નવજાત માટે સંગ્રહી રાખો.
ભગવાન દરેક બાળક ને તંદુરસ્ત જ મોકલે છે. પરંતુ આપણી સગર્ભાવસ્થા સમય માં ની બેદરકારી ના કારણે બાળક બિમાર જન્મે છે કે જન્મ પછી વારંવાર બિમાર પડેછે.સગર્ભાવસ્થા માં બાળક ના શારીરિક વિકાસ માટે લોહી ને સાતેય ધાતુઓ ની જેટલી જરૂર છે તેટલી જ જરૂર તેના માનસિક વિકાસ માટે ની જરૂર છે. સગર્ભા ના દોઢ થી અઢી મહિના માં શૌર્ય , તેજ , પરાક્રમ , ત્યાગ , સમર્પણ , ભાવ ના ગુણો બાળક ના જીવન માં આવતા હોયછે. તેમ અઢી થી ત્રણ મહિના માં સૌંદર્ય નો વિકાસ થાયછે. ચોથા મહિના માં ઈશ્વર નું અવતરણ થાયછે. હૃદય નો વિકાસ થાયછે. બાળક પોતાની ઈચ્છા વ્યક્ત કરેછે. બાળક નું ભવિષ્ય નિચ્ચિત થાયછે. પાંચમાં મહિના માં બાળક માં મન નો વિકાસ થાયછે. છઠ્ઠા મહિના માં બાળક માં બુદ્ધી નો વિકાસ થાયછે. સાતમાં મહિના માં સર્વાંગી વિકાસ થાયછે. આઠમા મહિના માં ઓજ નું આવાગમન થાય છે. આમ દરેક મહિના વિશે સગર્ભા માતા ને શિક્ષિત કરવી ને તે પ્રકારની તેની જીવન ચર્યા ગોઠવાય તે ખુબજ જરૂરી છે. તો જ તન ને મન થી તંદુરસ્ત બાળક નો જન્મ થાય. છતાં પણ હવા , પાણી ને ખોરાક ના કારણે જયારે બાળક ને કોઇપણ બીમારી આવી જાય ત્યારે તેને કૌમારભૃત્ય ના જાણકાર વૈદ્ય...