વન – વન માં ફાગુન ~ વનવાસી સમૃતિ
ઋતુઓ ની યૌવન એટલે વસંત અને જીવન ની વસંત એટલે યૌવન. ફાગણ માં વસંત ખીલી છે. ચારેકોર વસંત ની ફોરમ છે. જ્યાં- જ્યાં નજર મારી ઠરે , યાદી ભરી ત્યાં આપની..... તેમ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર કેસુડો ને શીમળો. બન્ને ના દૂર થી એક જેવા જ દેખાતા ફૂલો થી લચી પડતા બંને વૃક્ષો જોઇને મન ઝૂમી ઉઠે. ત્યારે એક ગીત મન માં ગવાઈ જાયછે. નાચ ઉઠા , ઝૂમ ઉઠા , ખીલ ઉઠા હૈ મન.... ચારો ઔર દીખ રહા હૈ એક હી રંગ. .... આજ પ્રકૃતિ ને દિયા કિતના બડા ઉપહાર , ખીલ્યું માનવ જીવન ને ખીલ્યા કેસુડાં હમણાં પૂજ્ય પાંડુરંગદાદાજી ના આશીર્વાદ થી વારંવાર અમીરગઢ તાલુકાના કેટલાક ગામ માં જવાનું થયું. પર્વતો માં વસેલા એ ગામ. કોઈપણ એક થી બીજા ઘરે જવું હોય તો... એક થી બીજા ભાંખરે જ જવું પડે. સર્વત્ર ગીરીમલ્લિકા એટલેકે કુટજ , શ્વેત કુટજ , પલાશ – ખાખરો - કેસુડો , શાલ્મલી- શીમળો જોવા મળે. જાણે આ બધાજ વૃક્ષો સૌંદર્ય ની હરીફાઈ લગાવતા હોય તેવા ખીલેલા ને પોતાના ફળ ને ફૂલો થી લચી પડેલા જોવા મળ્યા કે આ બધું જોઇને અમારુ...