હેડકી મટાડે છે - સુંઠ ને ગોળ


અત્યારે તાત્કાલિક તમારે મારી સાથે વિઝીટ માં આવવું પડશે. રાત્રી ની મુસાફરી કરીને અમે મુકામે પહોચ્યા. નજીકના નિષ્ણાત તબીબ ના પાંચ દિવસ સુધી દરદી દાખલ થયેલા.  “તબીબો એ હાથ ઊંચા કર્યા, ત્યારે આયુર્વેદ- વૈદ્ય યાદ આવ્યા.”. કારણ માત્ર હેડકી બંધ થતી નથી.

અપાન વાયુ અવળો ચડવાથી થયેલી હેડકી ને દૂર કરવા, અપાન વાયુ ને સવળો કરવા  તબીબો ઘણું મથ્યા હશે, પરંતુ વાયુ નું નિદાન વૈદ્ય કરે તો પછી વૈદ્ય વિના વાયુ કાબુ માં પણ કેમ આવે?

ઉતાવળા, અકરાંતિયા બનીને તીખો કે ભારે ખોરાક ખાવાથી, બેધ્યાન બનીને ભોજન કરવાથી, કબજિયાત, શક્તિ થી વધુ વ્યાયામ, વધુ પડતા ઉપવાસ, અધિક ઠંડુ પાણી કે ઠંડુ – વાસી ભોજન કરવાથી, ધૂળ, ધુમાડો નાક માં જવાથી હેડકી થાય છે.

સાજા માણસ ને પણ તીખા, તમતમતા ખોરાક ખાવા થી થતી હેડકી થઇ હોય તો તરતજ મટી જાયછે. પરંતુ જૂની કબજિયાત, કોઈક ગંભીર જૂનો રોગ, શ્વાસ - ટી.બી, કે હૃદય રોગ માં ક્યારેક ૪-૫ દિવસ સુધી પણ નહી મટનારી  હેડકી મૃત્યુસૂચક બની રહેછે. .... અહી અમે જે દર્દી ની વિઝીટ માં ગયા તેમના પેટ માં આફરો હતો ને શરીર દુબળું હતું. પાંચ દિવસ થી નિષ્ણાત તબીબ ની હોસ્પિટલ માં દાખલ હતા.   

    જ્યાં લાખો નો ખર્ચ થાય, દવાઓ ના લાંબા લીસ્ટ થાય ને ઘરના સૌ પરેશાન થાય છતાં ક્યાય આશા નું કિરણ દેખાય નહિ ત્યાં રમતા-રમતાં દર્દ દૂર થઇ જાય તેનું નામ જ આયુર્વેદ.

    ૨ થી ૫ ગ્રામ સુંઠ ની સાથે તેટલો જ ગોળ લઈ તેમાંથી ટીંપા પાડી શકાય તેટલું પાણી ઉમેરી દર ૧૫ મીનીટે બંને નાક માં ૫-૫ ટીંપા પડવાનું શરુ કર્યું.

   વાયુ નું અનુલોમન કરવા ડુંટી ને તેથી નીચેના ભાગે ગરમ કરેલા દીવેલ નું માલીશ કરી ને તેની ઉપર કપડા ના ગોટા નો શેક કર્યો.  

   મળ અને અપાન વાયુ ને નીચે થી સરકાવી શકાય તે માટે ૩૦ થી ૪૦ ગ્રામ દીવેલ ની ગુદા માર્ગ થી પિચકારી આપી.

   સતત ને અતિશય હેડકી ના કારણે છાતી, પડખાં, માથું ને પેટ માં દુઃખાવો  થવાથી ત્યાં પંચગુણ તેલ નું માલીશ કર્યું. સરસવ તેલ નું પણ માલીશ કરી શકાય.

    ખોરાક માં મુખ્યત્વે સુંઠ-ગોળ ની રાબ, ગંઠોડા ની રાબ, લસણ ને તલ ના તેલ માં વઘારેલ ભાત સાથે હિંગ, મગ, મધ, મરી નો ઉપયોગ કરવાની સલાહ આપી.

આશ્ચર્ય સાથે નો સૌને અનુભવ થયો કે આટલા જ પ્રયોગો ને સારવાર થી પાંચ દિવસ  થી નહિ મટનારી ને મૃત્યુસૂચક છે તેવું તબીબો એ કહેલી હેડકી સંપૂર્ણ મટી ગયેલી ને ત્યારબાદ તે દર્દી દસ વર્ષ બાદ ૮૫ વર્ષ ની ઉમરે પ્રભુ ને ધામ ગયેલા.

આવા નિર્દોષ છતાં તાત્કાલિક પરિણામદાયી પ્રયોગો નો ભંડાર એટલે જ આપણો સૌનો આયુર્વેદ. પરંતુ તેના માટે આયુર્વેદ ના શાસ્ત્રો નો જેમણે તીર્થ સ્વરૂપ અભ્યાસ કર્યો છે તેવા દક્ષ ને પ્રાણાભીસર વૈદ્ય પાસે જવું પડે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)