અજા રક્તબસ્તિ
એઈડ્ઝ, ઝેરી કમળો-
હીપેટાઈટીસ-બી પોઝીટીવ ... જેવા ચેપી ને જીવનભર સાથે રહેનારા રોગો થવાના ઘણા કારણો
માં એક કારણ છે – ચેપી લોહી એકનું બીજાને ચડાવવાથી આ ગંભીર રોગો ફેલાય છે.
લેબોરેટરી ની પૂરી ચકાસણી છતાંય માનવ સહજ ભૂલ થાય એટલે તે- તે દર્દી ને તો જીવનભર
ની સજા.
अहिंसा प्राण वर्धनानाम ||
આયુષ્ય આયુષ્ય વધારવા માટે અહિંસા થી શ્રેષ્ઠ
એક પણ ઔષધ નથી. અહિંસા એટલે પ્રેમ કરવો. જીવ, જગત ને જગદીશ ઉપર પ્રેમ કરવાનું શિક્ષણ જે આયુર્વેદ આપેછે તે જ
આયુર્વેદ માણસ નો જીવ બચાવવા માટે માણસ નું નહિ પણ વહી જતા બકરી ના લોહી નો ઉપયોગ
કરવાની ભલામણ કરેછે.
ત્યારે આયુર્વેદની આ... બકરી ના લોહી ની ગુદા
માર્ગ થી આપવામાં આવતી બસ્તિ ની પદ્ધતિ નો પ્રયોગ સરળ છે, ચેપ રહિત છે, west માં થી best છે, ખર્ચાળ નથી, કોઈ આડઅસર નો ભય નથી, ઝડપી ને ઉત્તમ પરિણામ આપનારો આ પ્રયોગ
છે અને આજના સમય માં સંપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો માં થી પસાર થયેલ છે. અમદાવાદ ની
અખંડાનંદ આયુર્વેદ કોલેજ માં વૈદ્ય અતુલ ભાવસાર ના પ્રયત્નો થી છેલ્લા લગભગ દસ થી અધિક વર્ષ થી અજા રક્તબસ્તિ
દ્વારા અનેક દરદીઓને જીવનદાન મળેલ છે.
ચરક સંહિતા માં આ પ્રયોગ વિષે નોધ
છે.જ્યાં- જ્યાં લોહી ની જરૂર હોય ત્યાં આ પ્રયોગ કરી શકાય છે. વિશેષ માં
થેલેસેમિયા મેજર રોગ માં સામાન્ય રીતે ૧૫ થી ૨૦ દિવસે લોહી ચઢાવવું પડતું
હોયછે તેવા દર્દી ને અજા રક્ત બસ્તિ ની એક
બોટલ થી ૧ ગ્રા. લોહી વધે છે જે એટલું તો અનુકુળ આવેછે કે તેવા દર્દી ને ૩૦ થી ૫૦
દિવસે લોહી ચઢાવવું પડેછે.
એનીમા ની જેમ ગુદા ના માર્ગથી પણ જેમ
હાથ ની નસ માં બોટલ ચઢાવવા માં જેટલી ધીમી ગતિ થી બોટલ ચડાવાય છે તેવી રીતે ધીમે
ધીમે ગુદા ના માર્ગ થી આ બકરી ના લોહી ની બોટલ ચડાવાય છે. પરંતુ લોહી નો સ્વભાવ છે
થીજી જવાનો તેથી તેમાં પણ માણસ ના લોહી ની જેમ anti coegulant ઉમેરવું જરૂરી બને છે. જો કે હમણાં સાંભળ્યા પ્રમાણે તેવું લોહી થીજી
ના જાય તેવું આયુર્વેદ નું ઔષધ પણ સંશોધન થી વિકસાવ્યું છે.
આ પ્રમાણે લોહી ચઢાવવાથી કોઈ જ પ્રકાર
નું નુકશાન હજુ સુધી નોધાયું નથી. છતાં પણ આવા લોહી ની બધી જ પ્રકાર ની લેબોરેટરી તપાસ
કરીને આપવામાં આવેછે. માણસ નું લોહી આપવાથી આજે જરૂર વિશ્વ ને ઘણા લાભ થયા છે,
તો પણ સંપૂર્ણ સુરક્ષિત નથી. તેનાથી આડઅસર,
અવળી અસર, નવા જ ચેપી રોગો ક્યાંક ફેલાયેલા જોવા મળેછે તેની તુલના માં અજા રક્તબસ્તિ
વધુ સુરક્ષિત જણાય છે.અને જ્યાં જ્યાં માણસ ના લોહી ની જરૂર હોય ત્યાં બધે જ આ
રક્ત નો ઉપયોગ થઈ શકેછે. આ વિષયે હજુ વધુ સંશોધનો ની જરૂર છે.
અહી એકવાત ફરીથી દોહરાવવા નું મન થાય
છે કે આયુર્વેદ ને કોઇપણ પ્રાણી ની હિંસા માન્ય નથી જ. છતાં પણ આયુર્વેદ એક વિજ્ઞાન
હોવાથી કેટલીક બાબતો વિશ્વ સમક્ષ મુકવી તે વિજ્ઞાન નું પ્રતિપાદન છે તેમ સમજવું.
તેથી જ આયુર્વેદ માં કહ્યું છે ને
કે.... હિતકારક, અહિતકારક, સુખકારક, દુઃખકારક, જે કઈ છે તે બધું જ બતાવે છે તે આયુર્વેદ વિજ્ઞાન છે તેમ આચાર્ય
વાગ્ભટ્ટ કહેછે.
Comments
Post a Comment