ઠંડી માં વજન વધારો
૩૪ વર્ષ ની ઉમર ને ૩૫ કી , ગ્રા . વજન હોય તેવી કોઈપણ બિમારી વિના ની પત્ની ની સાથે જવામાં કેટલાક ને શરમ આવે તેથી એકલા જ વૈદ્ય પાસે આવી ને પૂછે .. સાહેબ , વજન વધારવું હોય તો શું કરવું ? અને માતા તેવી દીકરી ૧૧ વર્ષ ની દીકરી નું વજન પણ ૩૦ કી . ગ્રા . ... ત્યારે તેમને જે સલાહ આપી તે તમે પણ વાંચો .... ● વજન ઘટવાના કારણો ...... દર્દ નથી તેવું ભલે લાગે , પરંતુ જેવી રીતે કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી . તેવી રીતે દર્દ વિના વજન ઘટવાનું બને જ નહિ . જે કારણો આપણને જલ્દી દેખાતા ના હોય જે અમને વૈદ્યો ને દેખાય ... જેમકે ... ૧ ) જીર્ણ તાવ . જેમાં ઉતરોતર રસ , લોહી , માંસ એમ સાતેય ધાતુ ઓ ઘટવા માંડે એટલે શરીર વળે નહિ બલકે ક્ષય થતાં વાર ના લાગે . ૨ ) “ સંયમ નો અભાવ ” પણ વજન ઘટવા નું મુખ્ય કારણ છે . સંયમ થી જ શક્તિ નો સંચય થાયછે . ૩ ) માનસિક કારણો .. ચિંતા , ઉજાગરો , ક્રોધ , મ...