ઝેર સમાન આમ દોષ


 તમે હાથ માં દડો લીધો અને ફેંક્યો તેથી દડા ને ગતિ મળી.  પરંતુ તે ગતિ ધીમી થવી એ સ્વભાવ છે, પ્રકૃતિ છે. દડા ને ગતિ આપવી તે પુરૂષાર્થ- પ્રયત્ન છે. જયારે માણસ નો પ્રયત્ન અટકી જાય ત્યારે......... આળસ, પ્રમાદ અને મૂર્ખતા.  આમદોષ દર્દ અને દર્દ માં વધારો આવવો એ સહજ છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે.

 કોઈપણ ખોરાક ખાવામાં આવે અને તેનું યોગ્ય પાચન થાય તો તેમાંથી ................ અન્ન માંથી અન્નરસ અને તેમાંથી ઉતરોતર ધાતુઓ..... રસ, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને  શુક્ર એમ સાતેય ધાતુઓનું નિર્માણ થાયછે. પરંતુ જયારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલેકે અજીર્ણ- અપચો થાયછે ત્યારે અન્ન માંથી અન્ન્રરસ અને રસ આદિ  ધાતુઓ બનતી નથી કે ઓછી માત્રા માં બનેછે અને કાચો રસ બનેછે. જે કાચારસ ને આયુર્વેદ ની પરિભાષા માં આમદોષ કહેછે. એટલું જ નહિ આયુર્વેદ ના આચાર્યોએ તો આ આમદોષ ને ઝેર ની સંજ્ઞા આપીછે.  અહી એક સરસ મજાનો શ્લોક યાદ આવેછે કે ....

અનાત્મવંત : પશુવત ભૂંજતે યો અપ્રમાણત: |  રોગનીકસ્ય તે મૂલમ અજીર્ણમ પ્રાપ્નુંવંતી : ||

એટલેકે જેને પોતાના આત્મા- મન ઉપર કાબુ નથી તે પશુની જેમ પ્રમાણ નું ભાન રાખ્યા વિના ખાવાનું ખાયછે તેને રોગોના સમૂહ નું મૂળ એવો અજીર્ણ- અપચો- આમદોષ વ્યાધી થાયછે. વ્યવહારમાં પણ કહેછે ને કે ભૂખ હોય તોય ના ખાય અને ભૂખ ના હોય તોય ખાય તે માણસ. ગાય, કુતરો, સિંહ ભૂખ વિના ખાશે નહિ પણ માણસ ખાશે કારણકે ભગવાને માણસને ઈચ્છા શક્તિ આપીને કમાલ કરી દીધી છે. માણસ ધારેતો નર માંથી નારાયણ બનીશકે અને કશું જ ના કરેતો દડા ની ગતિ ધીમી પડવાની એ ન્યાયે માણસ માંથી પશુ તો બનવાનો જ. તેવીરીતે આમદોષ ના થાય તે માટે આહાર, વ્યાયામ, નિદ્રા અને બ્રહ્મચર્ય ના વિષય માં યોગ્ય જ્ઞાન, સંયમ અને પ્રયત્ન હોવો જરૂરી છે.

 આ આમદોષ- કાચોરસ શરીર માં જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સોજો, દુઃખાવો, ગૌરવ, ભાર લાગવો, તાવ, આળસ, કૃમિ, ચિકાસ આવવી જેવા શરીર ના સ્થાન, ઋતુ, પ્રકૃતિ  પ્રમાણે જુદા- જુદા લક્ષણો નો સમૂહ જોવા મળેછે. જેમકે...... આમદોષ માથામાં જાયતો માથું ભારે લાગે અને તામસિક વૃતિ થાય. હૃદય માં જાયતો .. M.I – હાર્ટ એટેક પણ આવી શકે. આમદોષ સાંધાઓ માં જાય તો ત્યાં સોજા, દુઃખાવો ને વિછી ડંખ મારે તેવી વેદના પણ થઈ શકેછે. આમદોષ આંતરડા માં જાય તો પાચન બગડે, પેટ ભારે થાય, લીવર, બરોળ, પેન્ક્રીયાઝ, કીડની અંગોના દર્દો શરુ થઈ જાય અને મળ માં ચિકાશ આવતા મરડો ને અલ્સર પણ થઈ આવે. આમદોષ કમર ના મણકાઓ માં જાય તો... રાંઝણ, અવબાહુક અને મણકા ની ગાદી ખસી જવાના કે ગાદી ઘસવાના રોગો થાયછે.

 આમદોષ એ તમામ રોગો થવામાં મુખ્ય ભાગ ભજવે છે. અને જ્યાં સુધી આમદોષ નું યોગ્ય રીતે પાચન થાય નહિ ત્યાં સુધી દર્દ દબાશે, તાત્કાલિક રાહત થશે પરંતુ દર્દ મૂળમાં થી કાયમી માટે મટશે નહિ. અરે! જયાં  સુધી આમદોષ નું પાચન થાય નહિ ત્યાં સુધી પંચકર્મ થી પણ યોગ્ય પરિણામ મળતું નથી. તેથી જ પંચકર્મ નું  કોઈપણ કર્મ કરતા પહેલાં દીપન અને પાચન કર્મ કરવામાં આવેછે જેથી આમ નું પાચન થાય.

 રોજિંદા વ્યવહારમાં દરેક વ્યક્તિએ સાજા રહેવા માટે આમદોષ થાય નહિ તે માટે...................

         ભૂખ વિના ખાવું નહિ, ભૂખ થી અડધું જ ખાવું, રાત્રી ભોજન નો ત્યાગ કરવો, રોગ અને પ્રકૃતિ ને ધ્યાન માં લઈ વૈદ્ય ના માર્ગદર્શન પ્રમાણે આહાર- વિહાર નું આયોજન કરવું.

         લંઘન કરવું. સૂંઠ ના ઉકાળામાં દિવેલ સવારે પીવું એ આમદોષ દૂર કરનાર શ્રેષ્ઠ ઔષધ છે છતાં વૈદ્ય નું માર્ગદર્શન લેવું કારણકે દરેકે દરેક અંગો અને દર્દ પ્રમાણે ની સલાહ- સારવાર જૂદી જૂદી હોય ને!!

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)