કર્ણ પૂય - કાન માં રસી આવવી
આયુર્વેદ ના આચાર્ય જયારે એમ કહે કે,”
चक्षुषो विशेषात् श्लेष्मतो भयम् |” એટલેકે આંખ ને વિશેષ કરીને કફ નો ભય હોયછે. આ સૂત્ર વૈદ્ય વાંચી ને
વિચાર કરેછે કે અહીં આંખ ની સાથે કાન, નાક, ગળું, દાંત, પેઢા, જીભ અને તમામ માનસિક રોગો થવામાં મુખ્ય
કારણ કફ નો સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ.
આંખ માં તેજ મહાભૂત છે તો કાન માં આકાશ
મહાભૂત નું સ્થાન છે. પૃથ્વી અને જળ પકડી શકાય, તેજ ને જોઈ શકાય, વાયુ નો અનુભવ કરી શકાય જયારે આકાશ નો
અનુભવ પણ કરી શકતા નથી તો પછી કાન ના રોગો ને સમજવા, સારવાર કરવી ને મૂળ થી મટાડવા તે આકાશ ને સ્પર્શ કરવા જેટલું અઘરું
છે ને તેથી જ કાન ના રોગો નથી તો ઓપરેશન થી સંપૂર્ણ મટતા કે નથી બહેરાશ કે નથી કાન
માં અવાજ આવવો જેવા રોગો ની થતી મૂલગામી સારવાર.
પરંતુ જયારે શરદી થાય કે અપાન વાયુ
અવળો થવાથી કાન, નાક, આંખ ની કુદરતી ચિકાશ બહાર ના કચરા સાથે કે કફ સાથે બહાર નીકળે છે
તેને સાદી ભાષા માં કાન, નાક કે આંખ ની શરદી કહીએ તોય ખોટું
નથી. એટલેકે કાન માં થી રસી આવે, ખંજવાળ આવે, નાક બંધ થાય, છીંકો આવે, નાક માં સોજો આવે, નાક નો પડદો વાંકો થાય, આંખ માં ખજવાળ, પાણી, સાજો થઈ આવે.... આ બધાજ એકબીજા સાથે જોડાયેલા રોગો છે જાણે ચાર બાજુ
ચાર ઓરડા અને મધ્ય માં સૌની સહિયારી ઓસરી.
કાન ની રસી... આ રસી- પૂય એ વાયુ,
પિત્ત, કફ , ત્રણેય દોષ અને રક્તદોષ થી થાય છે. આ કર્ણ પૂય ઝડપ થી નહિ મટાડવા થી
કાન ના અંદર ના અને પાસે ના હાડકા માં સોજો, સડો ને બહેરાસ થાય છે. કાન ના પડદા માં કાણું તો તરતજ થઈ જાયછે.તેથી તત્કાળ
આયુર્વેદ સારવાર થી મૂળ થી, ઝડપથી મટે છે
અન્યથા ઓપરેશન પછી પણ કાયમી દર્દ દૂર થતું નથી. ઝડપથીને મૂળ માંથી દર્દ નહિ
મટાડવાથી આંખ ને અને માનસિક શક્તિ ને ખૂબજ નુકશાન થવા સંભવ છે.
ઠંડુ પાણી, ઠંડા પીણા, દહીં, ભેંસ નું દૂધ, અડદ, મીઠાઈ, ડુંગળી, કેળાં નું સેવન કરવું નહિ અને કાનમાં પવન, પાણી પ્રવેશ કરે નહિ તે કાળજી લેવી, કાન માં ચોવીસે કલાક રૂ રાખવું. મૌન રાખવું ને બ્રહ્મચર્ય નું પાલન
કરવું તે કાન ના તમામ રોગો ની પ્રાથમિક પરહેજ છે.
નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી હરડે,
સુંઠ, ત્રિફલા ચૂર્ણ,
ત્રિફલા ગુગલ, કાંચનાર ગુગલ, કિશોર ગુગલ, ત્રિકટુ, શૃંગ ભસ્મ, સાટોડી, સારિવા, ગળો, અરડુશી, તુલસી, રસાયણ કર્મ કરનાર સુવર્ણ ભસ્મ માં થી
તૈયાર થતી ઔષધિઓ અને ચ્યવનપ્રાશ જેવા ઔષધો નું પદ્ધતિસર નિયમિત સેવન કરવાથી
અને જરૂર જણાય તો પંચકર્મ પદ્ધતિ થી વમન, વિરેચન કરવાથી
પ્રાય: રોગ મટી જાયછે.
આયુર્વેદ અને શ્રીમદ્ ભગવત ગીતા નો એક
શ્લોક કાન, નાક, ગળું, આંખ ને માથા ની તંદુરસ્તી માટે નો
સામાન્ય લાગેછે...
ऊर्ध्व मूलम् अधः शाखं
अश्व्थं प्राहुरव्यं | अ.१५
Comments
Post a Comment