આજ થી ઉતરાયણ ........
ઋતુ કેટલી ? આ પ્રશ્ન ના ત્રણ જવાબ છે.
૧, ઉતરાયણ અને દક્ષિણાયન..
૨, શિયાળો, ઉનાળો અને ચોમાસું...
૩, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. .......... અત્યારે હવે ઉતરાયણ શરુ થશે. સૂર્ય મકર
રાશી માં પ્રવેશ કરશે તેથી મકરસંક્રાંતિ. હવે દક્ષિણાયન ઋતુ પૂરી થઈ અને ઉતરાયણ ઋતુ શરુ થઈ. આ એક- એક ઋતુ છ- છ
મહિના ની હોય. એટલે અત્યારનો સમય ઋતુસંધી- સંધ્યાનો એટલેકે સંક્રાંતિ નો સમય કહેવાય.
અને હંમેશા રોગો, જીવાત અને શારીરિક- માનસિક નબળાઈ આ
સંધીકાળમાં જ વિશેષ આવેછે.. તેથી આ સમય માં આપણે વિશેષ દક્ષ બનીને રહેવું
જોઈએ.
કોઈએ સરસ કહ્યુંછે કે... “સંક્રાંતિ નો
કાળ ખરેખર ક્રાંતિ કેરો કાળ છે, ભક્તિ ની શક્તિ ધરસું આ વિશ્વ ઘણુંજ
વિશાળ છે.... વંદે જગદગુરુમ... વંદે જગદગુરુમ ”.
અત્યારે શિયાળો, શિશિર ઋતુ ચાલેછે અને હવે ઉતરાયણ શરુ થશે. આજથી.. સૂર્ય પૃથ્વીથી
ધીરે ધીરે નજીક આવશે, તેથી સૂર્યનારાયણ નું સ્વાગત કરવામાટે શાળા-
મહાશાળાઓમાં ને સરકાર ને સંસ્થાઓ દ્વારા સમૂહમાં સૌ યુવાનો સૂર્યનમસ્કાર કરશે. એમ
કહેવું હોયતો કહી શકાયકે.. જે સુર્યનમસ્કાર કરે તે સદાબહાર યુવાન જ રહે. આજે આ લેખ
લખનાર પોતાની ૫૮ વર્ષ ની ઉમરે નિયમિત ૫૦ સૂર્યનમસ્કાર કરેછે.
જોકે અમારી આ નિયમિતતા નો યશ પ્રેરણાસ્રોત એવા
સૂર્ય સમાન, નિયમિત સુર્યનમસ્કાર કરનાર પૂજ્ય
પાંડુરંગદાદા ને આપીએ છીએ.
હવે ઠંડી ઘટશે, ગરમી વધશે, શિશિરના કારણે ઠંડો પવન વધશે, દિવસે ગરમી ને રાત્રે ઠંડી એવું ચક્ર થોડો સમય ચાલશે. સૂર્ય નમસ્કાર
ની સાથે સૂર્ય સ્નાન- આતપ સ્નાન- તડકા માં વ્યયામ એટલેકે પતંગ ચડાવવાની મજા લેવાનો
આ સમય છે. હેમંત માં ઠંડુ, ચીકણું, પચવામાં ભારે તેવો ખોરાક ખાધો હોય પરંતુ વ્યાયામ કર્યો ના હોય તેમને સૂર્ય પૃથ્વી થી
નજીક આવવાથી શરીર માં ચોંટીને રહેલો કફ પીગળે છે ને શરદી, ખાંસી, શ્વાસ, ક્ષય, ખંજવાળ, ખોડો, સોજા થઈ આવેછે.
પરંતુ જે લોકો નિયમિત વ્યાયામ કરેછે કે
જેમનું જીવન સતત પરિશ્રમ- મહેનત વાળું છે તેમને આ હેમંત અને શિશિર ઋતુ માં તલ- ગોળ
નું કચરિયું કે સુખડી ખાવી જોઈએ, ખવડાવવી જોઈએ, સૂર્ય નારાયણ ના સ્વાગતમાં તેનું દાન પણ કરવું જોઈએ, તલ- ગોળ ના લાડુ
માં મુકીને આપવામાં આવતા પૈસા એ છૂપા દાનનો મહિમા સમજાવેછે. તલ ની ચિકાશ ને ગોળની
મીઠાશ જેવા પાકા, સ્વાર્થ વિનાના સંબંધો બનાવવાનો આ સમય
છે.
ઈશ્વર માણસ ની કેટલી કાળજી લે છે કે અત્યારે શરદી, કફ થી બચવા માટેના શાકભાજી સર્વત્ર ખૂબજ થાયછે. . ચણા, રીંગણ, વાલ, વટાણા, કોબી, ફુલાવર, મેથી, પાલખ... અત્યારે મળતા બધાજ શાકભાજી કફ ને દૂર કરનાર હોવાથી સૌએ ખાવા જોઈએ.
તેથી આજે સૌ ઊંધિયું ખાશે જાણે શાકોત્સવ મનાવતા હોય....
હવે, ઝાઝું નહિ લખતાં 😀 ઊંધિયું ખાઓ ને પતંગ ચડાવો,
દાન નો મહિમા સમજીએ ને સ્વાર્થ વિનાના સંબંધો
બનાવીએ અને નિયમિત સૂર્ય નમસ્કાર કરવાનો સંકલ્પ લઈએ ને તે પ્રમાણે કરીને તન- મન ની
તંદુરસ્તી જાળવી રાખીએ.... સૌને ઉતરાયણ ના અભિનંદન.....
Comments
Post a Comment