વંધ્યત્વ નું કારણ: ડેરી નું દૂધ કે કૃત્રિમ બીજદાન


કૃત્રિમ બીજદાન એટલેકે ટેસ્ટ ટ્યુબ બેબી, આજની બહુ વખણાયેલી IVF કે  IUI પદ્ધતિ. જે આજે વંધ્યત્વ ના દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ છે. જેમ માણસ માં તેમ પશુઓ માં પણ આવી જ પદ્ધતિ પ્રચલિત છે જેને A.I કહેછે.

 હવે પ્રશ્ન થાય કે દિવસે ને દિવસે વંધ્યત્વ ના દરદીઓ શા માટે વધતા જ જાયછે. જો કે આવો પ્રશ્ન સામાન્ય માણસ ને તો થતો જ નથી કે નથી થતો ગતાનુગતિક પ્રેક્ટીસ કરતાં તબીબોને.!! આવો પ્રશ્ન અને તે વિષે વિચાર કરતાં જે કેટલાક ચોકાવનારા તથ્ય સામે આવ્યા છે તે અહી વાંચક ને વિચારક પાસે રજુ કરુંછુ.

ડેરી નું દૂધ: જો કે હવે ડેરીઓ જાગૃત બની છે કે દેશી ગાય નો પ્રચાર કરેછે. જાગ્યા ત્યાર થી સવાર. પરંતુ હજુ પણ ડેરી માં પુષ્કળ પ્રમાણ માં સંકર ગાય નું દૂધ આવેછે. જે સંકર ગાય ના દૂધ થી વંધ્યત્વ- વાંઝીયાપણું અને કેન્સર જેવા રોગો થાયછે તેવું સંશોધન માં આવ્યા પછી ગુજરાત હાઈકોર્ટે ડેરી ને સરકાર ને ચેતવણી આપેલી પણ સંકર ગાયો સર્વત્ર પથરાઈ ગયા પછી સરકાર પણ લાચાર બની ગઈ છતાં હવે ઘોડો છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા નો પ્રયત્ન થઈ રહ્યોછે..

પશુઓ માં A.I એટલેકે કૃત્રિમ બીજદાન:  માણસ એ બુદ્ધિશાળી  પ્રાણી છે અને પશુ તે શક્તિશાળી પ્રાણી છે. જેમ માણસ કરતાં અનેક ગણી શક્તિ પશુ માં વિશેષ છે તેમ તેની કામ-SEX ભાવના પણ માણસ કરતાં ઘણી જ પ્રબળ છે. આજે પશુઓ માં કૃત્રિમ બીજદાન ના કારણે તેની પ્રબળ કામભાવના ની માણસ હત્યા કરતો રહેલો છે. આ હત્યા ની વેદના ની આડઅસર તેના દૂધ માં આવેછે . તે- તે દૂધ પીવાથી પણ વંધ્યત્વ રોગ વધતો જાયછે. એક સમયે ગામ માં નંદી ઘર હતા. ત્યાં નંદી ની પૂજા થતી. નંદી ને ગામલોકો ગોળ ને ઘી ખવડાવતા. કારણકે નંદી દ્વારા જ તંદુરસ્ત ને બળવાન ગાય- બળદ મળતા ને તેના દ્વારા શક્તિશાળી દૂધ મળતું.

માણસો માં કૃત્રિમ બીજદાન: આવા પશુઓ નું દૂધ પીવાથી શુક્ર ના કણ ઘટવાથી તે- તે લોકોએ ફરજીયાત પશુ ની જેમ કૃત્રિમ બીજદાન કરાવવું પડે છે. પછી ધીરે ધીરે આગળ ની પેઢી માં આ રોગ વારસામાં આવેછે.

તમાકુ- ગુટકા: કોઈ ડાહ્યો માણસ કહે કે અમે તમાકુ, બીડી, ગુટકા કોઈ દિવસ લેતા જ નથી. પરંતુ ભાઈ આપણા ખેડૂતો ખેતર માં જ્યાં પહેલા તમાકુ વાવેછે ત્યાં તે જ જમીન માં બીજો પાક ઘઉં કે બાજરી વાવી ને લ્યે છે. કારણકે તે- તે અનાજ નું ઉત્પાદન પછી વધુ આવેછે. હવે તમે જ વિચાર કરો કે તમાકુ પછી તૈયાર થયેલ તે ઘઉં કે બાજરી માં તમાકુ નો ભાગ આવે કે નહિ?. આવે જ. .... આયુર્વેદ માં યોગરત્નાકર ગ્રંથ માં લખ્યું છે કે તમાકુ ના સેવન થી આંખો નું તેજ ને બધીજ ધાતુઓ નો સાર- શુક્ર હણાય છે. તમાકુ થી કેન્સર થાયછે તે તો છેલ્લું મૃત્યુ નું સ્ટેજ છે પરંતુ તેની પહેલા તમાકુ ખાનાર જીવતો જ મરી જાયછે. મારે ઘણી વખત કહેવું પડેછે કે ભાઈ, તમાકુ સાથે જીવતો હોય તો શા માટે કોઈ કન્યા નું જીવન મુરઝાવવા બહાવરો થાયછે.

મને આયુર્વેદ પ્રેક્ટીસ શરુ કર્યે ૩૪ વર્ષ પુરા થઈ રહ્યા છે. ત્યારે કેટલાક અનુભવ નું તારણ અહી રજુ કરુછુ. ૩૦ વર્ષ પહેલાં seman report માં total count સામાન્યત: લોકોને  ૧૨૦ થી ૧૪૦ મિલિયન આવતો ને motility ૯૦ થી ૯૫ ટકા આવતી. જયારે આજે ૬૦ મિલિયન ને ૬૦ ટકા પણ રીપોર્ટ આવતો નથી. ....આ ઉપરોક્ત કારણો નું આ પરિણામ છે..... આ  મેડીકલ ની ભાષા છે.

જંક ફૂડ, વ્યાયામ નો અભાવ, ચિંતા ને ભય ગ્રસ્ત જીવન, આધુનિક- એલોપથી દવાઓ નો અધિક ઉપયોગ, ઘી-દૂધ નો ઓછો ઉપયોગ આ બધા કારણો પણ વંધ્યત્વ માટે જવાબદાર છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)