Posts

Showing posts from June, 2020

તુલસી થકી ભોજન પ્રસાદ

તુલસી શ્રી સખી શિવે, પાપહારિણિ  પુણ્ય દે. નમસ્તે નારદનુતે નમો નારાયણ પ્રિયે.. વિચાર કરીએ કે ભગવાન પણ ભોજન માં તુલસીપત્ર હોય તો જ ભોજન કરેછે.. તો... આપણે તો તેવું કરવું જ જોઇએ ને! કોરોના જેવા કેટલાય વાયરસ ને અન્ય ઉપદ્રવો થી બચવા માટે આપણા ઋષિઓ એ કેવી સુમધુર કલ્પના આપી છે કે... ભોજન પહેલા પ્રભુ ને તુલસીપત્ર સાથે થાળ ધરાવવાનો પછી તે ભોજન પ્રસાદ બની જાય..પ્રસાદ એટલે પ્રસન્નતા. જ્યારે તે ભોજન દોષમુક્ત બને તો જ પ્રસન્નતા આપે ને! અત્યારે એવું કહેવાય છે કે, કોરોના થી કોણ બચી શકશે? .. તો .. જેમની રોગપ્રતિકાર શક્તિ કોરોના ની સામે ટકી શકે તેવી હશે તેમને જ તે નહી થાય. રોગપ્રતિકાર શક્તિ વધારવાના ઘણા ઉપાયો છે તેમાં મુખ્ય છે તુલસી, ગળો, આમળાં ને અશ્વગંધા. આમાં સૌના ઘરે સરળતા થી આખું વર્ષ મળતી દિવ્ય ઔષધી એટલે તુલસી. તુલસી થી ભૂખ લાગે, ખાધેલો ખોરાક પછી જાય, હૃદય ને તે બળ આપેછે, ગરમ ને તીખી હોવાથી કફ ને વાયુ ના રોગો હટાવે છે. તુલસી પાપહારિણિ છે એટલેકે.. મચ્છર, કોરોના જેવા વાયરસ ને અને તેથી થતા રોગોનો નાશ કરનાર છે. શરદી, ખાંસી, તાવ, મલેરિયા, ગળાનો સોજો, આંખ નો સોજો, અરુચિ, આધાશીશી, કરમિયા...

એરંડ પ્રધાન.

👉🏻 ખેતીવાડી માં સાચે જ કહ્યું છે કે, જ્યાં કશુંજ ના ઉગે ત્યાં  એરંડો તો ઉગે જ. તેથી કહેવત પણ આવી કે, 'ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન'. પરંતુ આ એરંડ તો રોગ મટાડવા માં  પણ પ્રધાન ઔષધ છે. 👉🏻 વાયુ શમન માં - પિત્ત પાંગળો, કફ પાંગળો, પાંગળા છે સર્વ મળ ને ધાતુઓ.. તેમાં વાયુ છે એક જ બળવાન. જેમ વાદળ ને ખેંચી ને લઈ જાયછે વાયુ.... આવા વાયુ ને કાબુ માં રાખનાર કોઇ ઔષધ હોય તો તે છે...   'એરંડો'. 👉🏻 એરંડ પ્રધાન : ઓછા પાણીએ, ઓછી દવાએ, રેતાળ જમીન માં પણ ઉગે, લાંબા પાન ને ઊંચો ઉગે, ઉંડા મૂળ ને ઢંકાયેલા બીજ ની માળ આપનારો એરંડો .. ઔષધ માં આખોય ઉપયોગી છે.   👉🏻 વીર્ય વધારનાર, બળ આપનાર, વાંઝિયા મહેણું  ભાગનાર, આમવાત, સંધિવાત, વાતકંટક, રાંઝણ, ઉરુસ્તંભ, આફરો, વાયુ થી થતો માથાનો દુ:ખાવો, હૃદય નો દુ:ખાવો, મુશ્કેલી થી થતી પ્રસુતિ, જૂની કબજિયાત, સૂકા મસા, કાન નો દુ:ખાવો, કમર નો દુ:ખાવો, યોનિ નો દુ:ખાવો મટાડનાર એરંડ છે. 👉🏻 વાંઝિયા મહેણું ભાંગનાર છે એરંડ: એરંડા ના મૂળ ના ઉકાળા માં  એરંડતેલ - દિવેલ મેળવી ને વારંવાર ગુદા માર્ગ થી બસ્તિ આપવાથી પુરુષ ના શુક્ર ના કણ માં વધ...