મનોબળ વધારો, મનોરોગ ઘટાડો
પગ થી ચાલે તે પશુ .... અને માથા થી ચાલે તે માણસ. પરંતુ આજનો માનવી
નથી પગ થી ચાલતો કે નથી માથા થી ચાલતો. તે
તો ચાલે છે માત્ર મોબાઈલ થી, કોમ્પ્યુટર થી, ગાડી થી કે ધક્કા થી ચાલે છે. મન થી કામ
કરે તો મનોરંજન થાય, મન તેમાં ખુશ રહે. શરીર થી કામ કરે તો શ્રમ થાય પરંતુ બુદ્ધિ થી
કામ કરે અને સાથે પવિત્ર ભાવના હોય તો તે કાર્ય જીવન ને ઉન્નત બનાવે. અન્યથા
માનસિક રોગો- બી.પી, ટેન્સન, ગાંડપણ [ઉન્માદ] , ઓછી યાદશક્તિ અને તેથી થતો અપસ્માર
નામનો રોગ જેમાં ખેંચ આવે, દાંત કળ પડે છે. ઊંઘ ઘટવી જેવા રોગો થાય છે. તેથી દરેકે શરીર, મન ને બુદ્ધિ ને સાથે રાખી ને
કામ કરવું જોઈએ.
આજે જોવા મળતા માનસિક રોગો નું મુખ્ય કારણ છે....ભાગદોડ વાળું જીવન, શરીર
–મન ને લાગતો અતિશય થાક અથવા અત્યંત આળસુ જીવન, ચિંતન ના બદલે ચિંતા યુક્ત જીવન,
ખોરાક માં શુદ્ધ ગાય ના ઘી નો અભાવ અને જંક ફૂડ નું વધુ સેવન, ઉજાગરા, યોગ્ય
વ્યાયામ નો અભાવ અને સર્વત્ર માત્ર ને માત્ર સ્વાર્થ યુક્ત નજર થી સંબંધ, વ્યવહાર
ને વ્યવસાય.
લોકો શરીર ને કયું વિટામીન, પ્રોટીન ખૂટે છે તેના દર મહીને રીપોર્ટ
કરાવે છે પરંતુ મગજ માં શું ખૂટે છે તેનો વિચાર સુદ્ધાય કરતા નથી. દરરોજ વ્યાયામ
કરવો, પ્રાણાયામ અને ધ્યાન કરવું. નિત્ય-
નિયમિત સ્વાધ્યાય કરવો. અપેક્ષા વિનાના સંબંધો બાંધવા. સૌમાં પ્રભુ નિહાળી ને
પ્રેમ કરવો... આ જ શરીર, મન, બુદ્ધિ ના સ્વાસ્થ્ય ની અને પ્રભુ મિલન ની ચાવી છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા માં કહ્યું છે કે,” ઉર્ધ્વ મૂલમધ: શાખામ અશ્વસ્થમ
પ્રાહુરવ્યયમ| “ વૃક્ષ નું મૂળ નીચે છે, જયારે માણસ નું મૂળ ઉપર છે. જેમ મૂળ માં
પાણી આપવાથી વૃક્ષ લીલુછમ રહેછે અને વૃક્ષ
ના પાંદડા સૂર્ય પ્રકાશ ખેંચે છે તેમ માણસ ના મૂળ મગજ ની તંદુરસ્તી માટે ગીતા,
વેદ, ઉપનીષદ ના વિચારો નો સ્વાધ્યાય સતત મળતો રહે તો જ શરીર, મન, બુદ્ધી સ્વસ્થ
રહે.
આયુર્વેદે બધાજ માનસિક રોગો ને ઉન્માદ અને અપસ્માર આ બે રોગોમાં
જ સમાવી દીધા છે. અલબત દરેક રોગ અને
આરોગ્ય માં શરીર જેટલી જ મન વાત કરી છે.
* સ્વસ્થ વ્યક્તિ ની
જીવન ચર્યા માં ઋષિ કહેછે કે.. બ્રાહ્મ મુહુર્ત- સવારે સાડાચાર વાગે જાગી, ઈશ્વર
નું ધ્યાન કરી, શરીર શુદ્ધિ નો વિચાર કાર્ય બાદ માલીશ, વ્યાયામ, સ્નાન, પૂજા બાદ
ભૂખ થી ઓછો- હળવો નાસ્તો કરવો. તેમ ભોજન કરતા પહેલા અને રાત્રે સૂતા પહેલા ઈશ્વર
નું સ્મરણ કરવું જોઈએ.
* વાસી ભોજન,
બગડેલું ભોજન, પ્રેમ થી પીરસાયેલું ભોજન ના હોય તે, અયોગ્ય સ્થાને કરાયેલું ભોજન,
ઉતાવળ થી અને અન્યત્ર મન હોય ત્યારે કરાયેલા ભોજન થી પણ મન બગડે છે.
સારવાર: * જે કારણ થી મન બગડે છે તે કારણો દૂર કરી, આસન,
પ્રાણાયામ, ધ્યાન, શવાસન, પૂજા- પ્રાથના નિયમિત કરતા રહીને ગોમૂત્ર યુક્ત ઔષધો થી
માનસિક રોગો દૂર થાય છે.
·
પંચગવ્ય
ઘૃત એટલેકે ગાય ના મૂત્ર, દૂધ, ઘી, દહીં, છાણ ના રસ ને ભેગું કરી ને ધીમાં તાપ થી ઉકાળવામાં આવે અને છેલ્લે માત્ર ઘી જ
વધે. આ ઘી નું વૈદ્ય ના માર્ગદર્શન થી નિયમિત ૨-૨ ગ્રામ ની માત્રા માં સેવન કરવાથી
ઉન્માદ, અપસ્માર જેવા માનસિક રોગો દૂર થાય છે.
·
બ્રાહ્મી,
શંખપુષ્પી, ગુડુચી અને જેઠીમધ આ ચારેય અથવા કોઈપણ એક ઔષધ પણ મનોબળ વધારવા માં ઉતમ
છે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment