સોરાયસીસ (Psoriasis) - સમજણ થી સારવાર
कृष्णाति त्वकं अनेन इति कुष्ठः | ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે... મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો માં મટાડવા માં મુશ્કેલ મનાતો સોરાયસીસ રોગને અમે વૈદ્યો અનુભવ થી .. રોગ ની પ્રથમ અવસ્થા હોય તો કીટીભ નામ નો ક્ષુદ્રરોગ, તેથી વધીને બીજી સ્થીતિ માં એક કુષ્ઠ નામનો લુઘુ કુષ્ઠ અને ના મટી શકે તેવો ઘણો જ વધી ગયેલ હોય તેવી છેલ્લી સ્થિતિ ને મંડલ કુષ્ઠ નામનો મહાકુષ્ઠ રોગ કહેછે. આ સોરાયસીસ રોગ જેટલો શરીર છે તેટલો જ માનસિક પણ છે તેથી તેને મટાડવા ની યોગ્ય સમજણ આવે, તો તે સાવ સહેલો થઈ જાય છે. શરીર ની સાત ધાતુઓ માં રોગ જેટલી વધુ ધાતુ બગાડે તેટલો તે મટાડવો મુશ્કેલ બને છે. સામાન્ય ખંજવાળ હોય તો રસ ધાતુ બગડી તેમ સમજવું. ચામડી નો રંગ બદલાય ને લાલાશ આવે એટલે રક્ત ધાતુ બગડી, ચામડી ઉપસી જાય, સંન્ય સોજા આવે, ભીંગડા વળે એટલે માંસ ધાતુ બગડી અને ચામડી ઉખાડે, સફેદ ફોતરી ઉખડે, લોહી કે પરુ નો સ્ત્રાવ પણ ક્યારેક દેખાય, ગોળ- ગોળ ચકામાં દેખાય અને તે ચકામાં એક બીજા સાથે ભળી જાય એટલે મેદ ધાતુ બગડી તેમ સમજવું....