એરંડ પ્રધાન.

👉🏻 ખેતીવાડી માં સાચે જ કહ્યું છે કે, જ્યાં કશુંજ ના ઉગે ત્યાં  એરંડો તો ઉગે જ. તેથી કહેવત પણ આવી કે, 'ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન'. પરંતુ આ એરંડ તો રોગ મટાડવા માં  પણ પ્રધાન ઔષધ છે.

👉🏻 વાયુ શમન માં - પિત્ત પાંગળો, કફ પાંગળો, પાંગળા છે સર્વ મળ ને ધાતુઓ.. તેમાં વાયુ છે એક જ બળવાન. જેમ વાદળ ને ખેંચી ને લઈ જાયછે વાયુ.... આવા વાયુ ને કાબુ માં રાખનાર કોઇ ઔષધ હોય તો તે છે...   'એરંડો'.

👉🏻 એરંડ પ્રધાન : ઓછા પાણીએ, ઓછી દવાએ, રેતાળ જમીન માં પણ ઉગે, લાંબા પાન ને ઊંચો ઉગે, ઉંડા મૂળ ને ઢંકાયેલા બીજ ની માળ આપનારો એરંડો .. ઔષધ માં આખોય ઉપયોગી છે.
 
👉🏻 વીર્ય વધારનાર, બળ આપનાર, વાંઝિયા મહેણું  ભાગનાર, આમવાત, સંધિવાત, વાતકંટક, રાંઝણ, ઉરુસ્તંભ, આફરો, વાયુ થી થતો માથાનો દુ:ખાવો, હૃદય નો દુ:ખાવો, મુશ્કેલી થી થતી પ્રસુતિ, જૂની કબજિયાત, સૂકા મસા, કાન નો દુ:ખાવો, કમર નો દુ:ખાવો, યોનિ નો દુ:ખાવો મટાડનાર એરંડ છે.

👉🏻 વાંઝિયા મહેણું ભાંગનાર છે એરંડ: એરંડા ના મૂળ ના ઉકાળા માં  એરંડતેલ - દિવેલ મેળવી ને વારંવાર ગુદા માર્ગ થી બસ્તિ આપવાથી પુરુષ ના શુક્ર ના કણ માં વધારો થાયછે અને સ્ત્રીઓ ને પણ થતા યોનિ ના રોગો માં પણ મુખ્ય કારણ વાયુ હોવાથી તેમાં પણ તે ઘણો ઉપયોગી છે... પરંતુ આ પંચકર્મ ના પ્રયોગો અનુભવી વૈદ્ય ના માર્ગદર્શન થી જ ઉપયોગ માં  લેવા.

👉🏻 આમવાત: જ્યારે શરીર ના મોટા સાંધા માં સોજા ચડે, સવારે સાંધા વિશેષ પકડાય, ઝીણો તાવ રહે, અપચો થાય, આખું શરીર દુ:ખે - તુટે, તરસ વધુ લાગે ત્યારે તે વ્યક્તિ ને આમવાત છે તેમ સમજવું. જો કે આ બધા લક્ષણો ના હોય તો પણ વૈદ્ય આમવાત નુ નિદાન કરી શકે.

👉🏻 એવું કહેવાય છે કે આમવાત રૂપી મહાકાય હાથી શરીરરૂપી વનમાં મુક્ત વિહાર કરી રહ્યો હોય તેને કેવળ એક દિવેલ રૂપી સિંહ જ હણવા માટે પુરતો છે.

👉🏻 સૂંઠ ના ઉકાળા માં દિવેલ પીવાથી અને દિવેલ થી બનાવેલ બૃહત સિંધવાદિતેલ ની માલિશ ને બસ્તિ આપવાથી સાધ્ય આમવાત મટ્યા વિના રહેતો નથી.

👉🏻 રાંઝણ:  એરંડબીજ થી ઝાડા થઈ જાય જો સમજ્યા વિના લેવાય તો...  રાંઝણ માં સૂંઠ ના ઉકાળા માં આંતરે દિવસે સવારે એક બીજ એરંડા નું લેવું અથવા એરંડતેલ એક ચમચી ગૌમૂત્ર સાથે સવારે એક વખત લેવું.

👉🏻 વાતકંટક: પગ ની એડી માં નીચે કાંટો વાગતો હોય તેવો દુ:ખાવો થાયછે તેને વાતકંટક કે પાદકંટક કહેછે. આ વાતવ્યાધિ ના 80 પ્રકાર માહ્યલો એક પ્રકાર છે. તેમાં મેથી ના ઉકાળા માં એક ચમચી દિવેલ સવારે નરણા પીવું.

👉🏻 આફરો: પેટ મા ગેસ - વાયુ - આફરો ચડી જાય, કબજિયાત રહે, પેટ ભારે થઈ જાય અને તેના કારણે છાતી માં પણ ભીંસ આવે ત્યારે..... વાયુ થી થયેલા આ પેટ ના રોગમાં પેટ ઉપર દિવેલા - એરંડા ના પાન ને ગરમ કરીને બાંધવા અને તેની ઉપર શેક કરવો. દિવેલ તેલ ની વાટ  ગુદામાં ચડાવવી, પેટ ઉપર દિવેલ તેલ ને ગરમ કરીને ઉપર થી નીચે તરફ માલિશ કરવું અને એક ચમચી દિવેલ ગૌમૂત્ર સાથે પીવડાવવુ.

👉🏻 જૂની કબજિયાત : આ રોગ તો ઘણા લોકો માં  સહજ હોયછે... આ કાયમી ના રોગ ને પણ દિવેલ થી દૂર કરી શકાય છે.

👉🏻 દિવેલ ના મોણ થી લોટ બાંધીને તેની રોટલી, ભાખરી ખાવી. દિવેલ ની પિચકારી મળ માર્ગ થી વૈદ્ય ને પૂછી ને લેવી. દિવેલ ને ગરમ પાણી સાથે સવારે લેવું.... આથી જૂની કબજિયાત મટે, સૂકો ગંઠાયેલો  મળ છુટો પડે, સારણગાંઠ જેવા ઓપરેટિવ કેસ મા પણ લાભ થાયછે.

👉🏻 મુશ્કેલ પ્રસુતિ સમયે: પ્રસુતિ સમયે અતિશય દુ:ખાવો થાય તે સ્વાભાવિક છે ત્યારે દરદી ને તબીબ ઓપરેશન નો વિચાર કરે... ત્યારે... એરંડમૂળ, સૂંઠ ને સુવા નો ઉકાળો આપવાથી પ્રસુતિ સરળતા થી થાયછે, દુ:ખાવો ઓછો થાયછે.
( કોરોના ના કારણે લોકો હવે ઉકાળા થી પરિચિત થયા એટલું જ નહી... હવે ..સામે થી કહે, સાહેબ.. અમને ઉકાળો તો આપજો જ.  હવે ઉકાળા ના નામ થી મોઢું બગાડવા ના બદલે ખુશ થાયછે..... ).

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)