ્ધિ થયા બાદ શુલ અને
અતિસાર યથાવત રહે તો વિશિષ્ટ અનુવાસન બસ્તિ નું વિધાન કર્યું છે.
અમે પણ અભ્યાસ ના માટે જીર્ણાતિસાર ના
દસ દર્દીને ચરક મહર્ષિ એ બતાવેલ અનુવાસન બસ્તિ ને માત્રા બસ્તિ ના રૂપ માં ઉપયોગ
કર્યો છે.
शतपुष्पावरिभ्यां च पयसा
मधुकेन च।
तैलपादं धृत सिध्धं
सबिल्वमनुवासनम्॥च चि १९
प्रपौडिरिक सिध्धेन
सर्पिष चानुवासयेत्।
प्रायशो दुर्बल
गुदाःचिरकालाति सारेण्ः॥
तस्माद भिक्ष्णशस्तेषां
गुदे स्नेह्ं प्रयोजयेत्॥च चि १९
આ આધાર ઉપર અમે બજાર માં તૈયાર મળતું શતાવરી
ઘૃત – ૨૫ગ્રામ અને પધ્મક્તેલ – ૩૫મિલિ ની માત્રામાં મેળવી ગરમ પાણી માં મૂકી ગરમ
કરી દર્દી ને L.L.POSITION માં સુવડાવી ઊંડા શ્વાસોશ્વાસ સાથે
ધીરે ધીરે બસ્તી આપવામાં આવી. આવી પ્રત્યેક દર્દી ને ૮-૮ બસ્તિ આપી.
પરિણામ - યુવાન દર્દી ઓ ને સરક્તમલ પ્રવૃત્તિ, પ્રવાહણ અને જીર્ણાતિસાર માં આ બસ્તિ થી ઘણો લાભ થયો છે.
પ્રૌઢ દર્દીઓ માં – સરકતમલ પ્રવૃત્તિ
માં ઘણો જ લાભ થયો છે . પ્રવાહણ અને અતિસાર પણ લાભ થયો છે પરંતુ યુવા આતુરની
સરખામણી માં ઓછો લાભ થયેલ. પરંતુ તે દર્દીઓને લાંબા સમય સુધી ઔષધોપચાર ચાલુ
રાખવા જરૂરી છે
યુવાન દર્દીઓ માં સામ મળ પ્રકૃતિ ની
સાથે જીર્ણાતિસાર ના દર્દી ને થતા દુઃખાવા માં ઘણો લાભ થયો છે પરંતુ આમદોષ અને
મળપ્રવૃત્તિ માં ઓછો લાભ થયો છે.
Comments
Post a Comment