ઠંડી માં વજન વધારો
૩૪ વર્ષ ની ઉમર ને ૩૫ કી,ગ્રા. વજન હોય તેવી કોઈપણ બિમારી વિના ની પત્ની ની સાથે જવામાં કેટલાક ને શરમ આવે તેથી એકલા જ વૈદ્ય પાસે આવી ને પૂછે.. સાહેબ, વજન વધારવું હોય તો શું કરવું? અને માતા તેવી દીકરી ૧૧ વર્ષ ની દીકરી નું વજન પણ ૩૦ કી.ગ્રા. ... ત્યારે તેમને જે સલાહ આપી તે તમે પણ વાંચો....
●
વજન ઘટવાના કારણો......
દર્દ નથી તેવું ભલે લાગે, પરંતુ જેવી રીતે કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી. તેવી રીતે દર્દ વિના વજન ઘટવાનું બને જ નહિ. જે કારણો આપણને જલ્દી દેખાતા ના હોય જે અમને વૈદ્યો ને દેખાય... જેમકે...
૧) જીર્ણ તાવ. જેમાં ઉતરોતર રસ, લોહી, માંસ એમ સાતેય ધાતુ ઓ ઘટવા માંડે એટલે શરીર વળે નહિ બલકે ક્ષય થતાં વાર ના લાગે.
૨) “સંયમ નો અભાવ” પણ વજન ઘટવા નું મુખ્ય કારણ છે. સંયમ થી જ શક્તિ નો સંચય થાયછે.
૩) માનસિક કારણો.. ચિંતા, ઉજાગરો, ક્રોધ, મન ની અશાંતિ, મિથ્યા અભિમાન, આવતીકાલે શું થશે? ની ચિંતા, ઊંઘ ના આવવી, વિચારો વધુ આવવા.. આ બધા કારણો થી પણ શરીર વળતું નથી ને વજન વધતું નથી.
૪) વ્યાયામ નો અભાવ હોય ને ખોરાક વધુ હોય તો પાચન નબળું પડે ને અપચો, મરડો, હાઈ બી.પી, પ્રમેહ, પથરી થાય ને શરીર કમજોર બને.. તેવી રીતે આખો દિવસ દોડાદોડી ની મહેનત કરે કે પરિશ્રમ વધુ કરે પણ ખોરાક ઓછો લ્યે તો ધાતુ હોય તે પણ બળી જાય ને ક્ષય થાય.
૫) પોષક આહાર નો અભાવ.. પહેલા મજૂર ને જ પોષક આહાર મળતો ન હતો, હવે તો પોષક આહાર એટલે.. સાચું.. દેશી ગાય નું દૂધ, ગાય નું સાચું ઘી, ચોખ્ખું તલ નું તેલ જલ્દી જોવા પણ મળતું નથી ત્યાં સામાન્ય માનવી ને સારો ખોરાક ના મળે તો શરીર ક્યાંથી નીરોગી, મજબુત બને. બધે જ ભેળસેળ નો અને કેમિકલ નો જમાનો આવી ગયો છે.. છતાં સાવ નિરાશ થવા જેવું નથી હવે સરકાર, સમાજ સેવી સંસ્થા, ધર્મ ને ભક્તિ ની સમજ, બીજો તે બીજો નથી પણ તે મારો ભાઈ છે તેવી પવિત્ર ભાવના ના કારણે ખેડૂતો હવે ધીરે ધીરે જૈવિક ખેતી તરફ વળતા જાયછે.
૬) "स्थौल्यात वरं कार्श्यं
|" ચરક સંહિતા ના આ સિદ્ધાંત ને આજની યુવાન શહેરી યુવતીઓએ ઉલટો અર્થ જાણે કર્યો છે અને શરીર વધી જશે એ બીક માં ને બીક માં વધુ ને વધુ કૃશ, દુબળા થતા રહેછે. તથા ધર્મ ના કેટલાક લોકોએ ઉલટા અર્થ જાણે કર્યા હોય તેમ વધુ ઉપવાસ ને શરીર ને વધુ તકલીફ આપવાથી જલ્દી ભગવાન મળેછે.
જયારે શ્રીમદભગવતગીતા માં ભગવાન કહેછે કે, “ જે શરીરરૂપ થી સ્થિત ભૂત સમુદાયને અને અંત:કરણ માં સ્થિત મુજ અંતર્યામીને પણ કૃષ કરવાવાળા છે તે અજ્ઞાનીઓ ને તું આસુરી સ્વભાવવાળા જાણ” .... અધ્યાય ૧૭, શ્લોક ૬.
●
વજન વધારવા માટે: .......
- આળસ નો ત્યાગ કરી, વહેલા ઉઠી, આખા શરીરે તેલ નું માલીશ કરી, શરીર ની અર્ધી શક્તિ વપરાય ત્યાં સુધી વ્યાયામ- એકાદ કલાક કરવો જોઈએ.
- ભૂખ હોય તેથી ઓછો બલપ્રદ આહાર કે ઔષધ જેમકે- રાત્રે કાચા ચણા પલાળી, સવારે ગરમ કરી ને ખાવા, આમળાં નું જીવન ૧૦ થી ૨૦ ગ્રામ લેવું. ખજુર ને ઘી માં તળી ને ખાવી, અશ્વગંધા અવલેહ વૈદ્ય ને પૂછી ને લેવો, અશ્વગંધા ને દૂધ ને દૂધ થી બમણા પાણી સાથે ઉકાળી, પાણી બાળી દ્યો એટલે તૈયાર થયો ક્ષીરપાક પીવાથી વજન વધેછે. નિષ્ણાત વૈદ્ય પાસે બ્રૃહણ બસ્તિ લેવાથી પણ વજન વધે છે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment