સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સંશોધન
જૂના જમાના ની તાજી કહેવત છે કે
......... “ ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય. દૂધે વાળું જે કરે, તે ઘર દર્દ ના જાય.”
આ જ વિષય ને મહર્ષિ વાગ્ભટ્ટ શાસ્ત્રીય
રીતે સમજાવે છે કે,” शितोद्भावम
शीतोद्भवं दोषचयम वसन्ते | विशोधयन
ग्रीष्मजमभ्रकाले ||
હેમંતઋતુ ( શિયાળાની ઠંડી ) માં ચોંટી
ગયેલા કફને વસંતઋતુ ( ફાગણ- ચૈત્ર ) ની શરૂઆતમાં શોધન કરીને વમનકર્મ એટલેકે વૈદ્યની
પાસે વિધિવત રીતે ઉલટી કરાવવાનું કર્મ જેમાં પાંચ દિવસ સુધી કકડીને ભૂખ લગાડી,
આમદોષ નું પાચન કરાવીને ઔષધયુક્ત ઘી પીવડાવી,
ઘી ની એટલી માત્રા પીવડાવવામાં આવેછે કે ઘી
સંપૂર્ણ શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચીને ઉભરાઈ આવે, જે માટે પાંચ થી સાત દિવસ ચડતા ક્રમે ઘી પીવડાવવામાં આવેછે. ત્યારબાદ
એક થી બે દિવસ સંપૂર્ણ શરીર ઉપર માલીશ ને
સેક કરાવી, દોષનો ઉત્ક્લેશ કરાવીને તે- તે દોષને
ઉલટી દ્વારા બહાર કાઢવાની ક્રિયાને વમનકર્મ કહેછે.
તેવી જ રીતે ગ્રીષ્મઋતુ (ગરમી ના દિવસો ) માં સંચિત થયેલ વાયુ અને
ગરમી ઉતરતાં જ ચોમાસા પહેલાં કે વર્ષા ઋતુ ની શરૂઆતમાં બસ્તિ કર્મ થી વાયુ નું શમન
કરાવવું જોઈએ. બસ્તિકર્મ માં સંપૂર્ણ શરીર ઉપર માલીશ- સેક કરી ને ભોજન પછી અનુવાસન
અને ભોજન પહેલા નિરૂહ બસ્તિ એમ આંતરે આપવામાં આવેછે. જેમાં અનુવાસન બસ્તિ માં
ચડાવેલ ઔષધી ત્રણ થી બાર કલાક શરીર માં ટકી રહેછે. જયારે નિરૂહબસ્તિ માં ચડાવેલ ઔષધી
તરતજ નીકળી જાયછે.
તથા વર્ષાઋતુ માં ભેગા થયેલા ને શરદઋતુ માં પ્રકુપિત થનાર પિત્ત નું
શરદઋતુ ( આસો- કારતક ) આવે તે પહેલા ભાદરવા મહિનામાં વિધિવત વિરેચન કર્મ કરાવવું
જોઈએ. વિરેચન કર્મ પણ વમનની જેમ પાંચ દિવસ સુધી દિપન ને પાચન કરાવી ને બે થી ત્રણ
દિવસ સુધી માલીશ ને સેક કરાવીને અતિશય ઝાડા દ્વારા પિત્તનું વિરેચન કરાવવામાં
આવેછે. આ બધાજ કર્મો નિષ્ણાત ને અનુભવી પંચકર્મ વૈદ્ય પાસે જ કરાવવા જોઈએ.
આ પંચકર્મ માં વમનકર્મ ની ઘરેલું પદ્ધતિ એટલે ઓકી દાતણ જે કરે તે.. ફાગણ- ચૈત્ર મહિનામાં સવારે દાતણ કરતી
વખતે ઓકી- ઓકી ને કફ કાઢવામાં આવે, અને બસ્તિકર્મ ના પ્રતિનિધિ સ્વરૂપ
સવારે નરણા કોઠે આખી, મોટી વજનદાર હરડે ના દળ ની છાલ
ચૂસવામાં આવે અથવા એનીમા કેન દ્વારા સવારે કે રાત્રે હુંફાળા કે ઉકાળીને ઠંડુ
કરેલા પાણી ની બસ્તિ જાતે લેવામાં આવે તે નિરૂહ અને તલતેલ ની ૩૦ મી.લિ ની બસ્તિ
રાત્રે ભોજન પછી લેવામાં આવે તે અનુવાસનબસ્તિ ની ઘરેલું પદ્ધતિ કહી શકાય. પરંતુ આ
બસ્તિ પ્રયોગો કરતાં પહેલા ફેમીલી વૈદ્ય નું માર્ગદર્શન લેવું જોઈએ. તથા
વિરેચનકર્મ ને માટે ઘરેલું સ્વરૂપે રાત્રે સુતી વખતે ગ્લાસ ભર્યા દૂધ માં ઘી ઉમેરી
ને પીવામાં આવે, તો નિત્ય પંચકર્મ નું નાનું સ્વરૂપ અનુભવ્યા
નો સંતોષ મળે.
પંચકર્મ ના પ્રભાવ વિષય માં મહર્ષિ વાગ્ભટ્ટ સરસ સમજાવેછે કે....
शरीरजानां दोषानाम क्रमेण
परम औषधम| बस्ती विरेको वमनम तथा
तैलं घृतं मधु ||
શરીરમાં થતા તમામ રોગોની સારવાર આ પ્રકારે છે. વાયુ
ને બસ્તિ ને તલના તેલ થી, પિત્ત ને વિરેચન અને ગાયના ઘી થી તથા કફ
ને વમન અને મધ થી દૂર કરી શકાયછે. પરંતુ આજના આધુનિક માણસ ને તેલ – ઘી ની સુગ
ચડેછે કે પછી તેલ- ઘી માટે તેના મન માં ખોટી સમજણ ધરાવે છે. અને સાચી પદ્ધતિ થી
પંચકર્મ કરી આપે તેવા વૈદ્ય દીવો લઈને શોધવા જતા પણ મળતા નથી. તેથી આજે સૌ શૂટ-
બૂટ માં સુંદર દેખાતા હોવા છતાં દર્દ ને દવા ના સહારે જીવતા રહેલા લોકો છે.
આપણા ઋષીઓ એ ઋતુઓ ના ચક્ર સાથે પંચકર્મ
ને રહેણીકરણી સાથે સરસ વણી લીધી છે. વસંત માં કફ બહાર કાઢવા ને શક્તિ આપવા માટે
ચણા, ધાણી ને ખજુર નો મહિમા હોળી ના ઉત્સવ દ્વારા
સમજાવ્યો છે તેમ વર્ષા માં વાયુ નું શમન કરવા પ્રકૃતિ માં ભ્રમણ માટે ઊંચા પર્વતો
ઉપર રહેલા દેવી- દેવો ના દર્શને જવા નો ને ઉપવાસ નો મહિમા આપ્યો છે. તેવી જ રીતે શ્રાદ્ધ
ના દિવસો માં થનાર પિત્ત ના પ્રકોપ ને શાંત કરવા દૂધ નો મહિમા આપ્યો છે.
Comments
Post a Comment