ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)

 આયુર્વેદ નું અમૃત..... વૈદ્ય મહેશ અખાણી.


📄 ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)

 

👉🏻 એક પ્રશ્ન આજે મારે તમને પૂછવો છે. કહો જોઈએ. પંજાબમાં ભટીન્ડા જતી ટ્રેનનું નામ શું? કેન્સર ટ્રેન.


👉🏻 આપણા દેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન અને વપરાશ પંજાબમાં છે. ઘઉંને વાવવામાં ઉધઈની દવામાં પલાળીને વાવવામાં આવે, વાવ્યા પછી વિકાસ ઝડપી થાય તે માટે યુરીયા, ડીએપી અને ઘઉંમાં થતું નિંદામણ કાઢવા માટે પણ દવા છાંટવામાં આવે અને ઘઉં વાવતા પહેલા મગફળી કે તમાકુ વાવેલું હોય જેમાં પણ ભરપૂર દવાઓ નાખેલી તો હોય જ પછી કહો જોઈએ.... તે ઘઉં ખાનારને કેન્સર થાય કે નહિ? અને ઘઉં જ શા માટે? ખાવા યોગ્ય જે કાંઈ છે તે બધુંજ આજે આપણને પેસ્ટીસાઈડથી ભરપૂર મળે છે. 


👉🏻 ત્યારે આ બધાનું સેવન કરવાથી કદાચ કેન્સર નહિ થાય તો પણ ધાતુઓનો ક્ષય, લોહીનો ઘટાડો, વાળ ખરવા, અકાળે વાળ સફેદ થવા, આંખોમાં ઝાંખપ આવવી, થોડું પણ કામ કરવામાં થાક લાગવો, યાદશક્તિ ઘટવી જેવી તકલીફોની વણઝાર થવાની કે નહિ... વિચાર કરો.. ઉપરાંતમાં ઘરથી, સમાજથી, ધર્મથી, સ્વાધ્યાયથી  દૂર રહેલો યુવાન વ્યસનના રવાડે ચડી જાય છે ત્યારે અકાળે ઘડપણ તેના શરીરમાં આવવા લાગે છે જેનાથી તે અજ્ઞાત છે.   


👉🏻 આપણે કે આપણા પરિવારનો સભ્ય ઘરથી દૂર અભ્યાસ કે નોકરી કરે છે ત્યારે તેની પાસે બીજો કોઈ ઉપાય જ નથી કે તે બહારનું ખાવાથી બચી શકે ત્યારે નિર્વીર્ય, કમજોર થતી જતી યુવા પેઢીને બચાવવાનો શું કોઈ ઉપાય છે ખરો આવો પ્રશ્ન સામાન્ય વ્યક્તિને નથી થતો કારણકે તેનામાં યુવાનીનું જોશ અને જોમ છે પરંતુ ચિંતક અને વિચારક વૈદ્યને જરૂર થાય છે.


👉🏻 વર્તમાનમાં આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ વિષયને લઈને ખૂબજ ચિંતિત છે અને સતત ખેડૂતોને સમજાવતા રહેલા છે પરંતુ જ્યાં સુધી માણસનું પરિવર્તન થાય નહિ ત્યાંસુધી વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવું અઘરું છે. ત્યારે....


👉🏻 આચાર્ય ચરકનું એક વાક્ય આપણને દીવાદાંડી સમાન સમજાય છે. ગાયનું ઘી વાયુનો, પિત્તનો, ઝેરનો, ઉન્માદનો, શોષનો, અલક્ષ્મીનો તથા તાવનો નાશ કરે છે અર્થાત આજની આ પેસ્ટીસાઈડથી  – ઝેરથી ઉત્પન્ન સ્થિતિમાંથી બચવું હોય તો એક માત્ર સીધો અને સરળ ઉપાય છે ગાયનું ઘી નું સેવન વધુ ને વધુ કરવું.  ગાયનું ઘી જો મૃત્યુ લાવનાર સર્પદંશના ઝેરનો નાશ કરવા સક્ષમ હોય તો.. બીજા બધા ઝેર શું વિસાતમાં?


👉🏻 આપણી ખોરાકની સામાન્ય પદ્ધતિ જ એવી સરસ છે કે, ઘી વિના કોઈ ખોરાક આપણે ખાતા જ નથી. પરંતુ કહેવાતી આધુનિક યુવાપેઢી ઘી થી દૂર થઈને બીમારીનો શિકાર ઝડપથી બનતી જાય છે. ઘી થી મેદ વધે એ ચોક્કસ છે પરંતુ આ ઘી થી વધતી ચરબીએ શરીર માટે જરૂરી હોય છે.

 

👉🏻 જેમ યજ્ઞ- હવનમાં સ્વાહા કરવાના સમયે જવ, તલ અને સાથે ઘી પણ થોડી થોડી માત્રામાં આહુતિ સ્વરૂપે આપતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણા શરીરમાં રહેલો વૈશ્વાનર જે પાંચેય પ્રકારના વાયુને સમાન સ્વરૂપે રાખીને ચારેય પ્રકારના ખોરાકનું પાચન કરે છે. જે યજ્ઞ સતત ચાલતો રહેલો છે. આ સતત ચાલતા યજ્ઞમાં ગાયના ઘી ની આહુતિ પ્રત્યેક ખોરાકની સાથે આપવામાં આવે તો.... કેન્સર તો શું ઝેરથી ઉત્પન્ન થતા બધાજ રોગોની સામે રક્ષણ જરૂરથી મળે.


👉🏻 ઉપરાંતમાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે બ્રાહ્મ મુહુર્તમાં અર્થાત સવારે ચાર વાગે જાગવાનો સ્વભાવ બનાવવામાં આવે અને જાગ્યા પછી પ્રાર્થના, ધ્યાન, પ્રાણાયામ, વાંચન, સૂર્યનમસ્કાર કરવામાં આવે તો... બધાજ રોગોની સામે રક્ષણ મળે. ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે.  

......................

Vd Mahesh Akhani

Vd Parashar Akhani

http://vdmahesh.blogspot.com/


Amrut Ayurveda Kendra & Panchakarma Hospital


🏥 "Ayurveda Sankul"


Near Hanumaan Tekari & Shree Arcade,

Abu highway,

Palanpur(Guj.) – 385001

INDIA


*Mo - +91 9428371155*

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)