વન – વન માં ફાગુન ~ વનવાસી સમૃતિ
ઋતુઓ ની યૌવન એટલે વસંત અને જીવન ની
વસંત એટલે યૌવન. ફાગણ માં વસંત ખીલી છે. ચારેકોર વસંત ની ફોરમ છે.
જ્યાં- જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં
આપની..... તેમ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર કેસુડો ને શીમળો. બન્ને ના
દૂર થી એક જેવા જ દેખાતા ફૂલો થી લચી પડતા બંને વૃક્ષો જોઇને મન ઝૂમી ઉઠે. ત્યારે
એક ગીત મન માં ગવાઈ જાયછે. નાચ ઉઠા, ઝૂમ ઉઠા,
ખીલ ઉઠા હૈ મન.... ચારો ઔર દીખ રહા હૈ એક હી
રંગ. .... આજ પ્રકૃતિ ને દિયા કિતના બડા ઉપહાર, ખીલ્યું માનવ જીવન ને ખીલ્યા કેસુડાં
હમણાં પૂજ્ય પાંડુરંગદાદાજી ના આશીર્વાદ થી વારંવાર અમીરગઢ તાલુકાના
કેટલાક ગામ માં જવાનું થયું. પર્વતો માં વસેલા એ ગામ. કોઈપણ એક થી બીજા ઘરે જવું
હોય તો... એક થી બીજા ભાંખરે જ જવું પડે. સર્વત્ર ગીરીમલ્લિકા એટલેકે કુટજ,
શ્વેત કુટજ, પલાશ – ખાખરો - કેસુડો, શાલ્મલી- શીમળો
જોવા મળે. જાણે આ બધાજ વૃક્ષો સૌંદર્ય ની હરીફાઈ લગાવતા હોય તેવા ખીલેલા ને પોતાના
ફળ ને ફૂલો થી લચી પડેલા જોવા મળ્યા કે આ બધું જોઇને અમારું મન પણ નાચવા ને ઝૂમવા
લાગ્યું ને સહજતા બોલાઈ જવાતું કે જુઓ, શું પ્રકૃતિ
ખીલી છે. આભાર દાદાજી તમારો કે તમે અમને અહી પ્રકૃતિ ના દર્શન કરવા મોકલ્યા.
આજે હજારો ભાઈ- બહેનો પૂજ્ય દાદાજીના આશીર્વાદ ને ત્રિકાળસંધ્યા નો
સંદેશ લઈને બનાસકાંઠા, સાબરકાંઠા ને અરવલ્લી જીલ્લાના
વનવાસીના તમામ ગામોમાં ને ઘરોમાં છેલ્લા કેટલાય મહિના થી નિયમિત જતા રહ્યા છે.
પ્રભુ કાર્ય કરતાં રહ્યા છે. કોઈપણ સ્વાર્થ કે અપેક્ષા વિના ઝુંપડે- ઝુંપડે જઇ
રહ્યા છે. તેમના માં રામ નિહાળતા રહ્યા છે.
શહેર ની ચાર ડગલા પણ ગાડી વિના નહિ ચાલનારી બહેનો જયારે ડુંગરા ખુંદી રહ્યા
છે ત્યારે ખરેખર આ ઋષિને વારંવાર વંદન કરવાનું મન થઇ આવે છે. ભક્તિ કરતાં- કરતાં પ્રકૃતિ ના ખોળે રમતા
કર્યા. સૌના દિલ માં એક જ લગની હોય કે સૌને મળવું, સૌના હૃદય માં રહેલા ઈશ્વર ના દર્શન કરવા અને જાણે આ જોઇને ભગવાન પણ
અઢળક પ્રેમ વરસાવવા પ્રકૃતિ સ્વરૂપે ખીલી રહ્યો છે.
ભગવાન મારું જીવન ચલાવે છે. મને સુવાડેછે, સવારે ઉઠાડેછે ને ખાધું પણ તે જ પચાવેછે. શાંતિ, સ્મૃતિ ને શક્તિ નું દાન દરરોજ તે મને આપેછે. વિશ્વ ચલાવનાર વિશ્વમભર
ચોવીસે કલાક મારી સેવા કરેછે. ઓછાનામે હું તેને આ ત્રણ સમય યાદ કરુ. આથી.... મારા
માં રામ, તારામાં રામ, સૌના હૃદય માં વસે છે ઘનશ્યામ ની ભાવના સહજતા થી સાકાર થાયછે. આપણે ભગવાન ને તેની બનાવેલી સૃષ્ટી
પ્રત્યે કૃતજ્ઞ બનીએ ને જીવન ને સુંદર બનાવીએ.
આજે (25/3/19) આવીરીતે વનવાસી પાસે જઈને હજારો વનવાસી
સાથે હિમતનગર માં સૌ મળી રહ્યા છે ત્યારે.. પ્રકૃતિ સાચે જ હરખાઈ રહી ને કહેતી હશે
કે, હું હવે નંદનવન બનીશ....
Comments
Post a Comment