શ્વાસ રોગ નો ઘરેલું ઉપચાર (Home Remedies for Respiratory Disease)

જીવન જીવવા માટે સૌથી વિશેસ શાની અગત્યતા છે ? તો સૌ જવાબ આપશે કે, હવા, પાણી અને ખોરાક.  જૈન ધર્મ માં અઠ્ઠઈ માં ૮ દિવસ ખોરાક વિના રહી શકાય છે, ભીમ એકાદશી ના દિવસે પાણી વિના રહી શકાય છે અને પ્રાણાયામ માં કેટલીક મિનીટ હવા વિના પણ રહી શકાય છે. એનો અર્થ એમ કે આ ત્રણે ય  વિના જીવી શકાય છે પણ આપણા ઋષિ એમ કહેછે કે સ્વાધ્યાય- ભક્તિ ની જીવન માં આવશ્યકતા હવા કરતાં ય વધુ છે.

અત્યારે પૃથ્વી ઉપર વિશેસ કરીને આપણા દેશ માં હવા નું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, વર્ષ માં ૫ લાખ થી અધિક લોકો મૃત્યુ પામે છે. તો પછી શરદી, ખાંસી, છીંક, શ્વાસ, ક્ષય, ફેફસા ના રોગો, હૃદય ના રોગો નું પ્રમાણ કેટલી હદે વધુ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કારણ કે આ બધા જ પ્રદુષણ જન્ય રોગો છે. અને દિવસે ને દિવસે આ સ્થિતિ વધુ ખરાબ દિલ્હી જેવી સર્વત્ર થઈ રહી છે. તેથી પ્રત્યેક વ્યક્તિ એ આ સૃષ્ટિ તરફ ભક્તિ ની દ્રષ્ટિ થી વધુ વૃક્ષો નો ઉછેર કરવા પ્રયત્ન કરવો જોઈએ. અને પોતાના સ્વાસ્થ્ય માટે વહેલા ઉઠીને ઓછા નામે અડધો કલાક પ્રાણાયામ કરવા જોઈએ.       

શ્વાસ રોગ માટે  અહી દર્દ ની દવા કહેવી યોગ્ય નથી કારણકે  દોષ, દુષ્ય, ઋતુ, પ્રકૃતિ, અગ્નિ, દર્દ અને દર્દી નું બળ, ઉમર... આ બધીજ  બાબતો જોયા પછી જ પાક્કું નિદાન અને સાચ્ચી દવા અભ્યાસુ વૈદ્ય કરી શકે. છતાં પણ આયુર્વેદ આપણો છે, આપણી આસપાસ ની વનસ્પતિ માં સમાયેલો છે, રસોડા માં દરરોજ આપણી સાથે ભળી ગયેલો છે, તેથી તેને સમજીએ અને ઈમરજન્સી માં તેનો ઉપયોગ જાણીએ તો દર્દી ને વૈદ્ય પાસે લઈ જઈએ ત્યાં સુધી દર્દ ને કાબુ માં રાખી શકાય અને દર્દ નું બળ ઓછું હોય તો દર્દ દૂર પણ થઈ જાય.

વધુ ચાલવા થી, દોડવાથી, બોલવાથી  શ્વાસ ચડે તે તો આરામ કરવાથી કે શરીર – મન ને શાંતિ આપવાથી મટી જાય. પણ ધૂળ- ધુમાડા થી કે શરદી- કફ થી શ્વાસ ચડે ત્યારે, દમ નું દર્દ થાય ત્યારે.....

સૌ પ્રથમ તલ ના તેલ માં સિંધાલુણ કે નમક ચપટી નાખી ગરમ કરી ને છાતી ઉપર માલીસ કરવું.  તેનાથી જેમ પર્વતીય ક્ષેત્ર માં વૃક્ષો ઉપર જામી ગયેલો બરફ સૂર્ય ના કિરણો  થી પીગળે છે તેમ માલીસ ને સેક થી  ફેફસા ના બધાજ સ્રોતસ ખુલ્લા થાય છે અને ફેફસાં ને બળ મળે છે ને અડધું દર્દ તો ત્યાં જ મટતું જણાય છે.

તલ, ઘઉં નો લોટ, અડદ નો લોટ ને તેલ કે ઘી મેળવી ને ગરમ કરી ને કપડા ની પોટલી માં બાંધી ને હળવો સેક છાતી ઉપર કરવો અથવા ખમી શકાય તેવા ગરમ દૂધ ની ધાર છાતી ઉપર કરવી તેથી પણ સેક થશે ને કફ છૂટે , ફેફસા ને બળ મળે.     

 ગરમ- ગરમ પાણી પીવાથી, કાળા મરી ને  મધ સાથે ચાટવાથી, હળદર ની સાથે અજમો ને ગોળ ખાવાથી  તાત્કાલિક રાહત થઈ જાય. હળદર ને ગાય ના ઘી માં શેકી, એલાયચી, કાળા મરી, તજ, સાકર સાથે ખાવાથી કહેવાતી એલર્જી ની ખાંસી, શ્વાસ માં લાભ થશે.

કફ કાઢવા માટે દર્દી ની પાસે હળદર, જવ નું ચૂર્ણ, તજ કે એરંડા ના મૂળ ના ચૂર્ણ ને ઘી સાથે મિશ્ર કરી ને ધુમાડો કરવામાં આવે કે તેનો નાસ આપવામાં આવે તો તત્કાલ રાહત થાય છે. પંચકર્મ નિષ્ણાત વૈદ્ય કફ ના દર્દી ને (વધુ કફ હોય તો) વિધિવત વમન દ્વારા કફ દુર કરાવી ને પછી આવા દ્રવ્યો નું ધૂમપાન કરાવે છે.   

આદુ, લસણ, કાળા મરી, ગાય નું ઘી કે તલ ના તેલ થી બનાવેલ ગરમ - ગરમ મગ ની દાળ પીવી. 

સૌને સરળતા થી પ્રાપ્ય અને સૌને ઉપયોગી તેવો ચ્યવનપ્રાશ દરરોજ સવારે એક થી બે ચમચી ખાઈ ને ફરી ભૂખ ના લાગે ત્યાં સુધી કઈ જ ખાવું નહિ. તેનાથી રોગ પ્રતિકારક બળ વધે છે. 

આમળા, જીરુ અને ભોયરીગણી નો ઉકાળો પીવાથી શ્વાસ મા તત્કાળ રાહત થાયછે.

More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037

For More Article
Like a Facebook Page - Amrut Ayurveda Kendra 

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)