ॐ અર્કાય નમ : ||
ભગવાન સૂર્ય નારાયણ ના બાર નામો માં એક નામ છે.. “ અર્ક ”. જે યુવાન છે તે , દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરતાં આ મંત્ર નું ઉચારણ કરે જ છે. સૂર્ય ની સામે સવારે બેસવાથી જેમ ઠંડી , કફ , શરદી , ખંજવાળ દૂર થાય ને સ્ફૂર્તિ આવે , પાચન સુધરે. વાતાવરણ માં થી જીવાત - મચ્છર- કૃમિ દૂર થાયછે. સૂર્ય ના પ્રતિનિધિ બનવાનું સૌને ગમે. સૂર્ય પાસે જવાથી જેમ રોગ જાય તેમ હુંફ ને સ્ફૂર્તિ મળે. જે માણસો એક- બીજાને હુંફ આપવા માટે સતત પ્રયત્નશીલ છે તે બધાજ સૂર્ય ના પ્રતિનિધિ છે તેમ સમજી શકાય. વૃક્ષ- વનસ્પતિ પણ સૂર્યનું કામ કરનાર છે. તે સૌમાં અર્ક- એટલેકે આપણો સૌનો પરિચિત "આકડો" એ અગ્રેસર છે. તો આવો આજે આપણે આક્ડાભાઈ ને ઓળખીએ- સમજીએ. 😀 આકડો એટલે દુઃખાવાનો ને કફ ના રોગોનો દુશ્મન. શરીરના કોઈપણ ભાગમાં દુઃખાવો થાય કે ક્યાંય ક્ફના રોગો- ખંજવાળ , પાક- પરુ , સોજા , દમ નું દર્દ , કૃમી હોય ત્યાં આકડો અકસીર છે. અરે !! ખેતીમાં પણ આકડો ખેડૂત નો મિત્ર છે. ખેતર માં પાક ઉપર જીવાત થાય કે હિમ પડવાથી પાક બળવાની સ્થિતિ ઉભી થાય , ઉધઈ થાય કે છોડ નો યોગ્ય વિકાસ થાય ...