નવજાત માટે સંગ્રહી રાખો.
ભગવાન દરેક બાળક ને તંદુરસ્ત જ મોકલે
છે. પરંતુ આપણી સગર્ભાવસ્થા સમય માં ની બેદરકારી ના કારણે બાળક બિમાર જન્મે છે કે
જન્મ પછી વારંવાર બિમાર પડેછે.સગર્ભાવસ્થા માં બાળક ના શારીરિક વિકાસ માટે લોહી ને
સાતેય ધાતુઓ ની જેટલી જરૂર છે તેટલી જ જરૂર તેના માનસિક વિકાસ માટે ની જરૂર છે.
સગર્ભા ના દોઢ થી અઢી મહિના માં શૌર્ય,
તેજ, પરાક્રમ,
ત્યાગ, સમર્પણ, ભાવ ના ગુણો બાળક ના જીવન માં આવતા હોયછે. તેમ અઢી થી ત્રણ મહિના માં
સૌંદર્ય નો વિકાસ થાયછે. ચોથા મહિના માં ઈશ્વર નું અવતરણ થાયછે. હૃદય નો વિકાસ
થાયછે. બાળક પોતાની ઈચ્છા વ્યક્ત કરેછે. બાળક નું ભવિષ્ય નિચ્ચિત થાયછે. પાંચમાં
મહિના માં બાળક માં મન નો વિકાસ થાયછે. છઠ્ઠા મહિના માં બાળક માં બુદ્ધી નો વિકાસ
થાયછે. સાતમાં મહિના માં સર્વાંગી વિકાસ થાયછે. આઠમા મહિના માં ઓજ નું આવાગમન થાય
છે. આમ દરેક મહિના વિશે સગર્ભા માતા ને શિક્ષિત કરવી ને તે પ્રકારની તેની જીવન
ચર્યા ગોઠવાય તે ખુબજ જરૂરી છે. તો જ તન ને મન થી તંદુરસ્ત બાળક નો જન્મ
થાય.
છતાં પણ હવા, પાણી ને ખોરાક ના કારણે જયારે બાળક ને કોઇપણ બીમારી આવી જાય ત્યારે
તેને કૌમારભૃત્ય ના જાણકાર વૈદ્ય પાસે જવું જ પડે. પરંતુ ત્યાં સુધી તાત્કાલિક
ઘરેલું ઉપચાર પણ આપણી પાસે હોવા જરૂરી છે જે સંગ્રહી રાખવા જેવા છે.
૧, મોટી હરડે..... બાળક ને ગેસ-વાયુ, કબજિયાત, આફરો, ઉબકા-ઉલટી, અપચો થયો તેવું લાગે ત્યારે આ હરડે નો
ઘસારો ચટાડી શકાય. આમ પણ એવું કહેવાય છે કે, “ જેની માતા ઘરે ના હોય, તેની માતા
હરડે.” બાળક ના જન્મ પછી એકાદ દિવસ માતા ને ધાવણ ક્યારેક આવે નહિ ત્યારે હરડે આપી શકાય છે. તેનાથી બાળક નું શરીર શુદ્ધ થાયછે.
૨, સૂંઠ નો ગાંઠિયો..... બાળક ને જયારે શરદી, અપચો, ઝાડા જણાય ત્યારે આ સૂંઠ નો ગાંઠિયો
ઘસી ને તેનો ઘસારો આપી શકાય.
૩. હળદર નો ગાંઠિયો...... હળદર ગરમ છે.
તેથી નાના બાળક માં તેનો ઉપયોગ વિવેક પૂર્વક કરવો જોઈએ. શરદી, ખાંસી, વાગવું, છોલાવું માં હળદરને દૂધ માં ઘસી ને ઉપયોગ કરી શકાય. અને ઘી સાથે તેને
બહારની બાજુ લેપ કરી શકાય.
૪, અતિવિષ ની કળી...... આ ઔષધ હિમાલય ના ઊંચા પર્વતીય વિસ્તાર માં જ
થાયછે. પરંતુ બાળકો માટે નું ઉતમ ઔષધ તેને કહી શકાય. શરદી, તાવ, અપચો, મરડો, કફ, વરાધ ને શ્વાસ ના રોગો, પાચન ના રોગો
માં આ ઔષધ ને ઘસી ને તેનો ઘસારો આપી શકાય.
સારી રીતે સાફ કરેલી કાચ ની બોટલ માં આ
ચારેય ઔષધો અલગ-અલગ મૂકી ને સાચવી રાખવા. અને દર છ-છ મહીને બદલી દેવા. આ ઔષધો
ઈમરજન્સી માં ખૂબજ ઉપયોગી થઈ પડેછે.
સુવર્ણપ્રાશ... જન્મ ના દિવસ થી જ બાળક
ને સુવર્ણ ભસ્મ, મધ ને ઔષધ યુક્ત ગાય ના ઘી થી તૈયાર
કરેલ સુવર્ણપ્રાશ બાળક ના બળ, બુદ્ધી, સ્મૃતિ, રોગ પ્રતિકાર શક્તિ ને વધારવા માટે
અચૂક આપવું જોઈએ. આજે ભવિષ્ય માં આવનારા તમામ વાયરલ રોગો સામે જેમ
વેક્સીન નો ઉપયોગ થાયછે તે લાભ તો ખરો જ ઉપરાંત માં બળ, બુદ્ધી, સ્મૃતિ નો જે લાભ સુવર્ણપ્રાશ થી મળેછે
તે અનોખો છે. જે આપણા ભારતીય ઋષીઓ ની અલૌકિક દેન છે. ...અંગ્રજો આપણા ઉપર શાસન કરી
ને ગયા સાથે આપણી બુદ્ધી ને પણ ગુલામ બનાવી ને ગયા છે તેથી આપણે આપણું ભૂલી
ગયા છીએ. વેક્સીન ભલે અપનાવ્યું પરંતુ આપણું સુવર્ણપ્રાશ તેનાથી ઘણું શ્રેષ્ઠ છે
તે ખ્યાલ હોવો જોઈએ... જય આયુર્વેદ.
Comments
Post a Comment