વંધ્યત્વ નું કારણ: ડેરી નું દૂધ કે કૃત્રિમ બીજદાન
કૃત્રિમ બીજદાન એટલેકે ટેસ્ટ ટ્યુબ બેબી , આજની બહુ વખણાયેલી IVF કે IUI પદ્ધતિ. જે આજે વંધ્યત્વ ના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે. જેમ માણસ માં તેમ પશુઓ માં પણ આવી જ પદ્ધતિ પ્રચલિત છે જેને A.I કહેછે. હવે પ્રશ્ન થાય કે દિવસે ને દિવસે વંધ્યત્વ ના દરદીઓ શા માટે વધતા જ જાયછે. જો કે આવો પ્રશ્ન સામાન્ય માણસ ને તો થતો જ નથી કે નથી થતો ગતાનુગતિક પ્રેક્ટીસ કરતાં તબીબોને.!! આવો પ્રશ્ન અને તે વિષે વિચાર કરતાં જે કેટલાક ચોકાવનારા તથ્ય સામે આવ્યા છે તે અહી વાંચક ને વિચારક પાસે રજુ કરુંછુ. ડેરી નું દૂધ: જો કે હવે ડેરીઓ જાગૃત બની છે કે દેશી ગાય નો પ્રચાર કરેછે. જાગ્યા ત્યાર થી સવાર. પરંતુ હજુ પણ ડેરી માં પુષ્કળ પ્રમાણ માં સંકર ગાય નું દૂધ આવેછે. જે સંકર ગાય ના દૂધ થી વંધ્યત્વ- વાંઝીયાપણું અને કેન્સર જેવા રોગો થાયછે તેવું સંશોધન માં આવ્યા પછી ગુજરાત હાઈકોર્ટે ડેરી ને સરકાર ને ચેતવણી આપેલી પણ સંકર ગાયો સર્વત્ર પથરાઈ ગયા પછી સરકાર પણ લાચાર બની ગઈ છતાં હવે ઘોડો છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા નો પ્રયત્ન થઈ રહ્યોછે.. પશુઓ માં A.I એટલેકે કૃત્રિમ બીજદાન: માણસ એ બુદ્ધિશાળી ...