શક્તિ મેળવો.... ક્ષય ભગાવો, સ્વસ્થ રહો.
તપસ્વી, કર્તૃત્વવાન, સૌને સુખ, શાંતિ ને સમાધાન આપવા માટે સતત
પ્રયત્નશીલ એવા ચંદ્ર રાજા નું બહુમાન સ્વરૂપે લોકોએ આકાશ ના ચંદ્ર સાથે સરખાવી ને
તેને અમર બનાવી દીધો. આવા ચંદ્ર રાજા ને ક્ષય લાગુ થયો ત્યારે તેને શક્તિ આપવા
સૌરાષ્ટ્રે સોમ[ચંદ્ર]નાથ – મહાદેવ પ્રગટ થયા
પુષ્ણામિ: ચૌશધી: સર્વાં, સોમો ભૂત્વા રસાત્મક:||
ગીતા||
પ્રત્યેક વનસ્પતી - ઔષધી માં રસ ચંદ્ર પૂરો પાડે છે. તેથી જયારે શરીર
નબળું પડે, અશક્તિ જણાય એટલેકે ધાતુઓ નો ક્ષય જણાય ત્યારે પાચક શક્તિ ને ધ્યાન માં
રાખી યોગ્ય આહાર, આયુર્વેદ ની વનસ્પતિ ના ઔષધો નો ઉપયોગ કરવો.
શરીર ની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર ધાતુ. આ સાતેય ધાતુ માંથી કોઈ એક ધાતુ કે
પછી બધી જ ધાતુ નો ક્ષય થવાથી પણ ટીબી કે ક્ષય રોગ ની ઉત્પતિ થતી હોય છે.
ક્ષય યુક્ત ધાતુ ના જોવા મળતા લક્ષણો
રસ ધાતુ – શરીર
માં રુક્ષતા, થાક લાગી જવો, ગળા માં શોષ પડવો, ગ્લાની તથા કોઈની પણ જોડે વાતચીત
કરવી ન ગમે.
રક્ત ધાતુ – ખાટા
પદાર્થો કે ઠંડા પદાર્થો ના સેવન કરવાની ઈચ્છા વધુ થાય. આ ઉપરાંત શરીર ની શિરાઓ
માં શિથીલતા થઇ જાય અને શરીર માં રુક્ષતા ની પ્રતીતિ થાય.
માંસ ધાતુ –
નિરુત્સાહી બને , સંધિ ઓ માં પીડા જોવા મળે.
મેદ ધાતુ – કેડ
માં સ્પર્શ ની ખબર ના પડવી, બરોળ વધી જવી તથા શરીર દુર્બળ બને છે.
અસ્થિ ધાતુ – હાડકા
માં પીડા, દાંત, નખ તૂટી જવા, વાળ ખરવા
મજ્જા ધાતુ – હાડકા
માં સુષિરતા (પોલાણ) આવે, ચક્કર આવવા
લાગે, તથા આંખે અંધારા આવે.
શુક્ર ધાતુ – મૈથુન
માં શુક્ર દેર થી નીકળે અથવા તો શુક્ર ની સાથે લોહી નીકળે, વૃષણ માં અત્યંત પીડા
થાય, લિંગ માંથી ધુમાડા નીકળતા હોય તેવું લાગે.
- મોટા આંતરડા નો વ્યાધિ હોય કે જેના કારણે
કબજીયાત, મરડો, અપચો, મસા, ભગંદર, ગુદા ના વાઢીયા, ખંજવાળ, બળતરા દુઃખાવો જેવા રોગો
માં હરડે ચૂર્ણ નું દરરોજ સવારે શિયાળામાં ગોળ સાથે, ઉનાળા માં અને શરદ ઋતુ માં
સાકર સાથે, ચોમાસામાં મધ સાથે સેવન કરી શકાય
- પેટ ના રોગો માટે વાવડીંગ, ચિત્રક, સૂંઠ એ રસાયણ
ઔષધ છે.
- આમાશયના વ્યાધિ, અપચો, અમ્લપિત, ઉર્ધ્વાપિત,
ઉલટી, હાઈ બી.પી., ચક્કર આવવા જેવા વ્યાધિ માં આમલા નું સેવન કરી શકાય.
- પેશાબ ના રોગો માં રસાયણ ચૂર્ણ ને સાકર કે મધ
સાથે લેવું.
- ફેફસાના રોગો માં લીંડી પીપર – ૩ નંગ, દૂધ – ૧
કપ, પાણી – ૨ – કપ સાથે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ને લીંડી પીપર ચાવી જવી,
દૂધ પી જવું, લીંડી પીપર એ છાતી ના રોગો
માટે નું શ્રેષ્ઠ રસાયણ ઔષધ છે.
- હૃદય રોગ માં અર્જુન ચૂર્ણ ને દુધ કે મધ સાથે લેવું.
- નાક, કાન, આંખ, માથા ના રોગો માટે હરડે, ગળો, જેઠીમધ,
રસાયણ ઔષધ છે.
- આમવાત ના રોગો માટે સુંઠ, નગોડ અને ગુગળ એ રસાયણ
ઔષધ છે.
- માનસિક રોગો માં બ્રાહ્મી ચૂર્ણ ને દૂધ સાથે
લેવું.
- જીર્ણ જવર ( હાડતાવ ) માં લીંડીપીપરનો ઉપરોક્ત
પ્રયોગ અને લીમડા ની ગળો ને રાત્રે કુટી ને પલાળી, સવારે નીચોવીને ૩૦ થી ૪૦ મિલી
જેટલું પાણી પીવું.
- રસ ધાતુ માટે આમળા, ગળો, શતાવરી શ્રેષ્ઠ છે.
- માસ ધાતુ માટે ગાય નું ઘી શ્રેષ્ઠ છે.
- મેદ ધાતુ માટે ગાય નું મુત્ર શ્રેષ્ઠ છે.
- અસ્થિ ધાતુ માટે અશ્વ ગંધા, ચોપચીની અને પીપલીમુલ
(ગંઠોડા) શ્રેષ્ઠ છે.
- મજ્જા ધાતુ મતે આમળાં, ડોડી, પાલખ શ્રેષ્ઠ છે.
- શુક્રધાતુ માટે દૂધ, ઘી શ્રેષ્ઠ છે.
આ ઉપરાંત સૌએ સેવવા જેવા નિત્ય રસાયણ કર્મ માં ઋતુ પ્રમાણેના ફળ નું
સેવન કરવું, નિત્ય વ્યાયામ કરવો, સંયમ પાળવો, બ્રાહ્મ મુહુર્ત માં જાગવું,
પ્રાણાયામ કરવા, ચિંતા ન કરવી, અધ્યાત્મ નું સેવન કરવું તે છે.
આમ, કોઈપણ રોગ મટી ગયા પછી તે તે રોગ ફરી ને ન થાય અને વધતી જતી ઉમર
પ્રમાણે ધાતુક્ષય થવો સહજ છે. ત્યારે ધાતુક્ષય ઓછા પ્રમાણ માં થાય, સ્રોતસ શુધ્ધી
થઇ, રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તે માટે રસાયણ કર્મ ત્રણ થી છ માસ સુધી કરતા
રહેવું જોઈએ – તેથી જ કહ્યું છે કે,
यद् जरा व्याधि नाशनम् , तद् रसायनम् |
આમ રસાયણ કર્મ ના સેવન થી ઘડપણ અને વ્યાધિ નો નાશ થાય છે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment