ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)
આયુર્વેદ નું અમૃત..... વૈદ્ય મહેશ અખાણી. 📄 ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી) 👉🏻 એક પ્રશ્ન આજે મારે તમને પૂછવો છે. કહો જોઈએ. પંજાબમાં ભટીન્ડા જતી ટ્રેનનું નામ શું? કેન્સર ટ્રેન. 👉🏻 આપણા દેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન અને વપરાશ પંજાબમાં છે. ઘઉંને વાવવામાં ઉધઈની દવામાં પલાળીને વાવવામાં આવે, વાવ્યા પછી વિકાસ ઝડપી થાય તે માટે યુરીયા, ડીએપી અને ઘઉંમાં થતું નિંદામણ કાઢવા માટે પણ દવા છાંટવામાં આવે અને ઘઉં વાવતા પહેલા મગફળી કે તમાકુ વાવેલું હોય જેમાં પણ ભરપૂર દવાઓ નાખેલી તો હોય જ પછી કહો જોઈએ.... તે ઘઉં ખાનારને કેન્સર થાય કે નહિ? અને ઘઉં જ શા માટે? ખાવા યોગ્ય જે કાંઈ છે તે બધુંજ આજે આપણને પેસ્ટીસાઈડથી ભરપૂર મળે છે. 👉🏻 ત્યારે આ બધાનું સેવન કરવાથી કદાચ કેન્સર નહિ થાય તો પણ ધાતુઓનો ક્ષય, લોહીનો ઘટાડો, વાળ ખરવા, અકાળે વાળ સફેદ થવા, આંખોમાં ઝાંખપ આવવી, થોડું પણ કામ કરવામાં થાક લાગવો, યાદશક્તિ ઘટવી જેવી તકલીફોની વણઝાર થવાની કે નહિ... વિચાર કરો.. ઉપરાંતમાં ઘરથી, સમાજથી, ધર્મથી, સ્વાધ્યાયથી દૂર રહેલો યુવાન વ્યસનના રવાડે ચડી જાય છે ત્યારે અકાળે ઘડપણ તે...