ઓળખો ....... થાયરોઇડ ને (Identify ....... Thyroid)
આરોગ્ય ની પણ આ જ પરિભાષા છે કે આપણા શરીર ના હોર્મોન – અંત્સ્ત્રાવી
ગ્રંથીઓ .... (હાયપોથેલેમસ, પિચ્યુટરી, થાયરોઈડ, પેરા થાયરોઈડ, થાયમસ,
પેન્ક્રીયાસ, એડ્રીનલ, ઓવરી, ટેસ્ટીઝ) જેમના શરીર માં યોગ્ય રીતે કામ કરેછે તે
આરોગ્ય ની દ્રષ્ટિએ યુવાન છે. અન્યથા યુવાની તો માનસિક અને વૈચારિક છે. મહાભારત ના
યુદ્ધ માં સૌ પ્રથમ શંખ ફૂંકનાર ૧૮૦ વર્ષ ના ભીષ્મપિતામહ યુવાન હતા અને આજે
સ્વાર્થ વિના ડગલું નહિ ભરતો ને મારા થી શું થાય તેવું વિચારતો ૧૮ વર્ષ નો ઘરડો
જોવા મળેછે.
આયુર્વેદ ની દ્રષ્ટીએ આપણને સતત ઉત્સાહી ને ચેતનવંતુ રાખનાર છે
જઠરાગ્ની, વૈશ્વાનર, ભૂખ. આજે આપણને સાચી ભૂખ જ લાગતી નથી અને ભૂખ વિના નું ભોજન
કરવાથી જ અગ્નિ નબળો પડેછે તેથી થાયરોડીઝમ જેવા આમદોષ જન્ય રોગો થાયછે. અગ્નિ શાંત
થાય તો મૃત્યુ નિશ્ચિત છે. અગ્નિ નબળો પડે તો બીમારી, આમદોષ થાય. રસ, લોહી, માંસ,
મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર એ સાતેય ધાતુઓ નબળી બને... કારણકે જેમ મુખ્ય જઠરાગ્ની
છે તેમ આ સાતેય ધાતુઓ ના સાત અગ્નિ છે. પાંચ મહાભૂત ના પાંચ અગ્નિ મળી ને કુલ ૧૩
અગ્નિ આપણા શરીર માં હોયછે. આ ધાતુઓ ના અગ્નિ ને આજ ની પરિભાષા માં અંત:સ્ત્રાવી
ગ્રંથી કહી શકીએ. આ જઠરાગ્ની નબળો પડે તો ધાતુઓ ના અગ્નિ પણ નબળા પડે. તેથી તે -તે
ધાતુઓ ના રોગો થવાના. જેમકે મેદ ધાતુ નો અગ્નિ નબળો પડે એટલે હાયપો થાયરોડીઝમ રોગ
થવાનો ને મેદ ધાતુ નો અગ્નિ વધુ તેજ હોય તો હાયપર થાયરોડીઝમ નો રોગ થવાનો.
મેદ ધાતુ નો અગ્નિ યોગ્ય- સમાન હોય તો..
શરીર મધ્યમ હોય, આંખ-વાળ નું સૌંદર્ય શ્રેષ્ઠ હોય, ભૂખ અને પાચન પણ સારું હોય, વજન
ના વધુ હોય કે ના ઓછું હોય, શ્રમ કરવામાં થાક અનુભવાય નહિ એટલેકે શ્રમ ને સહન કરી
શકે, માનસિક સ્વાસ્થ્ય સારું હોય, યાદશક્તિ- ઊંઘ ઉત્તમ હોય, મન શાંત હોય ને
સ્વસ્થતા થી નિર્ણય લઈ શકે તેવું હોય.... આ બધાજ લક્ષણો તંદુરસ્તી ની નિશાની છે.
જે મેદ ધાતુ ની સ્વસ્થતા નું દર્શન કરાવે છે.
પરંતુ મેદ ધાતુ નો અગ્નિ નબળો પડે એટલેકે
થાયરોઈડ નો સ્રાવ ઓછો થાય, રીપોર્ટ માં
TSH નું પ્રમાણ વધુ આવે તો .... આંખો બહાર નીકળે, જીભ થોથવાઈ ને જાડી થઈ જાય, શરીર
માં સ્થૂળતા જણાય, લોહી ઘટે, ભૂખ ની વિષમતા થાય, વાળ ખરે, ચામડી લૂખી પડે, આંખો
નબળી પડેછે. અને જો થાયરોઈડ નો સ્રાવ વધી જાય તો શરીર માં પિત્ત નો પ્રકોપ અને મેદ
ધાતુ ના ક્ષય ના લક્ષણો જોવા મળેછે. જેમાં રોગી ભય થી ગભરાયેલ અને શરીર થી સૂકાતો
જતો જોવા મળેછે.
થાયરોઈડ ના રોગો કે મેદ ધાતુ ના અગ્નિ ની
વિષમતા માટે હવા, પાણી, નમક, ખોરાક, વ્યાયામ, ઊંઘ ની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ
તેટલું જ જવાબદાર છે. થાયરોઈડ માં થી નીકળતો થાયરોક્સીન નામનો અંત:સ્રાવ જે શરીર,
મન ના વિકાસ માટે જવાબદાર છે. જેમ શરીર ની બધી જ ધાતુઓ એકબીજા સાથે સંકળાયેલી છે
તેમ શરીર ની બધી જ અંત:સ્રાવી ગ્રંથીઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે જે જઠરાગ્ની,
વૈશ્વાનર, પાચક શક્તિ પર આધારિત છે. આ અગ્નિ એજ ભગવાન છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા માં
તેથી જ કહ્યું છે ને,
"અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં
દેહ્માંશ્રીતમ|
પ્રાણપાન સમાયુક્ત: પચામ્યન્નમ ચતુ;વિધમ||"
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment