તુલસી થકી ભોજન પ્રસાદ
તુલસી શ્રી સખી શિવે, પાપહારિણિ પુણ્ય દે. નમસ્તે નારદનુતે નમો નારાયણ પ્રિયે..
વિચાર કરીએ કે ભગવાન પણ ભોજન માં તુલસીપત્ર હોય તો જ ભોજન કરેછે.. તો... આપણે તો તેવું કરવું જ જોઇએ ને!
કોરોના જેવા કેટલાય વાયરસ ને અન્ય ઉપદ્રવો થી બચવા માટે આપણા ઋષિઓ એ કેવી સુમધુર કલ્પના આપી છે કે... ભોજન પહેલા પ્રભુ ને તુલસીપત્ર સાથે થાળ ધરાવવાનો પછી તે ભોજન પ્રસાદ બની જાય..પ્રસાદ એટલે પ્રસન્નતા. જ્યારે તે ભોજન દોષમુક્ત બને તો જ પ્રસન્નતા આપે ને!
અત્યારે એવું કહેવાય છે કે, કોરોના થી કોણ બચી શકશે? .. તો .. જેમની રોગપ્રતિકાર શક્તિ કોરોના ની સામે ટકી શકે તેવી હશે તેમને જ તે નહી થાય.
રોગપ્રતિકાર શક્તિ વધારવાના ઘણા ઉપાયો છે તેમાં મુખ્ય છે તુલસી, ગળો, આમળાં ને અશ્વગંધા. આમાં સૌના ઘરે સરળતા થી આખું વર્ષ મળતી દિવ્ય ઔષધી એટલે તુલસી.
તુલસી થી ભૂખ લાગે, ખાધેલો ખોરાક પછી જાય, હૃદય ને તે બળ આપેછે, ગરમ ને તીખી હોવાથી કફ ને વાયુ ના રોગો હટાવે છે. તુલસી પાપહારિણિ છે એટલેકે.. મચ્છર, કોરોના જેવા વાયરસ ને અને તેથી થતા રોગોનો નાશ કરનાર છે.
શરદી, ખાંસી, તાવ, મલેરિયા, ગળાનો સોજો, આંખ નો સોજો, અરુચિ, આધાશીશી, કરમિયા, માથાના કૃમિ, કાનની રસી, ચામડીના રોગો, ઉલટી, હેડકી, સસણી, ધનુર, આફરો, અપચો, તરસ વધુ લાગવી, છાતીનો દુ:ખાવો, શીળસ, ઉંદરી, દાંતનો દુ:ખાવો, મોંઢામાં થી દુર્ગંધ આવવી, લિવર ને બરોળ ના રોગો માં તુલસી નો કોઇપણ સ્વરુપે - સ્વરસ, મૂળ નો ઉકાળો, માંજર કે પાનના ચૂર્ણ નો ઉપયોગ કરી શકાયછે.
* તાવ: મલેરિયા, ફ્લુ, સસણી, વરાધ કે અન્ય વાયુ-કફના રોગોમાં તુલસીના બે ચમચી રસમાં બે થી ત્રણ કાળામરી નું ચૂર્ણ ને મધ મેળવીને લેવું. તુલસીનો રસ કપાળે ચોપડવો.
* મંદાગ્નિ: તુલસી ને આદુનો રસ મધ સાથે ભોજન પહેલા એક થી બે ચમચી લેવો.
* શરદી: તુલસી નો ઉકાળો પીવો.
* માથાનો દુ:ખાવો : શરદી કે વાતકફ ના કારણે માથું દુ:ખે તો તુલસી ને સૂંઠ ને લસોટી ને કપાળ ઉપર લેપ કરવો.
*મોં માંથી દુર્ગંધ આવતી હોય: તુલસીના પાન ચાવવા, પાન ના ઉકાળા ના કોગળા કરવા.
*દુ:ખાવો: પડખા, છાતી, લમણા, હૃદય કે પીંડીઓમાં કળતર થતી હોયતો તુલસી રસ ને ગરમ કરીને તે તે સ્થાને ચોળવો.
* વિવર્ણતા: ચહેરા ઉપરની ફિક્કસ, કરોળિયા, મોં પર ના ડાઘ દૂર કરવા માટે તુલસીના રસમાં હળદર મેળવીને દિવસે 15 મિનિટ લેપ કરવો.
વાયુના તમામ રોગોમાં તુલસીના રસમાં સરખા ભાગે ગાયનું ઘી ને સાથે ચપટી મરી નુ ચૂર્ણ મેળવી સવારૅ ને રાત્રે પીવાથી વાયુના રોગો મટેછે.
નોંધ: તુલસી ને દૂધ કે ચા સાથે લેવી નહી. તે વિરુધ્ધ આહાર બનેછે. જેનાથી રોગપ્રતિકાર શક્તિ નબળી પડેછે.

Comments
Post a Comment