હાર્ટ બ્લોકેજ માં આયુર્વેદ (Heart Blockage - Ayurveda )
ભગવાન કહે છે કે, હું બધા ના હૃદય માં રહેલો છું. તેથી જેમ આપણા સાચા-ખોટા કાર્યો નો પ્રભુ સાક્ષી છે તેમ આપણી ચિંતા, ભાગ દોડ કે સારું ખરાબ ખાવા ની ટેવ અને રહેણી કરણીની બધી જ અસર-આડઅસર પણ ભગવાન ને દુઃખી કે સુખી કરે છે અને તેના કારણે હૃદય ના કાર્ય અને તેની સાથે જોડાયેલા શરીર ના અંગો ફેફસાં, મગજ ના રોગો થાય છે. આજે થતા મૃત્યુ માં ૧૫% થી વધુ મૃત્યુ હૃદયના કારણે થાય છે જેમાં હાર્ટ એટેક મુખ્ય છે. હાર્ટ એટેક થવા માં મુખ્ય કારણ – મહેનત, શ્વાસ રોગ કે લોહી ની ઉણપતા કદાચ ઓછુ હશે. પરંતુ વિશેષ કારણ છે – આળસ, ઓછી મહેનત, ચિંતા, ભૂખ વગર નું ભોજન, સંચય નો અભાવ, વિરુદ્ધાહાર નું વધુ સેવન, ખાધા પછી પણ ખાવાની ટેવ, અપચો, વધુ પાણી પીવાની ટેવ, વ્યાયામ નો અભાવ, ગળ્યું – ખાટું – પ્રવાહી – ચીકણું – તલ + ગોળ વધુ ખાવા ની ટેવ, મહેનત વધુ ને ખોરાક ઓછો, ચિંતા, ભય, ખોટી દવાઓ, પંચકર્મ ના પણ ખોટા ઉપચાર કે અયોગ્ય પધ્ધતિ થી થતા પંચકર્મ ની આડઅસર, મળ – મૂત્ર ના વેગ રોકવામાં આવે, વધુ પ્રમાણમાં થતા ઉપવાસ કે શારીરિક – માનસિક આઘાત થી હૃદ...