સોરાયસીસ (Psoriasis) - સમજણ થી સારવાર

कृष्णाति त्वकं अनेन इति कुष्ठः | ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે... મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો માં મટાડવા માં મુશ્કેલ મનાતો સોરાયસીસ રોગને અમે વૈદ્યો અનુભવ થી .. રોગ ની પ્રથમ અવસ્થા હોય તો કીટીભ નામ નો ક્ષુદ્રરોગ, તેથી વધીને બીજી સ્થીતિ માં એક કુષ્ઠ નામનો લુઘુ કુષ્ઠ અને ના મટી શકે તેવો ઘણો જ વધી ગયેલ હોય તેવી છેલ્લી સ્થિતિ ને મંડલ કુષ્ઠ નામનો મહાકુષ્ઠ રોગ કહેછે. આ સોરાયસીસ રોગ જેટલો શરીર છે તેટલો જ માનસિક પણ છે તેથી તેને મટાડવા ની યોગ્ય સમજણ આવે, તો તે સાવ સહેલો થઈ જાય છે.

    શરીર ની સાત ધાતુઓ માં રોગ જેટલી વધુ ધાતુ બગાડે તેટલો તે મટાડવો મુશ્કેલ બને છે. સામાન્ય ખંજવાળ હોય તો રસ ધાતુ બગડી તેમ સમજવું. ચામડી નો રંગ બદલાય ને લાલાશ આવે એટલે રક્ત ધાતુ બગડી, ચામડી ઉપસી જાય, સંન્ય સોજા આવે, ભીંગડા વળે એટલે માંસ ધાતુ બગડી અને ચામડી ઉખાડે, સફેદ ફોતરી ઉખડે, લોહી કે પરુ નો સ્ત્રાવ પણ ક્યારેક દેખાય, ગોળ- ગોળ ચકામાં દેખાય અને તે ચકામાં એક બીજા સાથે ભળી જાય એટલે મેદ ધાતુ બગડી તેમ સમજવું. આ ધાતુઓ નો બગાડ થી શરીર ની સાથે મન ઉપર પણ તેટલી જ અસર થાયછે.

રોગ થવા નું કારણ: જેમ બધી નદીઓ નું પાણી છેવટે દરિયા માં જાયછે તેમ કોઈપણ ચામડી નો રોગ મટે નહિ તેટલે સોરાયસીસ માં પરિણમે છે. નમક અને ગળ્યું, ખાટુ વધુ ખાવા ની ટેવ, જંકફૂડ, દહીં, ડુંગળી ને રાત્રે ખાવા ની ટેવ, દૂધ ની સાથે દહીં , ખટાશ કે ફળ ખાવાથી સામાન્ય રીતે ચામડી ના રોગો થાય છે. અનેક દર્દીઓ ની સારવાર પછી એમ કહી શકું કે ક્યારેક માત્ર માનસિક સારવાર કરવા થી પણ સોરાયસીસ મટી ગયા છે. એટલેકે માનસિક ચિંતા , વિચારો ને કારણે પણ લોહી બગડે છે. અને માનસિક સ્વસ્થતા થી , પ્રાણાયામ અને શવાસન  નિયમિત કરવાથી ચામડી ના રોગો મટી જાય છે. એટલું જ નહિ તેથી I. B. S – ઝાડા, થાક, અશક્તિ ને ગભરામણ જેવા રોગો પણ મટી જાયછે.

સારવાર : *  ગોમૂત્ર, પંચગવ્ય ઘૃત, જટામાંસી, અશ્વગંધા, સર્પગંધા, બ્રાહ્મી જેવા માનસિક તાકાત આપનારા ઔષધો નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.

ઘૃત: સોરાયસીસ ને મટાડવા જેટલી જરૂર પથ્યાપથ્ય ની, મનોબળ વધારવાની છે તેટલી જ જરૂર ઔષધ યુક્ત ઘી ની છે. લીમડો, અરડુસી, લીમડા ની ગળો, પરવળ, ભોય રિંગણી જેવા કડવા ઔષધો ને ગાય ના ઘી માં સિદ્ધ કરી ને તૈયાર કરેલ ઘી પંચકર્મ વૈદ્ય ના માર્ગદર્શન થી લેવું.

હવે જમાનો આયુર્વેદ ના વૈદ્યો ના અથાક પ્રયત્નો થી બદલાયો છે કે  લોકો ની ઘી પ્રત્યે ની સૂગ રહી નથી. અમારા ચરક ઋષિ એ તો તમામ રોગો ની સારવાર માં ઘી આપવાનું કહ્યું છે અને તેથી જ આયુર્વેદ થી એક વખત મટેલો રોગ ફરી ફરી ને થતો નથી.

આજે સામાન્ય સમજણ છે કે સોરાયસીસ મટતો નથી. તેવું માનનારા ખોટા પણ નથી કારણકે  દ્રવ્ય ઔષધ ની સાથે  મનોબળ પણ વધે તેવી સારવાર આપવી જોઈએ તે સામાન્ય લોકોને ખબર જ નથી ને...

પંચકર્મ : પંચકર્મ ના પ્રયોગો થી આ રોગ મટે જ મટે. શરીર માં રહેલા દોષ, ઝેર, કચરો ને વામન, વિરેચન ના પ્રયોગ થી બહાર કાઢી ને નવજીવન આપવાનું તથા  ઝાડા- ઉલટી કરાવ્યા વિના પણ બધી જ ધાતુઓ ને શુદ્ધ કરી ને વધારવાનું કામ બસ્તિકર્મ દ્વારા – પંચકર્મ દ્વારા સરળતા થી સંપૂર્ણ રોગમુક્ત કરવાનો આયુર્વેદ નો આ અનોખો પ્રયોગ છે.

More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)